ભારતીય પ્રજા આટલી દુઃખી છે તેના કારણો કયાં? * ભષ્ટાચાર. * આગેવાનોમાં દંભ અને પાખંડની બોલબાલા. * ધોર પ્રમાદ. * પ્રબળ ઇર્ષાવૃતિ. * બધું ભાગ્યપર છોડી દેવાનું વલણ. * ધનને અપાતું વધુ પડતું મહત્વ. * બેહદ સ્વાર્થવૃતિ. * અશુધ્ધ સાધનો દ્રારા સફળતા પ્રાપ્ત કરનારાઓને અપાતું મહત્વ. * અન્યનું શોષણ કરવાની વૃતિ.
જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું? * જ્ઞાની પરિપકવ થયેલા સ્રિફળ જેવો છે. અને અજ્ઞાની કાચા નાળિયર જેવો . * પાકા નાળિયેરની અંદર કાચલી અને કોપરાનો ગોટો અલગ પડી ગયેલા હોય છે, તેમ જ્ઞાનીની સમજમાં શરીર અને આત્મા ભિન્ન છે. જ્ઞાની શરીર અને આત્મા ને અલગ પાડીને જુવે જીવે છે. * કાચા નાળિયેરમાં કાચલી અને કોપરુ ચોટેલુ હોય છે. અજ્ઞાનીની મનુષ્ય શરીર અને આત્માને જોડાયેલા માને છે. * જ્ઞાની મનુષ્ય શરીર અને આત્માનું તાદાત્મ્ય નથી કરતો; જયારે અજ્ઞાની મનુષ્ય બંનૈ વચ્ચે તાદાત્મ્ય સાધે છે.
અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ? * અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે. -અહંભાવ રાખવો -રાગ કે મોહમાં રોકાયેલા રહેવું. – દ્રેષનું સેવન કરવું. – જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી. – અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર. – આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.