અભ્યાસમાં મહત્વના અંગ કયાં? * નિત્યપણૂં. * નિયમિતપણૂં.
કાળજીપ્રુર્વક શું સાચવવું ? * વર્તમાનકાળ.
વ્યવહાર કરવાની ઉત્તમ રીત કઈ ? * વ્યવહાર પરમાત્માનો જ છે એમ સમજીને જ કરવો જોઈએ.
યોગમાર્ગમાં પ્રાધાન્ય શું? * ધ્યાન.
મનને શેનો રોગ લાગુ પડે છે? * શેખચલ્લીપણાનો. * દશ્યસૃષ્ટિનો. -જગતના પદાર્થો જોઈ મન ચંચળ અને વિક્ષિપ્ત બને છેમનની આકાંક્ષાઓ આકાશ જેટાલી અનંત બને છે અને હાથમાં હવાના બાચકા સિવાય કાંઈ આવતું નથી.આથી મન શિથિલ અને નાસીપાસ થઈ માંદલું બની જાય છે.
ઉત્તમ કોને માનવું ? * અનાયાસે આવી મળે તેને.
સૌથી પ્રબળ અગ્નિ કયો? * જ્ઞાનાગ્નિ.
ખરો અંધકાર કયો ? * દષ્ટિની મર્યાદા વધારે. * હ્રદયને મલિન કરે..
આપણામાં સંવદિતા કેમ ટકતી નથી? * સત્ત્વ,રજસ અને તમસ એ ત્રણ ગુણોના ધર્ષણને કારણે.
સારું રહેઠાણ કયું? * જયાં સુખ અને શાંતીથી રહી શકાય તે.