દશ્ય, અદશ્ય અને અદષ્ટ વચ્ચે તફાવત શું? * (૧)દશ્યઃ જે ઇન્દ્રિયગોચર છે તે દશ્ય છેઃ – સામાન્ય બુધ્ધિ કે સમજણથી જોઈ શકાય એ. (૨) અદશ્ય ; જે અદશ્ય છે તે અતીન્દ્રિય વિભાગને લગતું છે ગુપ્તવિધાઓ અદશ્ય સાથે સંબંધિત છે. -ચેતન્યનો વિસ્તાર થતાં અદશ્ય વિભાગનો પરિચય થવા માંડે છે – વિજ્ઞાનીઓ પણ અદશ્ય જણાતાં જંતુઓને કે પદાર્થોમાની ગતિને પામવા વિવિધ સાધનો વિકસાવી રહ્યા છે. (૩) અદષ્ટ ; જે અદષ્ટ છે તે સ્થુલ ઇન્દ્રિયોનો વિષય જ નથી પણ હ્રદય અને મનનો વિષય છે મન અને હ્રદય જયારે ખરેખરાં સંવેદનશીલ બને છે ત્યારે […]
આપણે ભગવાનની કૃપા માગીએ છીએ તે બરાબર? *ખરખર તો કૃપા માગવાની વસ્તુ નથી.પણ મેળવી શકાય છે.કૃપા પુરુષાર્થથી મેળવી શકાય છે બધુ ભગવાન ન કરે.બે હાથે તાળી પડે.પિતા પણ આપણા માટે બધુ કરતો નથી.એમને જે કરવા યોગ્ય લાગે છે તે જ કરે છે આપણે કરવા જેવું હોય તે આપણા ઉપર છોડે છે * ભગવાન સંકેત કરે છે ચાલવાનું આપણે હોય છે આપણે આળસુ થઈ પડયા રહીએ અને કૃપાની માગણી કરીએ એ કેટલું બરાબર?
મુળભુત સત્તા અને સ્થુલ સત્તામાં શુ ફેર ? * મુળભુત સત્તા કોઇની શરણાગતિ સ્વીકારતી નથી,પણ એની શરણાગતિ જગત સ્વીકારે છે. * મુળભુત સત્તા વ્યાપક એઈટલે તેમાં પક્ષપાતરહિતપણૂં એ. * મુળભુત સત્તામા હકુમત કે આગ્રહ નથી. * મુળભુત સત્તાની શરણાગતિમાં નિર્ભયતા છે. * આપણી ભુલ થાય તો મુળાભુત સત્તા આડકતરી રીતે સંકેત કરે છે. * મુળભુત સત્તા સામ,દામ,દંડ ભેદનો ઉપયોગ કરતી નથી. * મુળભુત સત્તા કોઈને આધારે નથી,અથવા તેને કોઇનું અવલંબન નથી. * સ્થુલ સતા સાધનોને આધારિત છે,ીટલે તો તે સેન્ય અને સતા વધારવા ઇચ્છે છે અને તે દિશામાં સતત પુરુષાર્થ […]