મન તાણનો અનુભવ કયારે કરે છે? * ધારણા કરતાં વિરુધ્ધ પરિણામો આવે ત્યારે. * મન કોઈ જાતની ઇચ્છા કે કામના રાખી મન કર્મમાં રવૃત થાય છે ત્યારે. *ઈચ્છાઓનો બોજો ઊચકીને ફરે છે ત્યારે. * બધી ગણતરી ઊધી અડતી હોય ત્યારે. * અણાકલ્પ્પ્યું અનિષ્ટ બની જાય કે કોઈ સ્વજન વિસ્વાસધાત કરે ત્યારે. * પોતાની આસપાસનું વાતાવરણ કલુષિત હોય;ાતિ નિકટના સ્વજનો દાદ દેતાં ન હોય અને ગેરસમજ ફેલાયા કરતી હોય ત્યારે. * વાસનાઓ તીવ્ર બને ત્યારે. * કર્તાપણાના ભાવની પકડ હોય ત્યારે.
મનને શક્તિ કોણ આપે છે? * આત્મનિર્ભરતા.
ચિત્તમાં શાંતિ જળવાઈ રહે તે માટે શું કરવું ? * કર્મના નિયમોને બરાબર સમજી લેવા. * \’હુ\’પણાના ભાવથી અલિપ્તતા મેળવવી. * ભગવાન જે કરે છે તે સારા માટે એવો દઢ નિશ્ચય કરવો. * અન્યના સુખે સુખી થવું. * વહેતા જળની જેમ નિર્મળ રહેવું.
મન જ વિષયોમાં આસક્ત થઈ જાય તો શું થાય? * મનને એક બાજુ મુંકી દેવું જોઈએ અથવા તેને પરિણામનું સર્શન કરાવવું જોઈએ. * સાધના અશક્ય બની જાય.
મનમાં ભિન્ન ભિન્ન પ્રકારનું સામર્થ્ય કયા કારણે છે ? * દસેય ઇન્દ્રિયો સાથેના સીધા સંબંધને કારણે. * સત્વ,રજસ અને તમસ -આ ત્રણ ગુણોના પરિણામ ભેદને કારણે.
મનને કોણ પકડી શકે? * મન જ . -હીરાથી હીરા કપાય છે તેમ મનથી મન પકડાય છે પુરુષાર્થ અને હરિકૃપાનો સંયોગ થાય તો જ મન મનને પકડવા તત્પર થાય છે.
મનને તાણમાંથી કેવી રીતે બચાવવું? * પોતાની ધારણાને બાજુએ મુકી ઇશ્વરેચ્છાને આધીન બનવું. * તાણના કારણને બરાબર સમજી લેવું જોઈએ. * મન કર્મમાં નિષ્ડા રાખવાને બદલે તેનાણ ફળમાં રોકાઈ જાય છે અથવા ફળની લાલસા ઊભી થાય છે મન ભય,લોભ,સ્વાર્થ,શંકા વગેરે વૃતિઓથી ધેરાઈઅ જાય છે એટલે. -ફળની લોલુપતા ન રાખવી. -નિષ્કામ ભાવે કર્મ કરવું. -કર્મનો ત્યાગ નહીં પણ તેના ફળનો વાવસો ન કરવો. * પ્રારંભોમાંથી બચવું- શરૂઆતમાં વધુ પડતો ઉત્સાહ ન બતાવી દેવો. * હાથ લીધેલું કાર્ય ઊહાપોહ કર્યા વિના બેઠી ઢબે પાર પાડવું. * સાદુ અને સંયમી જીવન બનાવવું. * […]
ભગવાન પ્રત્યે પ્રેમ કયારે વધે? *વિષયો પરની આસકતિ ઓછી થવા માંડે ત્યારે.
મન કયારે સ્થિર થાય? * અહી બધુ અસ્થિર છે અસ્થિરના સણ્ગમઆં મન સ્થિર ન થાય,એટલે સ્થાયી તત્વ એવા પરમાત્મામાં મન રોકાય ત્યારે જ તે સ્થિર બને. * અવિનાશી પરમાત્મા મનનું લક્ષ્ય બને ત્યારે.સ્થુલ પદાર્થોથી મનને સાચી તૃપ્તિ મળતી નથી કારણ કે મનની જેમ પદાર્થો પણ પરિવર્તનશીલ છે.
મનને પકડવાનો ઉપાય શું? * અભ્યાસ અને વૈરાગ્ય દઢ કરતા જવા.