અહં શું છે? * ક્રિયાશક્તિમાં વ્યાપેલો અન્તઃકરણનો એક વિભાગ. -કાર્ય કરવાનું જે બળ તે અહં છે. -જે બળનો પિંડના-દેહના હિત માટે ઉપયોગ થાય તે અભિમાન,બળનો અન્યના હિત માટૅ ઉપયોગ થાય ત્યારે અહં સહાયરુપ થાય છે. -અહંનો સ્વભાવ વિષમતા ઉભી કરવાનો છે અહં સંવાદિતાથી વર્તવા દેતું નથી,સંવાદિતાને તોડી નાખનારુ બળ છે. -સૌથી વધુ નુકશાન કારક શક્તિ.
મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે સિધ્ધ કરી શકે? * ‘લધુતાસે પ્રભુતા મિલે’ એ સુત્રનો ઉપયોગ કરવાથી. * અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે. * સત્-ચિત-આનંદમાં રમમાણ રહે. * કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય. * ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે. * બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.
સાચુ જ્ઞાન કયું? * જે જ્ઞાન અભેદનું દર્શન કરાવે તે. * પોતે કોણ છે-આત્મા કે શરીર તે જાણી અને તે પ્રમાણે વર્તવું.-અથવા નિત્ય- અનિત્યનો વિવેક કરી નિત્યમાં સ્થિર થવું. * જેવી રીતે શરીરમાં પોતે છે તેમ જ સમષ્ટિમાં પરમાત્મા છે તેમ સમજવું તે સાચુ જ્ઞાન. * પોતાને પોતાની ઓળખાણ કરાવનાર. * માયાના બંધનમાથી મુકત કરનાર. * અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર. * પ્રકાશમાં સ્થિર કરી પરમાત્મા સાથે જોડનાર. * પોતાની,પરમાત્માની,જીવની તથા ચોવીસ તત્વોની ઓળખાણ. * જેમાં જ્ઞાનનું તો નહિ જ પણ અન્ય કોઈ પ્રકારનું અભિમાન હોતું નથી. * સર્વત્ર બ્રહ્મસર્શન.
ત્યાગ કોને કહેવાય ? * મારાપણાની ભાવનાને દેહ અને દશ્ય વિભાગમાંથી ટાળવી * ઇચ્છાજનિત અને ઇચ્છારહિત બધા કર્મોનાં ફળ પરમાત્માને અર્પણ કરવા<. * દુઃખી અને નિરાધાર લોકોના કલ્યાણ અને સેવા માટે પોતાનાં સુખ-સગવડોની ચિંતા ન કરવી. * કશુંક છોડતી વેળા અભિમાન કે અંગત લાભની ગંધ સરખી ન હોય ભાગેટુ વૃતિ ન હોય પ્રેમની નિરંતર હાજરી હોય એને ત્યાગ કહેવાય.