આસ્થા અને વિસ્વાસમાં તફાવત શું ? * આસ્થા એટલે અપુર્વ શ્રધ્ધા.શ્રધ્ધામાં પુજયભાવ છે,વિશ્વાસમાં સમભાવ છે. * આસ્થા આપણી અંદરથી જન્મે છે.અનુભવ સાથે સીધો સંબંધ છે. * વિશ્વાસ આપણને અન્યમાથી પ્રાપ્ત થાય છે. * આસ્થા આંતરિક જીવન સાથે અને વિશ્વાસ બાહ્ય જીવન સાથે સંબંધિત છે.

વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો પ્રથમ શું કરવું ? * વસ્તુની ખરેખર ઉપયોગિતા કેટલી છે અને જરીરિયાત કેટલી છે તે બરાબર વિચારી લેવું. * ઉપયોગિતા સમજતા તેની પ્રાપ્તિ માટૅ દઢ સંકલ્પ કરી કામે લાગી જવું.

મૃત્યુનો ભય કયાં સુધી લાગે છે? * જયાં સુધી જીવન પ્રત્યેનું આસર્ષણ છે. * જિજીવિઆ છે-જીવવાની ઇચ્છા છે. * સંસાત પ્રત્યેની વાસના છે.

વ્યગ્રતામાંથી કોણ બચી શકે ? * જેની વિવેકબુધ્ધિ જાગ્રત હોય. * જેનું અંત;કરણ શુધ્ધ હોય. * જે કાંઈ ને કાંઈ ઇશ્વરપ્રીત્યર્થ કરતો હોય. * જે નિળ્સ્વાર્થી,નિખાલસ,નિર્લોભી,નમ્ર અને નિર્દોષ હોય. * જેને દુન્યવી પદાર્થ માટે ઝંખના ન હોય. * જે આત્મરત અને આત્મતૃપ્ત હોય.

અગ્નિને દેવ કેમ માન્યા ? * આકૃતિરહિત શક્તિ એટલે દેવ.આ દષ્ટિએ અગ્નિ દેવ છે. * અગ્નિ પ્રગટે ત્યારે હંમેશા એની ઊધ્ર્વગતિ થાય છે. * અગ્નિમાં જે કાંઈ નાખીએ તે ખાખ થઈ જાય છે અને છેવટે પોતે પણ પાછળ કશું રાખ્યા વિના શાંત થઈ જાય છે. * એ શુધ્ધને નષ્ટ કરી દે છે અને શુધ્ધને બચાવી લે છે. * અગ્નિ બળીને અલોપ થઈ જાય છે,આકાશમાં સમાઈ જાય છે.

લક્ષ્ય સિધ્ધ કરવામાં શું આડે આવે છે ? * અનાવડત. * આળસ,અવિરત પ્રયત્નનાં શિથિલતા. * ભય અથવા બીક. * અભિમાન. * આચરણનૉ અભાવ. * પરાંવલંબન અથવા પરાશીનતા. * દ્ઢ નિસ્ચયની ગેરહાજરી. * ધૈર્ય અને ઉસ્સાહની ખામી.

સાચો સંબંધ કોને કહેવાય? * અપેક્ષા રહિત સંબંધને સાચો સંબંધ કહેવાય. * જે સંબંધમાં રાગ અને મોહ ના હોય.

માર્ગ શોધવાનો ઉપાય શું? * ધ્વેય નક્કિ કરવું.

આંખની ભાષા કઈ? * આસું. -આનંદનાં ,સુખનાં. * પ્રેમનાં. -દુઃખનાં કે શોકનાં.

કઈ બાબતનું એકાંતમાં આચરણ થાય તો સારું? * ઇશ્વરભજન,સાધના,અભ્યાસ. * વિષયસુખ. * લાગણીનો વિનિમય અને શિખામણ.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors