ષડરિપુઓ તરીકે ઓળખાતા કામ,ક્રોધ વગેરના પ્રભાવમાંથી બચવા શું કરવું? * \’સ્વ\’માં સ્થિર રહેવું. -અહિ \’સ્વ\’ એટલે અહેં રહિત આત્મતત્વ.
રોજબરોજના જીવનમાં શાંતી જોઈતી હોય તો શું કરવું જોઇએ ? * વ્યવસ્થિત અને નિયમિત જીવન કરી દેવું જોઈએ. * અન્યની ભાંગજડમાં ન પડવું. * ચિત્તને અંદરની ચેતના પર એકાગ્ર કરી હાથમાં લીશેલ કાર્યમાં રોકવું * ક્ષણજીવી પદાર્થોમાં સુખ ન શોધવું. * વાણી પર સંયમ રાખવો; વ્યવહારમાં ચોખ્ખા રહેવું. * આળસ કે પ્રમાદ ન સેવવા. * કલેશ તેમ કંકાસથી આધા રહેવું. * અન્યને શાંતી અને આનંદ મળે તેની સતત કાળજી રાખવી. * અન્યની અપેક્ષાઓને સમજવાની-સંતોષવાની તૈયારી રાખવી. * નિરર્થક ચિંત્તાઓ,બિનજરુરી વાતો અને ખોટા વળગણો ન કરવા.
જીવનની ધન્યતાનો કોને અનુભવ થાય? * જેણે ઇરાદાપૂર્વક કોઈનું અહિત કર્યુ નથી. * જેના હ્રદયમાં અન્ય વિશે દ્રેષભાવ જન્મયો નથી. * અન્યની નિંદામાં કે પોતાની પ્રશંસામાં જેણે રસ લીધો નથી. * જેનામાં કોઈની પાસેથી કશું લઈ લેવાનો ભાવ જન્મયો નથી. * જેણે સ્વાર્થ બુધ્ધિ વિકસવા દિધી નથી. * નક્કી કરેલા ધ્વેય ભણી જેણૅ દઢતાથી પગલાં ભર્યા છેને નિશ્ચયને ઢીલો પડવા દિધો નથી. * સમજણના આઠેય અંગો(વિવેક,વિચાર,નિશ્ચય,પરિણામી દષ્ટિ,મોન,ધીરજ,યુક્તિ અને તટસ્થતા)પરત્વ્ર જે જાગ્રત છે. * જેનું દેહાભિમાન ઓગળી ગયુ છે અને પોતે જ આત્મા છે એવો અનુભવ કર્યો છે.
જીવનમાં સંગ્રહવા જેવું શું? *સમજણપુર્વકનો વિવેક.
રૂપ પ્રત્યેના આકર્ષણથી બચવા શું કરવું? * એના ક્ષણભંગુરનો વિચાર કરવો. * રૂપના સર્જનહારનું ચિંતન કરવું;રૂપ આટલુ સારૂ હોય તો તેનો સર્જનહાર કેટલો મનમોહક હશે? એટલે રૂપ કરતા રૂપ આપનાર સ્વામીની શોધ કરવા લાગી જવું. * ચામડીની અંદર રહેલા માંસ-મજ્જા અને અસ્થિનો વિચાર કરવો. * ગુણને પ્રાધાન્ય આપવા માડવું.
જીવનને ધન્ય કરવા કયો માર્ગ ગ્રહણ કરવો? * તટસ્થ રહી જાતને ફંફોસવાનો,એટલે કે અંતર્યાત્રાનો માર્ગ. * જે માર્ગે જવાથી અજ્ઞાનનો કાટ ધસાઈ જાય અને ભક્તિ,ધર્મ,સદાચાર વગેરેથી આત્માની પ્રતીતિ થાય.
સુખી જીવનમાટૅનો ઊપાય શું? * વર્તમાનકાળ નો ઉત્તમ ઉપયોગ. * વિચાર,વાણી અને વર્તનમાં નિર્મળાતા. * નબળા વિચારો નહિ,દુઃખને વાગોળાવું નહી. * ક્રોધને હુંપદનો સંગ નહી. * પરનિંદામાં રસ નહી.લોભની દોસ્તી નહી. * સઆદુ જીવન,સંયમી જીવન.
જીવન સુખમય છે કે દુઃખમય? * મનુષ્ય જીવનનો કઈ રીતે ઉપયોગ કરે છે તેના ઉપર આધાર છે. * વાસનાનો ક્ષય થાય પછી જીવન સુખમય્;વાસનાની હાજરીમાં જીવન દુખઃમય.
આયુષ્યના કયાં સમયે ભગવત સ્મરણ કરવું જોઈએ? * બાળપણથી મૃત્યુ સુધી ભગવતસ્મરણ થઈ શકે તો ઉત્તમ.સાચી કાળજી અને લાગણી હોય તો જ એ શક્ય બને છે. -પણ બાળપણ અણસમજમાં પુરુ થઈ જાય છે. -યુવાની વાસના અને મોહના ફંદમાં રોકાઈ જાય છે -વુધ્ધાવસ્થામાં શરીર રોગનું ધર બનતું જાય છે અથવા સંસારની ઉપાધી ધેરી લેતી હોય છે. * આયુષ્ય અનિશ્ચિત હોવાથ શ્વાસોશ્વાસમાં નામસ્મરણ વણાઈ જાય તેવી જાગૃતિ રાખવી જોઈએ.
કામ, ક્રોધ,લોભ,મોહ અને અહંકાર એ પાચ દુર્ગુણોને રોજબરોજના જીવનમાં જીતવાનો ઉપાય? * કામને જીતવા પરસ્ત્રીને માતા અથવા બહેન ગણવી. * નિર્બળની અવજ્ઞાને પોતાની અવજ્ઞા સમજી તેનું રક્ષણ કરીને ક્રોધ જીતવો. * પરાયા ધન પર દષ્ટિના કરવી અને પોતાનું ધન પરમાત્માએ આપેલું છે માની યોગ્ય સ્થાને વાપરી લોભને જીતવો. * સર્વ સુદર પદાર્થો નાશવંત છે એવી નિત્ય જાગૃતિ રાખી મોહને જીતવો. * પોતાનાથી અનેક ગણા શ્રેષ્ઠ મનુષ્ય આ જગતમાં છે એમ સમજી અહંકારને જીતવો.