કોના પર વિશ્વાસ ન મૂકી શકાય? * અહંકાર ઉપર.
કઈ વ્યક્તિ નિષ્ફળતા સામે ઝુઝી શકે ? * પુરુષાર્થ અને પરમાત્માની કૃપામાં અટળ વિશ્વાસ રાખનાર વ્યક્તિ.
ગુરૂ કોને કહેવાય ? * ગૂચવાડો મટાડે. * ગુ=અંધકાર રૂ=પ્રકાશ. જે અંધકાર ઉલેચી નાખે અને પ્રકાશ ભરી દે તે ગુરૂ. * આજ્ઞાનનો નાશ કરે અને જ્ઞાનની જયોત પ્રગટાવે તે ગુરૂ. * જે માર્ગદર્શન આપે પણ બોજારૂપ ના બને તે.
ખરો ગરીબ કોણ? * નબળા વિચારો કરે તે. * પોતાની પાસે જે સંપતિ હોય તેનો પણ યોગ્ય ઉપયોગ ન કરી શકે તે. * જેનું હૃદય આદ્ર નથી તે.
આ પૃથ્વી પર મોટી ધટના કઈ લાગે છે ? શાશ્વત તત્વોનો નાશવંત એવા શરીરમાં પ્રવેશ અને સમય પુરો થયે એનો ત્યાગ.
સૌન્દર્યને પામવા કયાં ગુણો આવશ્યક છે ? * ઉદારતા. * ત્યાગની ભાવના. * નિર્દોષ જીવન. * ભાવુક્તા- આશ્રર્યના ભાવની હાજરી. * ઉદાસીન વ્રુતિ અથવા ઇન્ટ્રિયો પરનો સંયમ.
વિપત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો ? * નિરાશ ન થવું. * હિંમત રાખવી. * ધૈર્ય રાખવું. * કર્તવ્ય કર્યા કરવું.
મનુષ્યને સૌથી વધુ કોણ સતાવે ? * ભૂખ
શું કળવું મુશ્કેલ છે? * માનવીનું મન
કલ્પના કોને કહેવાય? * ભવિષ્ય સંબંધેના વિકલ્પોને કલ્પના કહેવાય.