નિવૃતિ કોને કહેવી? * ઉપાધિરહિત પ્રવૃતિ એટલે નિવૃતિ. * મનને વિષયોમાંથી ખેચી લઈ તેને પરમાત્મા પર કેન્દ્રિત કરવું. * વિષયો પ્રત્યે વૈરાગ્યવૃતિ કેળવવી. * જેમાં ક્રિયાનો અભાવ અથવા નિષ્કિયતા નથી;પણ પ્રવૃતિમાંથી મુકત થવાની પ્રવૃતિ હોય છે. * નિવૃતિ એટલે મુળ સ્થાને પાછા ફરવું અથવા અંદરથી સ્થિર રહીને આત્માને ઉપકારક એવી દિશામાં ગતિ હોય છે. * પ્રમાત્મામાં અટલ વિસ્વાસ રાખી તેમના અર્થે પ્રવૃતિ કરવી તે. * સાંસારિક પદાર્થોમાંથી વૃતિ પાછી ખેચી લેવી તે. * કર્તાપણાના ભાવમાંથી મુકત થવું તે.
વેરભાવ ઉત્પન્ન થતા શું થાય ? * માનસિક તનાવ વધ્યા કરે. * શાંતિ નષ્ટ થઈ જાય. * ઊંધ હરામ થઈ જાય. * ભોજન ઉપરની પ્રીતિ ઊઠી જાય.
શ્રેષ્ટ વિજય કયો ? * ઇદ્રિયો,અંતઃકરણ કે ત્રણ ગુણમાં ન ખેચાવું. * આત્મવિજય. * ભગવત- ઇચ્છાને વશ થવું.
કઈ સમજણ બોજારુપ બને છે ? * જે સમજણ સાથે ક્રિયાઆચરણ ન જોડાયેલા હોય તે સમજણ બોજારુપ બની જાય.
અસુર કોને કહેવાય? * સ્વાર્થીને. * દુષ્ક્રુત્ય કરનાર. * ભય ઉપજાવનાર. * અપરાધ કરનાર.
ચરિત્ર ધડતરમાં પાયાની બાબત કઈ ? * નિષ્ટા.
મોટામાં મોટો ગુરૂ કોણ? * વિવેક.
વિશ્વ શું છે? *ભગવત્શક્તિની નિરંતર રમણા
શાશ્વત ધર્મ કયો ? * સ્વધર્મ. * અન્ પ્રાણીઓના દુઃખથી દુઃખી થવું. * અન્યના આનંદમાં આનંદ માણાવો. * પોતે પોતાને ઓળખેતે. * વ્યક્તિના વિકાસને વેગ આપનાર શક્તિ,નિયમ કે સિદ્રાંત.
ધ્યાન ધરવું એટલે શું ? * ધારણાનો વિષય હોય તેમાં મન સંપુર્ણ તલ્લીન અથવા એકરુપ થઈ જાય. * ધારણાના વિષય સિવાય મનમાં અન્ય કોઈ વસ્તુનો પ્રવેશ ન થાય. * ધ્યાન કરનાર અને ધ્વેય-પદાર્થ સિવાય બીજી કોઈ વસ્તુની હાજરી ન રહે તે ધ્યાન.