પરમાત્માને આપણિ વચ્ચે આડુ શું આવે છે? * ઇચ્છાશક્તિ,ક્રિયાશક્તિ અને અજ્ઞાનનાં આવરણો. *કોઈને કોઈ પ્રકારની પકડ. -મનુષ્ય પ્રયત્ન કરી એક પકડમાંથી છુટે તો બીજી પકડમાં આવી જાય છે અને તેને એનો ખ્યાલ પણ રહેતો નથી.

પરમાત્માને કયાં શોધવા ? *પરમાત્માનું સરનામું આપણે જાણાતા નથી પઈ આપણે એને કયાં માર્ગે શોધવાના? ઉતમ માર્ગ એ છે કે પરમાત્મા આપણને શોધે તેવી પરિસ્થિતિ નિર્માણ કરવાની,પરમાત્માને આપણા ઠેકાણાની જાણ છે *પરમાત્મા આપણને શોધે તેવી લાયકાત ઉભી કરવાની. એ થશે એટલે પરમાત્માનો અનુભવ થશે. *જેનું નિરંતર અસ્તિત્વ છે તેની શોધ કરાતી હશે?જે ખોવાઈ ગયુ હોય તે શોધવું પડે,આપણે માયાની રમતમાં ખોવાઈ ગયા છીએઈને લીધે અણુએ અણુમાં સભર એવા પરમાત્માનો અનુભવ થતો નથી.માયાનું વિસ્મરણ થતાં પરમાત્માનું આપોઆપ સ્મરણ થશે.

ઉપાધીમાથી બચવાનો ઉપાય શું ? * શરીરની કાળજી રાખવી,એની ઉપેક્ષા ન કરવી તેમ તેની કાળજી પણ ન રાખવી. * જે બાબતમાં સમજણના પડતી હોય તેમાં ડહાપણ ન કરવું અથવા તેવી બાબતોની જવાબદારીના લેવી. * લોભ,લાલચ કે મોહને વશ થઈ પોતાના ગજા બહારનું હોય તેવું કામ ન સ્વીકારવું . * પોતાની શક્તિઓ અને મર્યાદાઓ બરાબર સમજી લેવી એ તે બાબત સદૈવ જાગ્રત રહેવું. * પોતાના અહંને પોષવાની માથાકુટમાં ન પડવું. * ધરધણી મટી સેવક બનવું; શેઠ મટી મુનીમ બનવું. કર્તાભાવ ન આવવા દેવો. * જે જાણતા ન હોઈએ તેની ચિંત્તાના કરવી.

ઇશ્વર અને જીવ વચ્ચે નજરે ચડે એવો ભેદ કયો ? * ઇશ્વરને દેહ પ્રત્યે મમત્વ નથી, જયારે જીવને છે. * ઇશ્વરમાં સામર્થ્ય છે,પણ ઇચ્છા નથી. જીવમાં ઇચ્છા છે, પણ સામર્થ્ય નથી.

ઊંચામાં ઊંચી વિધા કઈ છે? * સોહમ્-તે હું છું-તે વિશેનું જ્ઞાન. -અહિ તે એટલે પરમાત્મા,પરમશકિત આપણું પુદગલ શેના આધારે તૈયાર થાય છે? * કર્મના નિયમ અનુસાર.

આત્મ સ્વરુપમાં સ્થિર થવાનું કારણ કયું? * અનુભવીનો સંગ. * દઢ વૈરાગ્ય.

ક્ષેત્રજ્ઞ કોને કહેવાય ? * ક્ષેત્રથી પોતે જુદો છે એવા દઢ નિશ્ચયવાળો. * જે ક્ષેત્રને શરીર સારી રીતે જાણે છે તે. * અંતઃકરણનો સાક્ષી આત્મા એજ ક્ષેત્રજ્ઞ છે. * જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો પરસ્પર સંબંધ અને મહત્વ બરાબર સમજી લે છે અને રોજ-બરોજના જીવનમાં આ જ્ઞાનનો ઇપયોગ કરે છે તેજ ખરો ક્ષેત્રજ્ઞ કહેવાય.

દિવ્યતા ભણી જવાનું પ્રથમ પગથિયું કયું? * પ્રેમ.

અનુભવજ્ઞાન કોને કહેવાય? * આચરણ દ્રારા પ્રાપ્ત થયેલ જ્ઞાનને. સૂક્ષ્મ બાબતો કયારે સમજાય? * બુધ્ધિ એકગ્ર,નિર્મળ અને સત્યાનુસંધન કરનારી બને ત્યારે.

પરમહંસ કોને કહેવાય? * દંડને ધારણા કરનાર. * મસ્તક મૂડાવી નાખનાર. * યજ્ઞોપવીત વગરના. * વેદોકત વર્ણાશ્રમ કર્મો ત્યજી દેનાર. * આત્મામાં જ સ્થિતિવાળા. * પરમ બ્રહ્મનો સાક્ષાત કરનાર.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors