ક્રોધ,લોભ,લોભ,મોહ,મદ અને મત્સરમાંથી છુટવાનો ઉપાય શું? * આ છમાંથી કોઈને પણ વિચાર દ્રારા પરિણામનું દર્શન કરાવી દઈએ તો એ દોષ કરતાં અટકી જઈઅએ. એમાં આપણે સપડાઈએ તે પહેલા બુધ્ધિને પરિણામનું સરખી રીતે દર્શન કરાવી દેવું જોઈએ.
પરમાત્માને અર્પણ કરવા જેવું શું? * શરીર સહિત દશ્ય માત્ર પરમાત્માનું જ છે એમ સમજવું. * ઇન્દ્રિયો અને * અન્તઃકરણ
જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ ખરો? *શક્તિ અને શક્તિના ધારક જેવો.
ઇશ્વર કોના પર અનુગ્રહ કરે છે ? * સ્વાર્થરહિત વ્યકિત પ્રત્યે. * જેના મનના વેગ અથવા વિષયો શાંત થઈ ગયા છે ? * જેણે શુભ કર્મો જ કરવાનો સંકલ્પ કર્યો છે. * જે એકાગ્રતાથી તેની સાથે સંબંધ જોડે છે. * જે સરળ છે, નમ્ર છે,શ્રદ્દાવાન છે અને અહંભાવથી રહિત છે.
જીવનવિષયક સંદ્ર્હો કયારે ટળૅ? * મન દ્રન્દ્રરહિત થાય. * મન કોઈપણ જાતના ઉપદ્રવ્યો વિનાનું થાય,નિષ્કામ અને ચંચળતા-વિહોણું થાય.શોક,મોહ અને ભયરહિત થાય ત્યારે
પરમાત્માની શક્તિ કઈ? *નિશ્ચય્. પરમાત્માની શક્તિનો કયારે અનુભ થાય? * નામરૂપને સમર્પિત થતા આવડે તો.
પરમાત્માની સત્તા એટલે શું? * પરમાત્માની સત્તા કોઈની શરણાગતિ સ્વીકારતી નથી. * એની સત્તામાં પક્ષપાતરહિતતા છે. * એ સત્તા વ્યાપક છે અને તેને કશા અવલંબનની કે શાધનની જરૂર પડતી નથી. * ત્યાં આગ્રણ નથી,હકુમત ચલાવવાનો ભાવ નથી. * આ સત્તા નિર્ભયતા આપે છે.
ભગવાન પ્રત્યે હ્રદયમાં પ્રીતિ કેમ જાગતી નથી ? *દશ્ય પ્રત્યે સત્યપણું કેળવાયુ છે તે કારણે *વિષયો પ્રત્યે ભરપુર અનુરાગ છે એટલે. *ભગવતત્વની ઓળખાણ નથી પછી પ્રીતિ કેમ જાગે?
પરમાત્માના ગુણધર્મો કયાં? *અખંડ સ્મૃતિ તેનો ગુણ છે અને સત્તા તનો ધર્મ છે પોત કોણ છે તેની સતત સ્મૃતિ રહેતી હોવાથી પ્રકૃતિના કોઈપણ વિભાગથી તેઓ આકર્ષતા નથી.સત્તાને સન્માનની અપેક્ષા નથી અને સત્તા કશા પ્રત્યે આકર્ષાતી નથી.તે આજ્ઞા કરતી નહ્તી છતાં તેની આમન્યા બધા સ્વીકારે છે.સત્તામાં ક્ષોભરહિતપણાનું પણ દર્શન થાય છે
મોહમાં કઈ ભુલ થઈ જાય છે ? * ક્ષણિકમે શાશ્વત માની લેવાની. * દુઃખને સુખમાની લેવાની.