સજજન વ્યક્તિમનાં તરી આવતાં લક્ષાણૉ કયાં ? * શાંત અને નિર્મળ સ્વભાવ. * સૌ પ્રત્યે આદર. * વિવેકયુક્ત આચરણ. * નીતિ-નિયમોનું પાલન. * પરહિતને પોતાનું હિત સમજવું. * અન્યના દુ;ખને પોતાનું દુ;ખ માનવું. * ક્ષમાવ્રુતિ અને નમ્રતા

મનુષ્ય કેટલા પ્રકારની ઇચ્છા કરે છે ? * દીર્ધાયુષી થવાની. * નીરોગી જીવન જીવવાની. * સ્રી.સંતાનો.કુટૂબીઓ અને મિત્રો તેમ જ સંબંધી-પાડોશીઓનું સુખ મળે તેની. * સારું ખાવા, પીવા, પહેરવા,ઓઢવા મળે તેની. * રહેવા માટે સુવિધાપુર્ણ અને આનંદદાયક મકાન મળે તેની. * વિધ્ધા,જ્ઞાન-વિજ્ઞાનમાં પોતે ખૂબ આગળ વધે તેની * પોતાની સાથે સૌ ન્યાયપુર્વક વર્તે તેની. * મોક્ષાની ઇચ્છા.

જીવનમાં કઈ બાબત વિશેષ લક્ષ્યમાં રાખવા જેવી ? * જે બની ગયું છે તેનો વસવસોનો કરવો;ભગવાનની ઈચ્છાથી થયું છે તેમ માનવું. * વર્તમાન કાળમાં જાગ્રત રહેવું. * પોતે આત્માં છે તેવી સ્મુતિ રાખવી.

જીવનનું સરળ ગણિત કયું ? * કોઈના દોષો સામે દષ્ટિન કરવી. * અહંકાર છોડવો. * હરિસ્મરણ કરવું. * વહેચીં ને ખાવું. * અંતઃકરણ અને શરીર વિકાર રહિત કરવા. * સૌ પ્રત્યે સમભાવ રાખવો. * પુરુષાર્થ કર્યા કરવો; પરિણામ શ્રીહરિને સોપવું; નિષ્કામભાવે કર્મ કર્યા કરવું. * કોઈ જ્ઞાનીજને કહ્યું છે તેમ- સદગુણોનો સરવાળો,ગુણનો ગુણાકાર,બુરાઈની બાદબાકી અને ભ્રમનો ભાગાકાર કરતા રહેવું.

વિશાળ હ્રદયનો મનુષ્ય કોને કહેવો? * કોઈના ગુણને કે દોષને ના જુએ તેને. * ઊપનિષદકારે તેની સુંદર વ્યાખ્યા આપી છે. -પોતાનાથી કાંઈ જુદુ છે તેમે સમજે નહિ. -પોતાનાથી આ જગતમાં કાંઈ જુદુ છે તેમે જુએ નહિ. -પોતાનાથી કોઇ ભિન્ન છે એમ સાંભળે નહિ એ વિશાળ હ્રદયી મનુય છે એમ સમજે,જુએ અને સાંભળે તે સંકુચિત હ્રદયનો મનુષ્ય છે. -ઋષિઓએ વિશાળતાને અમૃત સાથે અને અલ્પતાને મૃત્યુ સાથે જોડી દિધિ છે.

અનાશકય મનુષ્ય કોને કહેવો? * જેનું શરીર કાર્યરત હોય પણ મન શાંત અને નિશ્ચલ હોય. * જે જીવનને જેવું છે તેવું સ્વિકારે. * જે પરિગ્રહોથી મુકત હોય. * જે સહજ ભાવે મળેલાથી સંતુષ્ટ હોય. * સુખ-દુખ આદિ દ્રન્દ્રોથી મુકત હોય,રાગ-દ્રેષ રહિત હોય અને સફળતા-નિષ્ફળતા પરત્વે તટસ્થ હોય.

મનુષ્યને શોભા અપાવે તેવા ગુણો કયાં? * દયા. * ક્ષમા. * શાંતી. * સત્યપ્રીતી. * નમ્રતા,સહિષ્ણુતા, ઉદારતા. * ધુતિ-સ્થિરતા,ધૈર્ય,મક્કમતા. * પવિત્રતા. * મુદ્રુવાણી. * વિશ્વસનિયતા.

જીવનનો અનુભવ મેળવવાનું સાધન કયું ? * ક્રિયા અથવા કર્મ. -કર્મ દ્રારા આ જગતમાં બંધનરુપ શું છે અને મુક્તિરુપ શું છે તેનો ખ્યાલ આવે છે. * અનુભવી પુરુષોનો ગાઢ સહવાસ.

લોભ એટલે શું ? * સંગ્રહ કરવાની વૃતિ. * ન હોય તેને મેળવી લેવાની વૃતિ અને હોય તેને જાળવી રાખવાની વૃતિ.   લોભના પાયામાં શું છે ? * વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટેનો ભય. * વસ્તુ પ્રત્યેનો મોહ. * પરિગ્રહનો ભાવ ાને ભવિષ્ય પ્રત્યે અવિસ્વાસ.   લોભને કોણ શાંત કરી શકે? * પૂર્ણતાનો અનુભવ. * સંતોષ.

કામવાસનાના નિવાસસ્થાનો કયાં છે ? * નેત્ર(રુપ) અને સ્પર્શ. * રાગદ્વેષવાળું મન. * બુધ્ધિ. * દસ ઇન્દ્રિયો.   કામના જાગવાથી શું પરિણામ આવે ? * કામના પૂરી થાય તો લોભ નિર્માણ થાય છે. * કામના પૂરી થવામાં વિધ્ન ઊભું થાય તિ ક્રોધ જન્મે છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors