ભોજન કરતી વેળા શું ધ્યાન રાખવાનું ? * પોષણ માટે ખાઈએ છીએ તે સ્મુતિ હાજર રાખવી. * ભોજન ભગવાનને અર્પણ કરેલું હોવું જોઈએ. * આહાર સાત્વિક છે કે નહી તે જોવું જોઈઍ. * સ્વાદનો ખ્યાલ રાખીને નહી પણ પેટની ભૂખ ધ્યાનમાં રાખી જમવું જોઈએ;માપસર આહાર લેવો જોઈએ;ઊણૉદરી વ્રત પાળવું જોઈએ. * અન્ય જમનારા છે એ વાત ભુલાવી ન જોઈએ. * મફતનું ખાવાની વ્રુતિ ન હોવી જોઈએ.
શ્રેષ્ઠ વિજય કયો ? * ઇદ્રિયો,અંતઃકરણ કે ત્રણ ગુણમાં ન ખેચાવું. * આત્મવિજય. * ભગવત- ઇચ્છાને વશ થવું.
સન્માન પ્રાપ્ત કરવાનો ઇલાજ શું ? * સૌને સન્માન આપવું તે.
દષ્ટી બદલવાનું ઉત્તમ સ્થાન કયું ? * સ્વબળ. * સંગ.
સર્જનનો આરંભ કયારે થયો હશે? * ઇચ્છાશક્તિએ ક્રિયાશક્તિનો સહયોગ કર્યો હશે ત્યારે.
ખરી કેળવણી કઈ ? * ભરણપોષણ માટે પરાવલંબી ના બનાવે. * બાહ્ય અને આંતરજ્ઞાન મેળવવાની માણસની મુળભુત શક્તિને બેઠી કરે. * અંતરશુધ્ધિ અને દેહશુધ્ધિની શક્તિ આપે.
અન્તઃકરણ એટલે શું? * જિવાત્માની ક્રિયાશક્તિ. * એ એવી શક્તિ છે જે બધી ઇન્દ્રિયોને પ્રવૃતિ કરવા પ્રેરે છે. * મન,બુધ્ધિ,ચિત અને અહંકાર એ ચાર અન્તઃકરણના વ્યાપાર અથવા વિભાગ છે -તેમાં વિકલ્પ કરે તે મન. -પદાર્થનો નિશ્ચય કરે છે તે બુધ્ધિ. -સ્વાર્થ અથવા પરમાર્થનું ચિંતન કે અનુસંધાન કરે છે તે ચિત. -;હું છુ\’ એવો ભાવ રહે છે તે અહંકાર.
ધ્યાન કોને કહેવાય? * કેન્દ્રવર્તી વૃતિને. * ચિતની વિચારશુન્ય સ્થિતિને. * સરળ રીટે કહેવું હોય તો ચિતમાં કશાનો સંગ્રણ ન કરવો એ ધ્યાન છે. * બહારના જે પદાર્થો,વિચારો ચિતમાં પ્રવેશી ગયા છેએમને બહાર કઢી નાખવા એ ધ્યાન છે * માન્યતાઓનો ત્યાગ. * મનનો લય થઈ જાય તેને. * વિકલ્પ વિનાની,દ્રન્દ્ર વિનાની સ્થિતિ. * ચૈતન્યની નિરંતર સ્મૃતિ;સતત જાગૃતિ. * ઝેન ગુરુઓ મનના અભાવને ધ્યાન કહે છે.
ભુખ કેટલા પ્રકારની છે ? * ત્રણ પ્રકારની -શરીરની ભુખ ભોજન દ્રારા શમે. -મનની ભુખ પરમ શાંતિ અનએ આનંદ પામવાથી શમે. -બુધ્ધિની ભુખ સૃષ્ટિનું ગહન સત્ય જાણાવાથી શમે.
પવિત્રતા કયાં ધરમાં નિવાસ કરે છે ? * જે ગ્રુહમાં કલેશ કે કંકાશ નથી. * સ્નેહ અને સભ્યતા છે. * શુભ આચાર વિચાર છે. * સંપ અને સંતોષ છે. * પ્રભુભક્તિ છે. * સ્વછતા માટેની તાલાવેલી છે અને કોઈનો દોષ જોવાની દષ્ટિ નથી.