સ્વ-સ્વરુપની પ્રાપ્તિ કયારે થાય ? * અંન્તકરણ રુપી દિવાલ વચમાથી ખશી જાય. * મનને કિનારે જ મુકામ રહે. * વિકાર માત્ર શાંત થઈ જાય. * વૃતિઓ રુપી બિદ્બુદો ન ઊઠે અને આવેગો શમી જાય. સસ્વરુપની પ્રાપ્તિ માટે શું ધ્યાનમાં રાખવું? * અજ્ઞાનનુ આવરણ દુર કરવા સત્વર નિષ્ઠાપુર્વક પ્રયત્ન કરવો. * ચીજવસ્તુઓનું વળાગણ ન રાખવી. તેમાં ચિતને ડુબવા ન દેવું. * સ્વ-ધર્મનું આચરણ કરવું.કર્તવ્યનું બરાબર પાલન કરવું.પણ મમત્વથી મુકત રહેવું. * કામ,ક્રોધ,લોભ,મોહ વગેરેથી અળગા રહી ભગવાનનું ભાવપુર્વક સ્મરણ કરવું. * ચિતશુધ્ધિમાટે સતત જાગ્રત રહી પ્રયત્ન કરતા રહેવું. * વિશેષને વિશેષ અંતમુખ […]
સાધ્ય સુધી પહોચી ગયા છીએ તેનો ખ્યાલ કેવી રીતે આવે ? * જયારે બધા સાધન છૂટી જાય ત્યારે. તત્વજ્ઞાનમાં વ્યષ્ટિ અને સમષ્ટિનો ઉલ્લેખ આવે છે તે કયાં અર્થમાં ? * વ્યષ્ટિ એટલે વ્યક્તિ,પ્રત્યેક મનુય. * સમષ્ટિ એટલે બધી વ્યક્તિઓનો એકત્રિત થઈ જે સમુદાય બને તે. -શાસ્ત્રની પરિભાષામાં છૂટો જીવ એ વ્યષ્ટિ છે અને સર્વ જીવોનું સમુદાય સ્વરૂપ તે સમષ્ટિ છે. તવ્તજ્ઞાનનું લક્ષ્ય શુ છે ? * પોતે કોણ છે તે નકકી કરવું. * અનેકતામાં એકતા દર્શાવવાનું. * પદાર્થો કે પ્રાણીમાત્ર ભલે ભિન્ન ભિન્ન છે પણ તેમનું સર્જન પોષણ અને વિસર્જન […]
આંતઃમુખ થવા શેમાથી બચવું જરુરી ? * ક્ષણભંગુર આકર્ષણમાથી. * ભોઈની ભલાઈ કે પટલાઈમાથી. * બિનજરુરી દુન્વયી વ્યવહારોમાથી. * નિરર્થકવાતો,ચર્ચાઓ કે ગપસપમાથી. * આળાસ-પ્રમાદમાથી. આંતરિક સામર્થ્ય શેમાથી મળે? * એકાંતના સેવનમાથી. * બાહ્ય અવલંબનોની મિકતિમાથી. * નિશ્ચિત ધ્વેય તરફ ગતિ કરવાથી. * સત્વગુણામાં સ્થિર થવાથી. * પરહિત કે પરોપકાર દ્રારા. * સત્સંગથી. * નામસ્મરણથી. * આત્મચિંતનથી.
અંદરનો અંધકાર દુર કરવાનું સાધન કયું. * સત્સંગ, * આંતરસુઝ. * નામસ્મરણ. * સત્યને પામવાની તાલાવેલી. અંદરથી ઊજળો કોણ બની શકે ? * જે તત્વમાં લીન રહે તે. * જે ધસાઈ છે અથવા ધસારો ખમી શકે છે તે. -ખેડુતની કોઅ પડી રહે તો સમય જતા કાળી પડી જાય છે જે અન્યને ઉપયોગી થાય છે તે સુવાળૂ અને ઉજળૂ થતુ જાય છે.જે કોઢુ ધસાઈ છે તે કાયમ ચળકતુ રહે છે પડયુ રહેશે તો કટાઈ જશે અને નકામુ થઈ જશે માટૅ અન્યને ખપમાં આવતુ રહેવું. સત્,ચિત,આનંદ કોને કહેવો.? * ત્રણેય કાળામાં જે […]
ખરી ઉપાસના કઈ ? * ભગવાનના સાનિધ્યમાં બેસવા અધિકાર મેળવવા માટૅના પુરુષાર્થને સાચી ઉપાસના કહેવી જોઈએ. * પરમાત્માની કૃપા ઝીલવા માટ સમગ્ર ચેતનતંત્રને ખુલ્લુ મુકવું. * પ્રત્યેક વિચાર,વાણી અને કાર્યમાં પરમાત્માને આગળા રાખવા. * કર્તાભાવ આવવા ન દેવો. * સર્વના કલ્યાણનો ભાવ સેવ્યા કરવો. * હ્રદય ભીનું રહે તે રીતે પુજા-પ્રાર્થના કરવી. ઉપાશનાના પગથિયા કયાં ? * આવાહન. * પ્રસ્થાપન. * સમર્પણ.
પોતાને ઓળખવાની રીત કઈ ? * પોતાને પોતાની ઓળખાણ એટલે જ સમગ્ર સર્ગને ઓળખી લેવો.એટાલે ઓળખનારો આપોઆપ જુદો પડી જશે. * પોતાના અંતઃકરણને દર્પણની જેમ સ્વચ્છ બનાવી દેવું. * અંતરથી ઊઠતા વિચારોને જોવાની ટેવ પાડવી. * ઈન્દ્રિયોના વ્યવહાર પર ધ્યાન રાખવું. પ્રકૃતિ શું છે? * પરમાત્માની ક્રિયાશક્તિ. * પરમાત્માનું સ્ફુરણ. પ્રકૃતિને શા માટૅ \’જડ\’ કહી છે ? * જીવ, આત્મા કે પરમાત્માના સંબંધ વિના પ્રકૃતિ પોતાની મેળે કાંઈ કર શકવા સમર્થ નથી એટલે
ભગવત્પ્રાપ્તિ માટેના સુલભ સાધનો કયાં છે? * ભક્તિ. * શીલ. * સદાચાર. * સત્કર્મમાં નિષ્ઠા. આપણુ લક્ષ્યાક શું છે? * અસત્યમાથી મુકત થઈ સત્ય ભણી પ્રયાસ કરાવું. * અંધકાર છોડી પ્રકાશ ભણી ગતિ કરવી. * ક્ષણિક,ક્ષણભંગુર અને નાશવંતનો સથવારો છોડી નિત્ય-શાસ્વત-સનાતન ભણી ડગ ભરવા.
અંદરનો બગાડ દુર કરવાનું સાધન કયું ? * કર્તાપણાનો અને ભેકતાપણાનો ભાવ જાગે ત્યારે. આપણી અંદર રહેલા મેલને દુર કરવા શું કરવું જોઇએ? * યાંત્રીક જીવન જીવવાને બદલે નિત્ય જાગ્રત પણે જીવવું, જેથી આપણી નબળાઇઓનો ખ્યાલ આવે. * નબળાઈઓને વળગી રહેવાને બદલે વીણીવીણીને બહાર કાઢવી. * આપણી અંદરની શુભ શકિતઓ બળવાન બને તે માટે નિત્ય નામ સ્મારણ,શુભ વાંચન અને સત્સંગનું સેવન કરવું. * સદગુણોનો સરવળૉ કરતા જવું. * ભાગવાનને આગળ રાખી બધાં કર્મ કરવાં.
જાતને ઓળખવી એટલે શું ? * પોતે કોણ છે તે નક્કી કરી લેવું તે. * પોતાને જે સ્વભાવ પ્રાપ્ત થયો છે તેના બંધનમાંથી છુટવું, તેની પકડમાંથી મુક્ત થવું. * મનની પ્રક્રિયાઓને થંભાવી દેવી.
ભગવાન સાથે પાકુ જોડાણ થયુ છે એમ કયારે કહેવાય ? * ચંચલ મનને ભગવાનના ચરણૉમાં સમર્પિત કર્યુ હોય તો. * અહં સંપૂર્ણપણે ઓગળી ગયું હોય તો. * નિષ્કામભાવે ભક્તિ થતી હોય તો. * દેહના પાચ વિષયોને (શબ્દ,સ્પર્શ,રૂપ,રસાને ગંધ)ભગવાનના ચરણોમાં સોપ્યા હોય તો. આપણૅ પ્રભુમય કયારે થઈ શકીએ ? * આપણા શ્વાસ-ઊચ્છવાસમાં,હ્રદયના પ્રત્યેક ધબકારમા,ઊધતાં-જાગતાં,સ્વપ્નમાં-સુષુપ્તિમાં,ખાતાં-પીતાં,બોલતાં ચાલતાં,કહો કે પ્રત્યેક ક્રિયા અને કર્મમાં અથવા નિષ્કામ કર્મમાં,આપણી અંદર રહેલા અવકાશ-નિરાવકાશમાં ભગવાનની હાજરી રહે ત્યારે અથવા આપણૂં અણુએ અણૂ એમનામાં જ ઓતપ્રોત થઈ જાય ત્યારે ભગવાનથી સભર થઈ જઈશું. * જગત પ્રત્યેનું આકર્ષણ ન રહે અથવા […]