જીવનનો અનુભવ મેળવવાનું સાધન કયું ? * ક્રિયા અથવા કર્મ. -કર્મ દ્રારા આ જગતમાં બંધનરુપ શું છે અને મુક્તિરુપ શું છે તેનો ખ્યાલ આવે છે. * અનુભવી પુરુષોનો ગાઢ સહવાસ.

લોભ એટલે શું ? * સંગ્રહ કરવાની વૃતિ. * ન હોય તેને મેળવી લેવાની વૃતિ અને હોય તેને જાળવી રાખવાની વૃતિ.   લોભના પાયામાં શું છે ? * વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટેનો ભય. * વસ્તુ પ્રત્યેનો મોહ. * પરિગ્રહનો ભાવ ાને ભવિષ્ય પ્રત્યે અવિસ્વાસ.   લોભને કોણ શાંત કરી શકે? * પૂર્ણતાનો અનુભવ. * સંતોષ.

કામવાસનાના નિવાસસ્થાનો કયાં છે ? * નેત્ર(રુપ) અને સ્પર્શ. * રાગદ્વેષવાળું મન. * બુધ્ધિ. * દસ ઇન્દ્રિયો.   કામના જાગવાથી શું પરિણામ આવે ? * કામના પૂરી થાય તો લોભ નિર્માણ થાય છે. * કામના પૂરી થવામાં વિધ્ન ઊભું થાય તિ ક્રોધ જન્મે છે.

મદ્દ એટલે શું ? * ગર્વ અથવા અભિમાન. મત્સર કોને કહેવાય ? * અન્યનું સારું ન સહન થઈ શકે તેને. અહંકારના મૂળમાં શું છે? * હું છુ અને મારુ છે એવી સભાનતા. * આત્મજ્ઞાનની ગેરહાજરી. *જાગૃતિનો અભાવ.

લોભને કોણ શોઈ લે છે?અથવા લોભથી બચવાનો ઉપાય શું છે ? * સંતોષ.   લોભ કયારે ધાતક બને છે ? * અતિ પરિગ્રહથી. *પોતાના લાભની ચિંત્તા કરવાને બદલે મનુષ્ય અન્યનુ અહિત કરવા તાકે છે ત્યારે. * લોભ વિકૃત ધારણ કરે છે ત્યારે. * લોભને અતિરેક થઈ જાય ત્યારે.

અહંકારને કોણ બુઠ્ઠો બનાવી શકે ? * વિચાર અને નિરભિમાન.   વાસના કેટલા પ્રકારની છે ? (૧)સદવાસન(દા.ત.પ્રહલાદની) (૨)અસદવાસના(દા.ત.હિરણ્યકશિપુની,રાવણની,કંસની,શિશુપાલની) (૩)મિશ્ર વાસના(દા.ત.મનુયોની)   કામવાસના કયા વસે છે ? * ઇન્દ્રિયોમામ્ * મનમાં. * બુધ્ધિમાં.

કામ એટલે શું ? * સ્પર્શનો વિકાર. * વિષય ભોગવવાની ઈચ્છા,તૃષ્ણા,રાગવૃતિ. * ઇન્દ્રિયસુખ પ્રત્યેનું ખએંચાણ.   કામનાનો પ્રભાવ કયારે મંદ પડૅ છે ? *ભગવતતત્વમાં સ્થિર થવાય ત્યારે. * ધર્મ્ય કર્મમાં રચ્યાપચ્યા રહેવાય ત્યારે(જે કર્મો સ્વાર્થથી પ્રેરાઈને થયા છે તે બધાં કામ્ય કર્મોં છે,પણ જે પરમાર્થવૃતિથી,ધર્મથી પ્રેરાઈને થયા હોય છે તે ધર્મ્ય કર્મોં છે)શાસ્ત્રોકારોએ યજ્ઞ,દાન,તપ વગેરેને ધર્મ્ય કર્મોંમાં સમાવેશ કર્યો છે.

કામ,ક્રોધ,લોભ વગેરેને રહેવાનાં ધર કયાં ? * અવિચારીપણામાં. * ઇન્દ્રિયો,મન અને બુધ્ધિમાં   કામ,ક્રોધને વશ કરવાનો ઉપાય શું ? * દેહથી છુડા રહી વિચારવું. * પોતાની ઉન્દ્રિયોને વશ કરવી તેને લીધે મતિ શુધ્ધ અને સ્થિર રહી શકે છે.

આધ્યાત્મની દિશામાં પ્રગતિ થઈ રહી છે તેની કેવી રીતે ખબર પડે? * દ્રન્દ્રરહિત પણાનો અનુભવ થાય તો ખબર પડે. * સંસારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ ઓછુ થતું અનુભવાય. * કામ,ક્રોધ,મદ,મોહ,લોભ અને મ્ત્સર ક્ષીણ થઈ રહ્યા છે તેની અવારનવાર પતીતિ થાય. * સ્થુલથી માડઈ સૂક્ષ્મ કક્ષાના વિચારો ઓગળી રહ્યા છે નિરંતર ચિત શુધ્ધિ થઈ રહી છે,ગહન શાંતિ અન્ર આનંદનો અનુભવ થઈ રહ્યો છે, એવું સર્વ સ્થિતિમાં લાગ્યા કરે. * દ્રન્દ્રને સ્થાને નિદ્રન્દ્ર જોવા મળે,એક જ પરમ ચૈતન્ય વિલસી રહ્યુ છે એવી સમજણની હાજરી રહેવા માંડે.

મોહની શક્તિ શેમાં રહેલી છે ? * દુર્ગુણમય કે દોષસંપન્ન હોય એવા પદાર્થોમાંથી કે વ્યક્તિમાથી અળગા કે મુકત નથી વાતુ તે મ્હની શક્તિને લીધે. -આપણી પ્રકૃતિને શુ રુચિકર છે અને શુ અરુચિકર છે તેની જાણકારી હોવા છેતાં શરીરને હાની પહોચાડનાર પદાર્થને છોડી શકાતો નથી તે મોહને કારણે જ.રોગીને જાણ હોય છે કે ભારે ખોરાક કે તળેલા પદાર્થો તેને માટે ઝેર સમાન છે,છેતાં તે તેને છોડી શકતો નથી કારણકે એવા ખાધ પદાર્થો પ્રત્યે તેને આસર્ષણ છે મોહ  પર વિજય કયારે મળે ? * વાસ્તવિકતા સમજાય તો. * વસ્તુ કે વ્યક્તિની પકડ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors