આંતરિક શક્તિ વિકસાવવા શું કરવું? * ઇન્દ્રિયો અને અંતઃકરણનો વિચારથી અને નિશ્ચયબળથી સંયમ કરવો. * મનને જબરદસ્ત એકગ્ર કરવું.
ઉચ્ચ જીવન કોને કહેવું? * જેનાં વિચાર,વાણી અને વર્તનમાં સચ્ચાઈ,નમ્રતા,નિર્મળતા,નિષ્ઠા અને એકવાકયતા હોય. * જેમાંથી સૌ કોઈને શુભ જીવન જીવવાની પ્રરણા મળે. * જેના સમાગમ અને સહવાસથી પરમ શાંતિ અને આનંદ મળે
જીવનમાં હળવાશ કયારે અનુભવાય? * જીવનમાંક કઈ બની રહ્યુ છે અને બનશે તે આપણા હિતમાં જ હશે,આવો દઢ નિશ્ચય. * સરળતા અને શુધ્ધિનો નિત્ય સથવારો. * ઈચ્છાઓનો મહેલ ન રચવાની આદત. * જરૂરિયાતવાળી વસ્તુ ખપપુરતી રાખવાની આદત. * નિયમિતતા અને સુધડતાવાળુ દેનિક જીવન. * ચોખ્ખો વ્યવહાર.
જીવનમાં મોટામાં મોટી સિધ્ધિ કઈ? * પોતાને પોતાની ઓળખાણ થઈ જવી. * સ્થુલમાંથી સુક્ષ્મમાં પ્રવેશ અને અનણ્તનો અનુભવ. * આત્મસાક્ષાત્કાર. * નિઃસીમ પ્રેમને અખંડ વહેતો રાખવો.
જીવનને સંપુર્ણ બનાવવા શું આવશ્યક? * જ્ઞાન,ભક્તિ અને કર્મનો સમન્વય.
જીવનમાં શું ખુલ્લુ પડી જાય તો સારૂ? * કરેલા દોષો.
સરળ જીવન કોને કહેવું ? * જે હૈયે હોય તે હોઠે આવે અથવા જેનું ચિત નિર્મળ હોય અને હલનચલન નિષ્પાપ હોય. * વિચાર અને વર્તન વચ્ચે ઓછામાંઓછુ અંતર હોય. * વ્યવહાર આંટીધુંટી વિનાનો હોય અને હ્રદયમાં સચ્ચાઈ હોય.
જીવનની કપરી લડાઈઓ કઈ? * નિરંકુશ વૃતિઓને અંકુશમાં લાવવાની. * આંતરિક શત્રુઓની તાકત ક્ષીણ કરવાની. * સંકુચિતતામાંથી વ્યાપકમાં જવાની અથવા અલ્પમાથી ભુમામા પહોચવાની.
ઈશ્વરને ઓળખવાની સુગમ રીત કઈ? *પોતાના સ્વરુપને (આંતરિક ગતિવિધિ)બરાબર ઓળખી લેવું.
જીવનમાં ખાલી કરવા જેવું શું? * અજ્ઞાન વડે ઊભી થયેલી આસક્તિઓ.ઇચ્છાઓ-તૃષ્ણાઓ (અપ્રાપ્ત વસ્તુઓની અભિલાષાઓ).