કડવાશ અને મીઠાશ કયાં રહેલા છે? *જીભમાં
આળસું અને નિવૃત મનુષ્યમાં શું ફેર? * કામ ઊભું કરશો તો આળસું મનુષ્ય નહિ કરે જયારે નિવૃત મનુષ્ય કામ કરવા તૈયાર થશે.
મનુષ્ય અંતકાળ સુધી શું ગુપ્ત રાખવા ઇચ્છે છે? * પોતે કરેલા પાપ અથવા પોતાના દોષ.
મનુષ્યમાત્રને દિલાસો આપનાર કોણ છે? * આશા. – આજે નહિ તો કાલે સુખનો સુર્ય ઊગશે એવી આશાએ મનુષ્યને કપરાકાળમાં પણ આશ્વાસન મળતું હોય છે.
કયું આચરણ શ્રેષ્ટ ? * કપટ રહિત આચરણ અથવા નિર્દોષભાવે થયેલું આચરણ. * જે વર્તનથી આપણી અને સામી વ્યક્તિના આનંદ અને શાંતિ ટકી રહેતા હોય તેમ ઉત્તમ વર્તન.
કયું ઝેર દૂર કરવાની મનુષ્યે કાળજી રાખવી? * ઇર્ષારૂપી ઝેરને. * દષ્ટિમાં,વાણીમાં અને વિચારોમાં રહેલ ઝેર મનુષ્યને પોતાને તો નુકશાન પહોચાડે છે પણ અન્યને ય હાનિકારક છે, એટલે આ પ્રકારના ઝેરને સમજણથી દૂર કરવું,અમી દષ્ટિ કેળવવી,વિચાર,વાણી અને વર્તન નિર્મળ રાખવા.
મન કયારે નિર્મળ થાય? * વાસના રૂપી મળ નાશ પામે ત્યાર્.
મનુષ્યનું આત્મબળ કયારે વધે?
મનુષ્યને તૃષ્ણા દોરી રહી છે કે પરમશક્તિ તેની શી રીતે જાણ થાય? * તૃષ્ણા દોરી રહી હોય ત્યારે સ્વાર્થ જન્ય વાસનાઓ પ્રદીપ્ત થાય આશક્તિની માત્રા વધે;આસુરી ગુણો વર્ધમાન થાય ઇન્દ્રિયો સક્રિય બને. * પરમશક્તિ દોરતી હોય ત્યારે વાસનાઓનો ક્ષય થાય,ાનાશક્તિ સ્થિર રહે;દૈવી ગુણોનો ઉદય થાય; આનંદ માટે ઇન્દ્રિયોનો આશ્રય ન લેવો પડે.
ખરો વીર પુરુષ અથવ વીરાંગના કોને કહેવાય? * વ્યભિચારથી બચી જાય તે. * જેની વીરતાના મુળમાં અભિમાન કે આવેશ ન હોય પણ વિવેક હોય. * જે મૃત્યુના ભયનો સામનો કરી શકે? * શરીર અને પ્રાણ માટેની જેની આસ્જક્તિ ચાલી ગઈ હોય. * જે અન્યાય અને અત્યાચારની સામે નિર્ભય બની સંધર્ષ કરે.