આપણી શક્તિઓ કયારે ઢીલી ન પડે ? * વ્યવસ્થિત ગતિ હોય તો. * પરિસ્થિતિનો બરાબર ખ્યાલ હોય તો. * સમજણપુર્વક કરતા હોય તો. * દઢ મનોબળ હોય તો. * અન્યનું હિત કરવાનો ભાવ હોય તો.
જીવંતપણુ એટલે શું ? * સ્વતંત્રતા;નિરાવલંબન. * ચેતનાનો વધુમાં વધુ આવિષ્કાર.
ભકતનું ભગવાન સાથેનું જોડાણ કેવું હોવું જોઇએ? * રેલવેન ડબ્બાનું એંજિન સાથે મજબુત જોડાણ હોય છે!અંકોડા ભરાવેલા હોય અને સાંકળ પણ હોય. એકદમ પાકું જોડાણ. ગમે તેટલા આંચકા લાગે તો પણ ડબ્બો ન પડે. આવું પાકું જોડાણ હોવું જોઇએ.
મનુષ્યને ફસાવનારું કોણ ? * ઇન્ટ્રિયોની વિષયજાળ. * દેહને અનુસરનારું મન. * અનિયંત્રિત અને મલિન મન . * અણસમજથી ઉત્પન્ન થયેલી માન્યતા.
માણસમાં કેટલું હીર છે તે કયારે ખબર પડે ? * અપમાન વખતે. * કસોટી કાળે. * આપતિ સમયે. * પ્રતિકુળ સંયોગોમાં અથવા બધાં પાસા અવળા પડવા માંડે ત્યારે . * જેમને એ પોતાના માંની બેઠો હોય તેમનો સહકાર બંધ થઈ જાય ત્યારે.
મનુષ્ય પાપ કરવા કેમ પ્રેરાઈ છે ? * લોભને કારણે. * સ્વાર્થને કારણે. * એનામાં અજ્ઞાન ભર્યુ છે એટલે. * કામ અને ક્રોધને વશ થઈ જાય છે તે કારણે. * ઋણાનુબંધ,પરિગ્રહ અને મોહને કારણે.
મનુષ્યને શેનો વધુ ભય લાગે છે ? * પોતે કરેલા પાપોનો. * ભવિષ્યનો. * આબરુનો. * વ્રુધ્ધાવસ્થાનો. * આધિ-વ્યાધિ -ઉપાધિનો. * અતિ નિકટના સ્નેહીજનોના કાયમી વિયોગનો. * મુત્યુનો. * પોતે જેને મુલ્યવાન ગણે છે તેને ગુમાવવાનો.
જીવનનો અનુભવ મેળવવાનું સાધન કયું ? * ક્રિયા અથવા કર્મ. -કર્મ દ્રારા આ જગતમાં બંધનરુપ શું છે અને મુક્તિરુપ શું છે તેનો ખ્યાલ આવે છે. * અનુભવી પુરુષોનો ગાઢ સહવાસ.
વ્યક્તિએ કયાં સામાન્ય ધર્મોનું પાલન કરવું જોઇએ.? * સ્વધર્મનું. * સામાજિક ધર્મનું. * રાષ્ટધર્મનું. * સત્કર્મ કરવાનું. * સર્વે પ્રત્યે સદભાવના રાખવાની. * પરમ સત્યેને સમજવા અને પામવા નિત્ય નિરંતર પુરુષાર્થ કરવો.
મન કયારે રોગિષ્ટ ન રહે ? * આહાર.વિહાર અને નિદ્રા પ્રમાણસર હોય. * સંયમીત અને મુદુવાણી હોય. * આહારશુધ્ધિ અને દેહશુધ્ધિ હોય. * નિયમિતતા હોય. * સારા લોકોનો સંગ હોય. * નીતિની કમાણી હોય. * આવશ્યક એટલો શ્રમ હોય. * સદગ્રંથોનો અભ્યાસ અને સત્સંગ પ્રીતી હોય. * નિરંતર પ્રવ્રુતિ અખંડ નિવ્રુતિ હોય.