લક્ષ્ય સિધ્ધ કરવામાં શું આડે આવે છે ? * અનાવડત. * આળસ,અવિરત પ્રયત્નનાં શિથિલતા. * ભય અથવા બીક. * અભિમાન. * આચરણનૉ અભાવ. * પરાંવલંબન અથવા પરાશીનતા. * દ્ઢ નિસ્ચયની ગેરહાજરી. * ધૈર્ય અને ઉસ્સાહની ખામી.
સાચો સંબંધ કોને કહેવાય? * અપેક્ષા રહિત સંબંધને સાચો સંબંધ કહેવાય. * જે સંબંધમાં રાગ અને મોહ ના હોય.
માર્ગ શોધવાનો ઉપાય શું? * ધ્વેય નક્કિ કરવું.
આંખની ભાષા કઈ? * આસું. -આનંદનાં ,સુખનાં. * પ્રેમનાં. -દુઃખનાં કે શોકનાં.
કઈ બાબતનું એકાંતમાં આચરણ થાય તો સારું? * ઇશ્વરભજન,સાધના,અભ્યાસ. * વિષયસુખ. * લાગણીનો વિનિમય અને શિખામણ.
કોને વૃધ્ધાવસ્થા આવતી નથી? * તૃષ્ણાને.
સતત સ્મરણમાં રાખવા જેવું શું ? * દશ્યમાન નાશવંત છે તે વાસ્તવિકતાનું ક્ષણવાર પણ વિસ્મરણ ન કરવું
સંસારી અને સાધુમાં તફાવત શું ? * મળે તે મુઠીમાં પકડી રાખે અથવા ભવિષ્ય માટે બચાવે તે સંસારી. * મળે તેને વહેચી દે,કશાને પકડી ન રાખે તેસાધુ,સંસારમાં રહે પણ સંસારને પોતાની અંદર પ્રવેશવા ન દે તે સાધુ.
માળા શા માટૅ ફેરવવી ? * આધાર વિના ભગવાન ના ભજી શકાય એ કારણે. * મનને ફેરવવા માટે.તેને માયામાથી ખસેડી પરમાત્મામા જોડાવા માટે. રોગનો દરવાજો કયો ? * અનિયમિતતા. * ભોગવિલાસ. * સ્વાદ પાછળની દોડ
કયું ચક્ર સ્વયંભુ ફર્યા કરે છે ? * વિનાશક કાળચક્ર.