મનુષ્યે પ્રથમ કઈ સાધના કરવી જોઈએ? * પોતાની માનસિક દુર્બળતા દુર કરવાની.
ખરો ધર્મ પ્રમી મનુષ્ય કોને કહેવાય? * સ્વધર્મ પ્રત્યે અપાર પ્રેમ રાખે. * અન્યના ધએમનો આદર કરે. * અધર્મ પ્રત્યે ઉપેક્ષા સેવે,
મનુષ્યનો પરમ મિત્ર કોણ? * જીતેલી ઇન્દ્રિયો. * અનુભવી સંત. * આત્મને અનુસરનારુ મન. * સ્વાધીન અને નિર્મળ મન.
મનુષ્યમાં કઈ પ્રબળ શક્તિઓ રહેલી છે? * ઇચ્છાશક્તિ. * ક્રિયાશક્તિ. * જ્ઞાનશક્તિ અને અજ્ઞાનશક્તિ.
કપટી મનુષ્ય કોને કહેવો ? * બાહ્ય દેખાવ ઉજળો,પણ કર્મ કાળા. * બતાવવાનું જુદુ અને કરવાનું જુદું અથવા કહે કંઇ ને કરે કાંઈ.
પોતાની અભિરુચિ કઈ છે તેનો મનુષ્યને ખ્યાલ કેવી રીતે આવે? * પોતાના સ્વપ્નો પરથી. * જાતને નીચેના પ્રશ્નો પુછવાથી અભિરુચિનો ખ્યાલ આવવા સંભવ એ -મારા જીવનનો ઉદેશ્ય કયો છે? -જીવનમાં હું કયું કામ કરવા ધારુ છુ? -મારામાં કયા પ્રકારની શક્તિઓ રહેલી છે? -કયાં કયાં ક્ષેત્રમાં મારી બુધ્ધિ શક્તિ કામ કરી શકે? -કયું કામ હાથ પર લઊ તો ઉત્તમ રીતે પાર પાડી શકું?
મનુષ્યને દુર્ગતિને માર્ગે કોણ લઈ જાય છે ? * કામ(સ્ત્રીભોગ) * તેના કર્મો; પાપમય પ્રવ્રુતિ. * નબળો સંગ(કુસંગ). * લોભ અને લાલચ. * મન અને ઇન્ટ્રિયો પરનો અસંયમ. * લોખંડનો કાટ જેમ લોખંડને ખાઈ જાય છે, તેમ મનુષ્યની દુષ્ટ રહેણીકરણી જ તેને દુર્ગતિ તરફ ધકેલે છે.
વર્તમાનને સુધારવા મનુષ્યે શેનું ચિંતન કરવું જોઈએ? * કશાનું ચિંતન કરવાથી જરુર નથી.પ્રામાણિકપણે અને નિષ્ઠાપુર્વક ધંધો નોકરી કરતાં કરતાં ભગવાનનું સ્મરણ કરવું ઇષ્ટ લાગે છે.
મનુષ્ય શેની પકડમાથી સત્વરે છૂટી શકતો નથી? * અવિધાની પકડમાથી. * દશ્ય વિભાગની અને દેહાધ્યાસની. * ઇન્દ્રિયોની. * મનની અને બુધ્ધિની.
વ્યક્તિ વધુ અસ્વસ્થ કયારે બને છે? * અસંતોષ હોય ત્યારે. * અણધાર્યુ બને ત્યારે. * મોહ સળવળી ઊઠે છે ત્યારે. -અનુભવી પુરુષોએ સર્વ વ્યાધીઓના મુળામાં મોહને ગણાવ્યો છે.મોહ ઉત્પન્ન થાય પછી જ કામ,ક્રોધ અને લોભ પ્રવ્શે મળે છે.