બેફામ ઇચ્છા વાળું જીવન એ વન છે, માયૉદિત ઇચ્છા વાળું જીવન એ ઉપવન છે, પરંતુ ઇચ્છાઓથી પર થઇને જીવવું એ નંદનવન છે.

માણસની પાંચ ખોટી ધારણાઓ તેને આખી જિંદગી દૂ:ખી કરવા માટે પૂરતી છે : (1) મારી મહેનત કરતાં મને ઓછું મહેનતાણું મળે છે અને મારું શોષણ થાય છે ! (2) મારી લાગણીઓને કોઈ સમજતુ નથી અને મારી વાત કોઈ સાંભળતુ નથી ! (3) મારા કામની કોઈ કદર કરતુ નથી અને મને યશ મળતો નથી ! (4) મેં હંમેશાં બધાને મદદ કરી છે અને હવે મારે જરૂર છે ત્યારે મને કોઈ મદદ કરતુ નથી ! અને (5) મારો કોઈ દોષ નથી હોતો અને છતાં મારો જ વાંક કાઢવામાં આવે છે ! મિત્રો, […]

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’ ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે. જેટલાએ હાથ ઉપર કર્યા છે એ દરેકને હું આ સો રૂપિયાની નોટ આપીશ પણ એ પહેલાં મારે કશુંક કરવું છે.’ એમ કહી એ સો રૂપિયાની નોટનો તેણે ડૂચો વાળી દીધો. ખંડમાં સન્નાટો વ્યાપી ગયો. એ ચૂંથાયેલી નોટ તેણે ધીમેથી ખોલી અને પૂછ્યું, ‘હજુ […]

બૃહદ્ મુંબઈ રાજ્યનું વિભાજન થતાં સને 1960 ના મેની પહેલી તારીખે ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્‍વમાં આવ્‍યું.ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) કંડલા ગુજરાતમાં છે.સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્‍થા ‘અટિરા‘ ગુજરાતમાં છે.ભારતના મીઠાના ઉદ્યોગમાં ગુજરાત મોખરે છે.સિમેન્‍ટ ઉદ્યોગમાં ગુજરાત આગળ પડતું છે.ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ગિરનાં જંગલોમાં જ છે.ચૂનાનો પથ્‍થર ગુજરાતમાં લગભગ દરેક સ્‍થળે મળી આવે છે.આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાત (જામનગર)માં છે.બોકસાઇટનું સૌથી વધુ ઉત્‍પાદન ગુજરાત કરે છે.સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ખરાદી કામ પ્રખ્‍યાત છે.ભારતના મુખ્‍ય બે અખાતો ખંભાતનો અખાત અને કચ્‍છનો અખાત ગુજરાતમાં છે.હડપ્‍પા સંસ્‍કૃતિને મળતા […]

માનવ મગજ માનવશરીરના તમામ અંગોનું નિયંત્રણ કક્ષ છે, તે સ્‍પંદન લાગણીનો અનુભવ તેમજ બુધ્ધિપૂર્વક વિચારવાનું કાર્ય પણ કરે છે. આ મગજ મસ્‍તમાં સ્‍થાપિત છે અને તેના કપાળે કરાતુ તીલક અથવા ચાંદલો હકિકતમાં બુધ્ધિને અર્ધ્ય એટલે પૂજાનું પ્રતિક છે. બુધ્ધિનો મહિમા અપરંપાર છે, ભુતકાળમાં પણ હતો અને હવે પછી પણ રહેશે. માણસ નામના સામાજીક પ્રાણીનો આટલો ઉચ્ચ વિકાસ થયો હોય તો તેના પાયામાં બુધ્ધિ રહેલી છે. માણસને ઈશ્વર સુધી લઈ જનાર પણ બુધ્ધિ જ છે. શુન્‍યમાંથી સુષ્ટિનું સર્જન કરવાની શક્તિ બુધ્ધિમાં રહેલી છે. આવું અનોખું માહાત્‍મય ધરાવતી બુધ્ધિના પૂજન માટે આપણે […]

  મંગલ મંદિર ખોલો, દયામય ! મંગલ મંદિર ખોલો, જીવનવન અતિ વેગે વટાવ્યું દ્વાર ઊભો શિશુ ભોળો ; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લો, લો, દયામય ! નામ મધુર તમ રટ્યો નિરંતર શિશુસહ પ્રેમે બોલો ; દિવ્ય તૃષાતુર આવ્યો બાલક, પ્રેમ – અમીરસ ઢોળો, દયામય ! મંગલ મંદિર ખોલો !           – નરસિંહરાવ દિવેટિયા

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું, ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું. દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ, સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું. આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનો બોલાશે નહીં સારું સારું ગુજરાતી છું. સઘળી સગવડ સુરજની એને આપી છે, મે’માન બને જો અંધારું ગુજરાતી છું. અડકી જાતી પળ ને પૂરી થાતી અટકળ, બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું. વિશેષણોના વન છે તારી આગળ પાછળ, મેં તો કીધું છે પરબારું ગુજરાતી છું. ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું

The below links provide you with an access to a host of services with State / UT & Central Govt.Dpts. Kindly save it for future references / use. Work By http://rajtechnologies.com Obtain: *   Birth Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=1> *   Caste Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=4> *   Tribe Certificate <http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8> *   Domicile Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=5> *   Driving Licence <http://www.india.gov.in/howdo/howdoi.php?service=6> *   Marriage Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=3> *   Death Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=2> *   Search More – How do I <http://www.india.gov.in/howdo/advancedsearch.php> Apply for: *   PAN Card <http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=15> *   TAN Card <http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=3> *   Ration Card <http://www.india.gov.in/howdo/howdoi.php?service=7> […]

જીવનશૈલી

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors