જ્ઞાનનો ઉદય થયો તે કેવી રીતે જાણી શકાય?

જ્ઞાનનો ઉદય થયો તે કેવી રીતે જાણી શકાય? * વર્તમાનમાં ચિત સ્થિર થાય. * ઇચ્છાઓ પલાઠી વાળીને બેસી જાય. * રાગ-દ્રેષ સમી જાય. * નિર્ભયતા અને આનંદનો અનુભવ થાય.

મનને સન્માર્ગે વાળાવા શું કરવું? મનને સન્માર્ગે વાળાવા શું કરવું? મનને સન્માર્ગે વાળાવા શું કરવું?

મનને સન્માર્ગે વાળાવા શું કરવું? * સાચું હોય તેનો ખચકાટ વિના સ્વીકાર કરવો.અસત્યની આળપંપાળા ન કરવી. * સંસારમાં કોઈ પ્રત્યે રાગદ્રેષ ન રાખવા.સૌ પોતપોતાને સ્થાને બરાબર છે. * સમવૃતિ કેળવી જીતવું.એટલે કે ન આસક્તિ રાખવી ન ધિક્કાર. * આચરણ પ્રત્યે સાવધ રહેવું.આચરણ જેટાલું ઉચ્ચ અને પવિત્ર તેટલું જીવન સુગંધમય. * ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવવું.

મનની સમય પુરતી એકગ્રતા માટેનાં સાધનો કયાં?

મનની સમય પુરતી એકગ્રતા માટેનાં સાધનો કયાં? * પ્રાણાયામ. * ઇન્દ્રિયસંયમ. * સત્સંગ. * સ્વાધ્યાય.

સાચુ જ્ઞાન કયું?

સાચુ જ્ઞાન કયું?. * જે જ્ઞાન અભેદનું દર્શન કરાવે તે. * પોતે કોણ છે-આત્મા કે શરીર તે જાણી અને તે પ્રમાણે વર્તવું.-અથવા નિત્ય- અનિત્યનો વિવેક કરી નિત્યમાં સ્થિર થવું. * જેવી રીતે શરીરમાં પોતે છે તેમ જ સમષ્ટિમાં પરમાત્મા છે તેમ સમજવું તે સાચુ જ્ઞાન. * પોતાને પોતાની ઓળખાણ કરાવનાર. * માયાના બંધનમાથી મુકત કરનાર. * અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર. * પ્રકાશમાં સ્થિર કરી પરમાત્મા સાથે જોડનાર. * પોતાની,પરમાત્માની,જીવની તથા ચોવીસ તત્વોની ઓળખાણ. * જેમાં જ્ઞાનનું તો નહિ જ પણ અન્ય કોઈ પ્રકારનું  અભિમાન હોતું નથી. * સર્વત્ર બ્રહ્મદર્શન.

જ્ઞાન પ્રાપ્તની રીત કઈ ?

જ્ઞાન પ્રાપ્તની રીત કઈ ? * શ્રુતિ- શાસ્ત્રોનું  પઠન. * યુક્તિ- તર્ક વિચાર,દાખલા-દષ્ટાંતો,દલીલો દ્રારા. * અનુભવ. * શ્રુતિ,યુક્તિ અને અનુભવ એ ત્રણેયનો સમન્વય ઉત્તમ.

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી? * ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

મનના આવેગને શાંત રાખવા કઈ બાબત ધ્યાનમાં રાખવી ?

મનના આવેગને શાંત રાખવા કઈ બાબત ધ્યાનમાં રાખવી ? * ખાલી હાથે આવ્યો છુ અને ખાલખાથે જવાનો છુ,આ બાબત નિત્ય સ્મરણમાં રહે તો મનની ધણી દોડધામ ઓછી થઈ જાય.

સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ?

સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ? * હેતુની સ્થિરતા. * દઢ નિશ્ચય. * ધ્વેયની દિશામાં ગતિ. * આત્મવિશ્વાસ. * આળસ અને બેદરકારીપણાનો.ત્યાગ.

ભારતીય પ્રજા આટલી દુઃખી છે તેના કારણો કયાં? * ભષ્ટાચાર. * આગેવાનોમાં દંભ અને પાખંડની બોલબાલા. * ધોર પ્રમાદ. * પ્રબળ ઇર્ષાવૃતિ. * બધું ભાગ્યપર છોડી દેવાનું વલણ. * ધનને અપાતું વધુ પડતું મહત્વ. * બેહદ સ્વાર્થવૃતિ. * અશુધ્ધ સાધનો દ્રારા સફળતા પ્રાપ્ત કરનારાઓને અપાતું મહત્વ. * અન્યનું શોષણ કરવાની વૃતિ.  

આત્મજ્ઞાન કોને થતું નથી ?

આત્મજ્ઞાન કોને થતું નથી ? * જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તેને.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors