મનુષ્યે કઈ બાબત નાની અથવા નજીવી ન ગણવી ? * પરમાત્માને. * પાપને, * રોગને. * શત્રુને. * અગ્નિને. * ઝેરના ટીપાને.
મનુષ્યે આંતરિક વિકાસ સાધવો હોય તો પાયાની બાબતો કઈ ? * સાધના. * વ્રુતિઓ અને વાસનાઓ પર અંકુશ. * રાગ-દ્વેષ જેવા ધાડપાડુઓના હાથમાં સપડાવું નહિ. * નિયમિતતા,નિષ્ઠા અને અનાસક્તિ કેળવવી. * પ્રત્યેક પરિસ્થિતીમાં સમતા રખવી. * જ્ઞાન પ્રાપ્તી માટે નિરંતર પુરુષાર્થ કરવો. * કોઇ પણ સંજોગોમાં શ્રધ્ધા ન ડગવી જોઇએ. * ચારિત્રનું જીવની જેમ રક્ષણ કરવું…
પરમાત્માની સહેજે સ્મૃતિ રહે તે માટે શું કરવું? * પ્રત્યેક બાબતમાં ભગવાનને આગળ રાખવા.એટલે કે કર્તાભાવ ન રાખવો.બધુ પ્રભુમય છે અને એમની ઇચ્છાથી જ થઈ રહ્યુ છે એવી નિત્ય જગૃતિ રાખવી. * પરમાત્મા શેઠ છે અને આપણે મુનિમ છીએ એવો નિરંતર ભાવ કેળવવો.
મનુષ્યની મોટી ખામી કઈ ? * પોતાની મુર્ખતા.
કયાં મનુષ્યને પસ્તાવો કરવો પડતો નથી ? * ભગવાનના ભરોસે જીવનારને. * નિરપેક્ષ અને નિરાગ્રહી જીવન જીવનારને. * કામ, ક્રોધ, લોભ,મદ, મોહ.મત્સર જેવી વ્રુતિઓને છોડનાર. * સમજણર્પુર્વક જીવન જીવનારને. * સંયમીત જીવન જીવનારને.
મનુષ્યના સદગુણોને કોણ નષ્ટ કરે છે ? * વ્યકિતભાવનો ધારદાર ભાલા જેવો અહંકાર. * અગ્નિ સમાન દાહક ક્રોધ. * કરવાત જેવી ઇર્ષા. * અવાર નવાર ફણગાની જેમ ફુટી નીકળતી વાસના. * થીજી ગયેલી પાપ વ્રુતિ. * મર્કટે જેવી ચંચળતા. * તળિયા વિનાની કોઠી જેવો લોભ. * રુપ પ્રત્યેનો મોહ અને પ્રિય પ્રત્યેની આસક્તિ.
મનુષ્યમની નિંરાંત કોણ ઝુંટવી લે છે ? * ત્રુષ્ણા. * લોભવ્રુતિ. * સંગ્રહવ્રુતિ. * કીર્તિની લાલસા. * અસંતોષીનો સહવાસ. * મહત્વકાંક્ષા.* અહંકાર..
સંકટ સમયે કઈ બાબતો મનુષ્યને મદદરુપ થાય બને ?. * સ્વાનુભવ * સાચી સમજદારી. * એણે પ્રાપ્ત કરેલુ જ્ઞાન. * એને કરેલું તપ અથવા એની સાધના. * આચરેલો ધર્મ. * આપેલું દાન. * જીવનમાં વણાયેલું સત્ય. * એણે કરેલી સમજપૂર્વકની તીર્થયાત્રા અને સૌથી મહત્વનું એણે કરેલો સત્સંગ.
મનુષ્યને સૌથી વધુ બોજો શેનો લાગે છે ? * તેણે આચરેલા પાપનો.
છેલ્લામાં છેલ્લુ આવરણ કયુ? * સુક્ષ્મ અહંકાર.