સુખી જીવનમાટૅનો ઊપાય શું? * વર્તમાનકાળ નો ઉત્તમ ઉપયોગ. * વિચાર,વાણી અને વર્તનમાં નિર્મળાતા. * નબળા વિચારો નહિ,દુઃખને વાગોળાવું નહી. * ક્રોધને હુંપદનો સંગ નહી. * પરનિંદામાં રસ નહી.લોભની દોસ્તી નહી. * સઆદુ જીવન,સંયમી જીવન.
જીવન સુખમય છે કે દુઃખમય? * મનુષ્ય જીવનનો કઈ રીતે ઉપયોગ કરે છે તેના ઉપર આધાર છે. * વાસનાનો ક્ષય થાય પછી જીવન સુખમય્;વાસનાની હાજરીમાં જીવન દુખઃમય.
આયુષ્યના કયાં સમયે ભગવત સ્મરણ કરવું જોઈએ? * બાળપણથી મૃત્યુ સુધી ભગવતસ્મરણ થઈ શકે તો ઉત્તમ.સાચી કાળજી અને લાગણી હોય તો જ એ શક્ય બને છે. -પણ બાળપણ અણસમજમાં પુરુ થઈ જાય છે. -યુવાની વાસના અને મોહના ફંદમાં રોકાઈ જાય છે -વુધ્ધાવસ્થામાં શરીર રોગનું ધર બનતું જાય છે અથવા સંસારની ઉપાધી ધેરી લેતી હોય છે. * આયુષ્ય અનિશ્ચિત હોવાથ શ્વાસોશ્વાસમાં નામસ્મરણ વણાઈ જાય તેવી જાગૃતિ રાખવી જોઈએ.
કામ, ક્રોધ,લોભ,મોહ અને અહંકાર એ પાચ દુર્ગુણોને રોજબરોજના જીવનમાં જીતવાનો ઉપાય? * કામને જીતવા પરસ્ત્રીને માતા અથવા બહેન ગણવી. * નિર્બળની અવજ્ઞાને પોતાની અવજ્ઞા સમજી તેનું રક્ષણ કરીને ક્રોધ જીતવો. * પરાયા ધન પર દષ્ટિના કરવી અને પોતાનું ધન પરમાત્માએ આપેલું છે માની યોગ્ય સ્થાને વાપરી લોભને જીતવો. * સર્વ સુદર પદાર્થો નાશવંત છે એવી નિત્ય જાગૃતિ રાખી મોહને જીતવો. * પોતાનાથી અનેક ગણા શ્રેષ્ઠ મનુષ્ય આ જગતમાં છે એમ સમજી અહંકારને જીતવો.
પરમાત્મા કોને સહાય કરે છે ? * નિશ્ચયબળાવાળાને. * ઉધમશીલને. * સાહસિકને. * શ્રધ્ધાવાનને.
જીવનમાં સિધ્ધ કરવા જેવું શું છે? * દેહનો સાધન તરીકે ઉપયોગ કરતા શીખવું. * અહંભાવ અથવા અહંહારનું વિસર્જન. * દેહધ્યાસમાંથી મુક્તિ. * હું મન છુ,શરીર છુ એવી ભ્રમણનું નિરસન.
ક્રોધ,લોભ,લોભ,મોહ,મદ અને મત્સર કયારે શસ્ત્રો તજી દે છે? * આ વૃતિઓને ઇન્દ્રિયો દ્રારા વિવેકપુર્વક ઉપયોગ કરવાથી ભગવાનને આગળ રાખી આ વૃતિઓનો ખપ પુરતો ઉપયોગ કરવો. * વ્યવહારમાં કયારેય ફુફાડાની જરૃર પડે છે તો ફુફાડો રાખવો પણ કરડવાની હદ સુધી ના જવું એ વિવેક છે.
ક્રોધ,લોભ, મોહ આદિ વૃતિઓને અસર જલ્દિ કેમ પડે છે? * આ બધી વૃતિઓ સંક્રમણ કે સંચાર કરનારી છે. એની આજુબાજુના પર એની અસર થયા વિના ભાગ્યે જ રહે છે . -ક્રોધી મનુષ્ય અન્ય મનુષ્યમાં ક્રોધ પેદા કરી શકે છે;મોહમાં સપડાયેલો મનુષ્ય અન્યને મોહમાં નાખી શકે છે;ટુંકમાં રોગચાળો જ ફેલાઈ છે એવું નથી;વૃતિઓ પણ ફેલાતી હોય છે અને અન્યને ફસાવતી હોય છે સામી વ્યક્તિ જગ્રત હોય તો જ બચી શકે. * આ બધી વૃતિઓને તરત સક્રિય કરીએ છીએ એટલે તેમનાથી પકડાઈએ છીએ આ વૃતિઓને ચોવીસ કલાક મુલતવી રાખીએ તો એનું જોર […]
જીવન ધડતરમાં પાયાની બાબતો કઈ? * વિચાર અને આચાર. -નિર્મળ અને બળવાન વિચાર તેમ જ નિષ્ઠાપૂર્વકનું નિષ્કામ અને અણિશુધ્ધ આચરણ અથવા પૂરેપૂરી સાવધાની સાથે કરેલું કર્મ જીવનધડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.
સર્વત્ર શ્રી હરિની ઝાંખી કયારે થાય? *દષ્ટિ મૃણ્મય મટી ચિન્મય બને તો.