મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે શિધ્ધ કરી શકે? * \’લધુતાસે પ્રભુતા મિલે\’ એ સુત્રનો ઉપયોગ કરવાથી. * અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે. * સત્-ચિત-આનંદમાં રમમાણ રહે. * કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય. * ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે. * બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.
આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો? * જેની ઇચ્છાઓનો લય થઈ ગયો હોય. * જે બાહ્ય વસ્તુઓ પર ખપ પુરતું જ અવલંબન રાખે અથવા જે વધુને વધુ આત્મનિર્ભય સ્થિત ભણી અવિરત ગતિ કરી રહ્યો હોય. * જે કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ કે સંધર્ષોથી પર હોય,પ્રત્યાધાતોથી મુકત હોય. * જે સુખમાં ગૌરવ કરે નહી અને દુઃખમાં વિહવળ થાય નહી;બંને સ્થિતિમાં સમતા ધારણ કરે. * જેનો રાગ-દ્રેષ શમી ગયા હોય. * જે સહજ અને અવાભિવિક જીવન જીવે.
મનુષ્યને સૌથી વધુ પ્રિય શું છે? * પોતાનો દેહ અથવા પોતાનો પ્રાણ.
ખરો મુમુક્ષ કોને કહેવો? * આ જીવનમાં જ જેને મુકતપણાનો અનુભવ કરવો છે તેને. * જે જ્ઞાનને માત્ર વિચારની ભુમિકા ન રાખતાં સતત આચારમાં મુકે તેને.
પ્રજ્ઞાવાન વ્યક્તિ કોને કહેવાય? * તત્ત્વદર્શીને. * જેની બુધ્ધિમાં તૃષ્ણા અને વેર માનશેષ થઈ ગયા છે તેને.
મૂઢ મનુષ્ય કોને કહેવો ? * જે વિષયોમાં વિશેષપણે ડુબેલો છે. * જે પોતાના ત્રાજવે સૌને તોલે છે, * જે અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની માને છે. * જેનામાં અજ્ઞાન અને અહંકારનું સંયોજન થયું છે. * પોતે જે ડાળી પર બેઠો છે તેને કાપે, * ભગવતગીતા અનુસાર – વ્યર્થ આશા રાખનાર. – વ્યર્થ કર્મ કરનાર. – વ્યર્થ જ્ઞાનને વળગી રહેનાર. – જે આશા કદી ફળીભુત ન થાય તેવી હોય તે વ્યર્થ આશા. – જે કર્મમાંથી આનંદ ન જન્મતો હોય તે યર્થ કર્મ. – જે જ્ઞાનથી આપણામાં શુભ ફેરફાર ન થાય […]
ખરો ભાગ્યશાળી મનુષ્ય કોને કહેવાય? * જે ભાગ્યથી મુકત છે. * જેની બુધ્ધિ નિર્મળ થઈ ગઈ છે. * જે રાગ-દ્રેષ,ક્રોધ,લોભથી મુકત છે. * જે સુખ દુઃખને સમાન લેખે છે. * જેને દિયપ્રેમનો સ્પર્શ થઈ ગતો છે. * જેના અંતરના દ્રાર ઉધડી ગયા છે.
ખરેખર જાગૃત મનુષ્ય કોને કહેવાય? * ઓતે કોણ છે તે નક્કી કરી પોતાની સ્મૃતિ સહિત કાર્ય કરે તે. * જે સદ- અસદનો વિવેક કરી શજે તે.
* જે બીજનો બગડેલો છે.જે જાણતો હોવા છતા માનતો નથી તે. * જે પોતે પોતાને જાણતો નથી. * જે માત્ર શરીરની આળપંપાર કર્યા કરે છે. * બે વ્યક્તિ વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં માથુ મારે છે. * પોતાને બુધ્ધિમાન અને અન્યને ઓછી બુધ્ધિના ગણે છે. * કંચનસમા મનુષ્ય-જન્મને કથીરસમો ગણી વેડફી નાખે છે. * જે સવળું છે તેને અવળું જુએ છે.
મનને જીતવાના ઉપાય કયા? * મનને જીતવા કરતાં મનનો ઇન્દ્રિયો સાથે સંબંધ ન થવા દેવો અથવા મનની અવગણના કરવી. * સત્સંગ. * તૃષ્ણાનો ત્યાગ. * ભગવતચિંતન * પ્રાણનું નિયમન * સત વસ્તુઓનો સંગ કરવો.જયારે અન્ય પદાર્થોનો જરુર પુરતો ઉપયોગ કરવો.