વિશાળ હ્રદયનો મનુષ્ય કોને કહેવો? * કોઈના ગુણને કે દોષને ના જુએ તેને. * ઊપનિષદકારે તેની સુંદર વ્યાખ્યા આપી છે. -પોતાનાથી કાંઈ જુદુ છે તેમે સમજે નહિ. -પોતાનાથી આ જગતમાં કાંઈ જુદુ છે તેમે જુએ નહિ. -પોતાનાથી કોઇ ભિન્ન છે એમ સાંભળે નહિ એ વિશાળ હ્રદયી મનુય છે એમ સમજે,જુએ અને સાંભળે તે સંકુચિત હ્રદયનો મનુષ્ય છે. -ઋષિઓએ વિશાળતાને અમૃત સાથે અને અલ્પતાને મૃત્યુ સાથે જોડી દિધિ છે.
અનાશકય મનુષ્ય કોને કહેવો? * જેનું શરીર કાર્યરત હોય પણ મન શાંત અને નિશ્ચલ હોય. * જે જીવનને જેવું છે તેવું સ્વિકારે. * જે પરિગ્રહોથી મુકત હોય. * જે સહજ ભાવે મળેલાથી સંતુષ્ટ હોય. * સુખ-દુખ આદિ દ્રન્દ્રોથી મુકત હોય,રાગ-દ્રેષ રહિત હોય અને સફળતા-નિષ્ફળતા પરત્વે તટસ્થ હોય.
મનુષ્યને શોભા અપાવે તેવા ગુણો કયાં? * દયા. * ક્ષમા. * શાંતી. * સત્યપ્રીતી. * નમ્રતા,સહિષ્ણુતા, ઉદારતા. * ધુતિ-સ્થિરતા,ધૈર્ય,મક્કમતા. * પવિત્રતા. * મુદ્રુવાણી. * વિશ્વસનિયતા.
જીવનનો અનુભવ મેળવવાનું સાધન કયું ? * ક્રિયા અથવા કર્મ. -કર્મ દ્રારા આ જગતમાં બંધનરુપ શું છે અને મુક્તિરુપ શું છે તેનો ખ્યાલ આવે છે. * અનુભવી પુરુષોનો ગાઢ સહવાસ.
લોભ એટલે શું ? * સંગ્રહ કરવાની વૃતિ. * ન હોય તેને મેળવી લેવાની વૃતિ અને હોય તેને જાળવી રાખવાની વૃતિ. લોભના પાયામાં શું છે ? * વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટેનો ભય. * વસ્તુ પ્રત્યેનો મોહ. * પરિગ્રહનો ભાવ ાને ભવિષ્ય પ્રત્યે અવિસ્વાસ. લોભને કોણ શાંત કરી શકે? * પૂર્ણતાનો અનુભવ. * સંતોષ.
કામવાસનાના નિવાસસ્થાનો કયાં છે ? * નેત્ર(રુપ) અને સ્પર્શ. * રાગદ્વેષવાળું મન. * બુધ્ધિ. * દસ ઇન્દ્રિયો. કામના જાગવાથી શું પરિણામ આવે ? * કામના પૂરી થાય તો લોભ નિર્માણ થાય છે. * કામના પૂરી થવામાં વિધ્ન ઊભું થાય તિ ક્રોધ જન્મે છે.
મદ્દ એટલે શું ? * ગર્વ અથવા અભિમાન. મત્સર કોને કહેવાય ? * અન્યનું સારું ન સહન થઈ શકે તેને. અહંકારના મૂળમાં શું છે? * હું છુ અને મારુ છે એવી સભાનતા. * આત્મજ્ઞાનની ગેરહાજરી. *જાગૃતિનો અભાવ.
લોભને કોણ શોઈ લે છે?અથવા લોભથી બચવાનો ઉપાય શું છે ? * સંતોષ. લોભ કયારે ધાતક બને છે ? * અતિ પરિગ્રહથી. *પોતાના લાભની ચિંત્તા કરવાને બદલે મનુષ્ય અન્યનુ અહિત કરવા તાકે છે ત્યારે. * લોભ વિકૃત ધારણ કરે છે ત્યારે. * લોભને અતિરેક થઈ જાય ત્યારે.
અહંકારને કોણ બુઠ્ઠો બનાવી શકે ? * વિચાર અને નિરભિમાન. વાસના કેટલા પ્રકારની છે ? (૧)સદવાસન(દા.ત.પ્રહલાદની) (૨)અસદવાસના(દા.ત.હિરણ્યકશિપુની,રાવણની,કંસની,શિશુપાલની) (૩)મિશ્ર વાસના(દા.ત.મનુયોની) કામવાસના કયા વસે છે ? * ઇન્દ્રિયોમામ્ * મનમાં. * બુધ્ધિમાં.
કામ એટલે શું ? * સ્પર્શનો વિકાર. * વિષય ભોગવવાની ઈચ્છા,તૃષ્ણા,રાગવૃતિ. * ઇન્દ્રિયસુખ પ્રત્યેનું ખએંચાણ. કામનાનો પ્રભાવ કયારે મંદ પડૅ છે ? *ભગવતતત્વમાં સ્થિર થવાય ત્યારે. * ધર્મ્ય કર્મમાં રચ્યાપચ્યા રહેવાય ત્યારે(જે કર્મો સ્વાર્થથી પ્રેરાઈને થયા છે તે બધાં કામ્ય કર્મોં છે,પણ જે પરમાર્થવૃતિથી,ધર્મથી પ્રેરાઈને થયા હોય છે તે ધર્મ્ય કર્મોં છે)શાસ્ત્રોકારોએ યજ્ઞ,દાન,તપ વગેરેને ધર્મ્ય કર્મોંમાં સમાવેશ કર્યો છે.