આ જગતમાં અપ્રગટ શું છે? * સુક્મ શરીરના ધટાકો. * જીવ,આત્મા અને પરમાત્મા. * જન્મ પહેલાની અને મરણ પછીની સ્થિતિ.
સૃષ્ટિમાં અને લોકાન્તરમાં શું ભેદ છે ? * સૃષ્ટિમાં ચોવીસ તત્વો રહેલા છે; -પાચ મહાભુત+પાંચ જ્ઞાનેદ્રિયો+પાંચ કર્મેન્દ્રિયો+શબ્દ સ્પર્શ,રૂપ,રસ અને ગંધ એ પાંચ એ પાંચ તન્માત્રાઓ+અન્તઃકરણ=મન, બુધ્ધિ,ચિત અને અહંકાર. * લોકાન્તરમાં ઓગણિસ જ તત્વો રહેલા છે. -પાંચ મહાભુતો સિવાયના બધા જ તત્વો.
સંસારમાં અમૃતનો અનુભવ કયાં થાય? * અસીમ પ્રેમમાં.
વાણીનો કયારે ઉપયોગ ન કરવો? * ક્રોધની પળોમાં મૌન રહેવું. -તલવારનો ધા રુજાઈ જાય છે પણ વાણીનો ધા જીવનભર અંક્તિ થઈ જતો હોય છે. * કોઈનું અહિત થતું હોય તેવી વાણી ન ઉચ્ચારવી. * સામી વ્યક્તિ સાંભળાવા તૈયાર ન હોય ત્યારે ન બોલવું.
પ્રાયશ્ચિત કોને કહેવાય ? * કરેલા દુરાચાર કે ક્રોધને ભુલી જવા માટેની તપશ્ચર્યા;એટલે કે ફરી એ દોષ ન થાય એ જાગૃતિ.
હ્રદયને કોણ ટાઢક આપી શકે ? * નિર્મળ પ્રેમ.
સ્થૂલ સત્તાના મુખ્ય લક્ષણ કયાં ? * સ્થૂલ સત્તા સાધનો પર આધારિત છે. *સ્થૂલ સત્તા ભય નિર્માણ કરે છે. * સ્થૂલ સત્તા સામ,દામ,દંડ અને ભેદમાં વહેચાયેલી છે. * પરિવર્તનશીલ છે,કાળને આધીન છે,મર્યાદિત છે અને પરાજયની સંભાવનાઓથી યુકત છે.
કોનાથી છેટા ચાલવું? * અસતથી. * જેનું હ્રદય મલિન હોય,જે સ્વાર્થને જ કેન્દ્રમાં રાખતો હોય,લોભી અને કંજુશ હોય.મુર્ખ હોય અને અભિમાની હોય તેનાથી.
આસ્થા અને વિસ્વાસમાં તફાવત શું ? * આસ્થા એટલે અપુર્વ શ્રધ્ધા.શ્રધ્ધામાં પુજયભાવ છે,વિશ્વાસમાં સમભાવ છે. * આસ્થા આપણી અંદરથી જન્મે છે.અનુભવ સાથે સીધો સંબંધ છે. * વિશ્વાસ આપણને અન્યમાથી પ્રાપ્ત થાય છે. * આસ્થા આંતરિક જીવન સાથે અને વિશ્વાસ બાહ્ય જીવન સાથે સંબંધિત છે.
વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો પ્રથમ શું કરવું ? * વસ્તુની ખરેખર ઉપયોગિતા કેટલી છે અને જરીરિયાત કેટલી છે તે બરાબર વિચારી લેવું. * ઉપયોગિતા સમજતા તેની પ્રાપ્તિ માટૅ દઢ સંકલ્પ કરી કામે લાગી જવું.