ખરી ઉપાસના કઈ ? * ભગવાનના સાનિધ્યમાં બેસવા અધિકાર મેળવવા માટૅના પુરુષાર્થને સાચી ઉપાસના કહેવી જોઈએ. * પરમાત્માની કૃપા ઝીલવા માટ સમગ્ર ચેતનતંત્રને ખુલ્લુ મુકવું. * પ્રત્યેક વિચાર,વાણી અને કાર્યમાં પરમાત્માને આગળા રાખવા. * કર્તાભાવ આવવા ન દેવો. * સર્વના કલ્યાણનો ભાવ સેવ્યા કરવો. * હ્રદય ભીનું રહે તે રીતે પુજા-પ્રાર્થના કરવી. ઉપાશનાના પગથિયા કયાં ? * આવાહન. * પ્રસ્થાપન. * સમર્પણ.
પોતાને ઓળખવાની રીત કઈ ? * પોતાને પોતાની ઓળખાણ એટલે જ સમગ્ર સર્ગને ઓળખી લેવો.એટાલે ઓળખનારો આપોઆપ જુદો પડી જશે. * પોતાના અંતઃકરણને દર્પણની જેમ સ્વચ્છ બનાવી દેવું. * અંતરથી ઊઠતા વિચારોને જોવાની ટેવ પાડવી. * ઈન્દ્રિયોના વ્યવહાર પર ધ્યાન રાખવું. પ્રકૃતિ શું છે? * પરમાત્માની ક્રિયાશક્તિ. * પરમાત્માનું સ્ફુરણ. પ્રકૃતિને શા માટૅ \’જડ\’ કહી છે ? * જીવ, આત્મા કે પરમાત્માના સંબંધ વિના પ્રકૃતિ પોતાની મેળે કાંઈ કર શકવા સમર્થ નથી એટલે
ભગવત્પ્રાપ્તિ માટેના સુલભ સાધનો કયાં છે? * ભક્તિ. * શીલ. * સદાચાર. * સત્કર્મમાં નિષ્ઠા. આપણુ લક્ષ્યાક શું છે? * અસત્યમાથી મુકત થઈ સત્ય ભણી પ્રયાસ કરાવું. * અંધકાર છોડી પ્રકાશ ભણી ગતિ કરવી. * ક્ષણિક,ક્ષણભંગુર અને નાશવંતનો સથવારો છોડી નિત્ય-શાસ્વત-સનાતન ભણી ડગ ભરવા.
અંદરનો બગાડ દુર કરવાનું સાધન કયું ? * કર્તાપણાનો અને ભેકતાપણાનો ભાવ જાગે ત્યારે. આપણી અંદર રહેલા મેલને દુર કરવા શું કરવું જોઇએ? * યાંત્રીક જીવન જીવવાને બદલે નિત્ય જાગ્રત પણે જીવવું, જેથી આપણી નબળાઇઓનો ખ્યાલ આવે. * નબળાઈઓને વળગી રહેવાને બદલે વીણીવીણીને બહાર કાઢવી. * આપણી અંદરની શુભ શકિતઓ બળવાન બને તે માટે નિત્ય નામ સ્મારણ,શુભ વાંચન અને સત્સંગનું સેવન કરવું. * સદગુણોનો સરવળૉ કરતા જવું. * ભાગવાનને આગળ રાખી બધાં કર્મ કરવાં.
જાતને ઓળખવી એટલે શું ? * પોતે કોણ છે તે નક્કી કરી લેવું તે. * પોતાને જે સ્વભાવ પ્રાપ્ત થયો છે તેના બંધનમાંથી છુટવું, તેની પકડમાંથી મુક્ત થવું. * મનની પ્રક્રિયાઓને થંભાવી દેવી.
ભગવાન સાથે પાકુ જોડાણ થયુ છે એમ કયારે કહેવાય ? * ચંચલ મનને ભગવાનના ચરણૉમાં સમર્પિત કર્યુ હોય તો. * અહં સંપૂર્ણપણે ઓગળી ગયું હોય તો. * નિષ્કામભાવે ભક્તિ થતી હોય તો. * દેહના પાચ વિષયોને (શબ્દ,સ્પર્શ,રૂપ,રસાને ગંધ)ભગવાનના ચરણોમાં સોપ્યા હોય તો. આપણૅ પ્રભુમય કયારે થઈ શકીએ ? * આપણા શ્વાસ-ઊચ્છવાસમાં,હ્રદયના પ્રત્યેક ધબકારમા,ઊધતાં-જાગતાં,સ્વપ્નમાં-સુષુપ્તિમાં,ખાતાં-પીતાં,બોલતાં ચાલતાં,કહો કે પ્રત્યેક ક્રિયા અને કર્મમાં અથવા નિષ્કામ કર્મમાં,આપણી અંદર રહેલા અવકાશ-નિરાવકાશમાં ભગવાનની હાજરી રહે ત્યારે અથવા આપણૂં અણુએ અણૂ એમનામાં જ ઓતપ્રોત થઈ જાય ત્યારે ભગવાનથી સભર થઈ જઈશું. * જગત પ્રત્યેનું આકર્ષણ ન રહે અથવા […]
અજ્ઞાનશક્તિનો ઉપયોગ શું ? * ભૂતકાળાનું વિસ્મણ અને ભવિષ્યકાળનો વિચાર ન કરવો-ભવિષ્યકાળની ઉપાધી અત્યારથી શા માટે વહોરી લેવી? * અન્યની બાબતમાં માથું ન મારવું તે. – આપણે જાણીએ છીએ એમ માનીને બીજામાં માથું મારીએ છીએ. અજ્ઞાનનો ધર્મ કયો * અંધકાર
બેફામ ઇચ્છા વાળું જીવન એ વન છે, માયૉદિત ઇચ્છા વાળું જીવન એ ઉપવન છે, પરંતુ ઇચ્છાઓથી પર થઇને જીવવું એ નંદનવન છે.
માણસની પાંચ ખોટી ધારણાઓ તેને આખી જિંદગી દૂ:ખી કરવા માટે પૂરતી છે : (1) મારી મહેનત કરતાં મને ઓછું મહેનતાણું મળે છે અને મારું શોષણ થાય છે ! (2) મારી લાગણીઓને કોઈ સમજતુ નથી અને મારી વાત કોઈ સાંભળતુ નથી ! (3) મારા કામની કોઈ કદર કરતુ નથી અને મને યશ મળતો નથી ! (4) મેં હંમેશાં બધાને મદદ કરી છે અને હવે મારે જરૂર છે ત્યારે મને કોઈ મદદ કરતુ નથી ! અને (5) મારો કોઈ દોષ નથી હોતો અને છતાં મારો જ વાંક કાઢવામાં આવે છે ! મિત્રો, […]
એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’ ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે. જેટલાએ હાથ ઉપર કર્યા છે એ દરેકને હું આ સો રૂપિયાની નોટ આપીશ પણ એ પહેલાં મારે કશુંક કરવું છે.’ એમ કહી એ સો રૂપિયાની નોટનો તેણે ડૂચો વાળી દીધો. ખંડમાં સન્નાટો વ્યાપી ગયો. એ ચૂંથાયેલી નોટ તેણે ધીમેથી ખોલી અને પૂછ્યું, ‘હજુ […]