ભગવાનના અનેક નામ શા માટૅ? * એમની ગુણ સમૃધ્ધિ પ્રગટ કરવા.

જીવનમાં શેનાથી દુર રહેવું જોઈએ ? * કુસંગથી. * પાખંડથી. * અધર્મ,અનીતી અને અસત્યથી.

અનાશક્ત મનુષ્ય કોને કહેવો? * જેનું શરીર કાર્યરત હોય પણ મન શાંત અને નિશ્ચલ હોય. * જે જીવનને જેવું છે તેવું સ્વિકારે. * જે પરિગ્રહોથી મુકત હોય. * જે સહજ ભાવે મળેલાથી સંતુષ્ટ હોય. * સુખ-દુખ આદિ દ્રન્દ્રોથી મુકત હોય,રાગ-દ્રેષ રહિત હોય અને સફળતા-નિષ્ફળતા પરત્વે તટસ્થ હોય.

ભગવાન સજજનોને પણ શા માટે ટપલાં મારે છે ? * સાચી વસ્તુની સ્મુતિ રહે તે માટે. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.

ક્રોધ,લોભ,લોભ,મોહ,મદ અને મત્સરમાંથી છુટવાનો ઉપાય શું? * આ છમાંથી કોઈને પણ વિચાર દ્રારા પરિણામનું દર્શન કરાવી દઈએ તો એ દોષ કરતાં અટકી જઈઅએ. એમાં આપણે સપડાઈએ તે પહેલા બુધ્ધિને પરિણામનું સરખી રીતે દર્શન કરાવી દેવું જોઈએ.

પરમાત્માને અર્પણ કરવા જેવું શું? * શરીર સહિત દશ્ય માત્ર પરમાત્માનું જ છે એમ સમજવું. * ઇન્દ્રિયો અને * અન્તઃકરણ

જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ ખરો? *શક્તિ અને શક્તિના ધારક જેવો.

ઇશ્વર કોના પર અનુગ્રહ કરે છે ? * સ્વાર્થરહિત વ્યકિત પ્રત્યે. * જેના મનના વેગ અથવા વિષયો શાંત થઈ ગયા છે ? * જેણે શુભ કર્મો જ કરવાનો સંકલ્પ કર્યો છે. * જે એકાગ્રતાથી તેની સાથે સંબંધ જોડે છે. * જે સરળ છે, નમ્ર છે,શ્રદ્દાવાન છે અને અહંભાવથી રહિત છે.

જીવનવિષયક સંદ્ર્હો કયારે ટળૅ? * મન દ્રન્દ્રરહિત થાય. * મન કોઈપણ જાતના ઉપદ્રવ્યો વિનાનું થાય,નિષ્કામ અને ચંચળતા-વિહોણું થાય.શોક,મોહ અને ભયરહિત થાય ત્યારે

પરમાત્માની શક્તિ કઈ? *નિશ્ચય્. પરમાત્માની શક્તિનો કયારે અનુભ થાય? * નામરૂપને સમર્પિત થતા આવડે તો.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors