જન્મ-મરણનો કોયડો કયારે ઉકલે ?

જન્મ-મરણનો કોયડો કયારે ઉકલે ? * અંતપ્રજ્ઞાનો પ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે અથવા * અજ્ઞાનના પડળ ખસી જાય ત્યારે.

આત્મનિરિક્ષણ શા માટૅ કરવું?

આત્મનિરિક્ષણ શા માટૅ કરવું? *દુષ્ટ વિચારો અને દુષ્કૃત્યોને રોકવાં. * આપણામાં શું સારૂ અને શું નરસુ ભર્યું છે તેની જાણકારી મેળવી ધટતા ઉપાય કરવા. * આપણામાં ભય કેટલા પ્રમાણમાં રહેલો છે, આળસ, લોભ, નિર્દયતા, ક્રુરતા, અસંતોષ, લાલચ, ઇર્ષા, રાગ-દ્રેષ વગેરે કેટલી માત્રામાં રહેલાં છે તેનો ખ્યાલ આવે.

અભિવ્યક્તિની અંતિમ સરહદ કઈ ?

અભિવ્યક્તિની અંતિમ સરહદ કઈ ? * અન્તકરણ. -એમાં મન, બુધ્ધિ,ચિત અને અહં સમાવિષ્ટ થઈ જાય. – અન્તકરણના પ્રદેશ સુધી જ જે કાંઈ પ્રગટ થવું હોય તે થઈ શકે છે,અન્તકરણનો પ્રદેશ પુરો થતા અપ્રગટનો પ્રદેશ શરુ થઈ જાય છે.મનથી જે પ્રદેશ અગોચર છે તે અધ્યાત્મક-પ્રદેશ છે.

નવું ઋણ નિર્માણ ન કરવા શું કાળજી  રાખવી?

નવું ઋણ નિર્માણ ન કરવા શું કાળજી રાખવી? * હું પણાનો અને મારાપણાનો ભાવ ભેળવ્યા વિના થયેલું કોઈ પણ કર્મ ઋણમુકત છે.હું પણાનો અને મારાપણાનો ભાવ ટળૅ તો નવાં કર્મ નિર્માણ થતા અટકી જાય છે.

અધ્યાત્મકમાર્ગમાં કોનું કામ નથી?

અધ્યાત્મકમાર્ગમાં કોનું કામ નથી? * જેને જગતનું જબરુ આકર્ષણ છે. * પાંચ વિષયો-શબ્દ,સ્પર્શ,રુપ,રસ અને ગંધમાં જેને ઊડી આસક્તિ છે * જે આળસુ અને બેદરકાર છે અથવા ચાલુ ધરેડમાંથી બહાર નીકળવા ઈચ્છતો નથી. * જેને વાતો કરવી છે પણ આચરણ કરવું નથી.

સ્થિતપ્રજ્ઞનો સ્થિતિએ કયારે પહોચાય?

સ્થિતપ્રજ્ઞનો સ્થિતિએ કયારે પહોચાય? * આત્મશક્તિમાં પરિપુર્ણ રીતે સ્થિર થઈએ ત્યારે. *માનસિક સ્તરથી ઉપર ઉઠીએ ત્યારે.

મારું-તારુ એવો ભાવ કયાં સુધી ગતિમાન રહે છે ?

મારું-તારુ એવો ભાવ કયાં સુધી ગતિમાન રહે છે ? વ્યકિતભાવથી છુટા ન પડાય ત્યાં સુધી. * અહંકાર ગોરંભાતો હોય ત્યાં સુધી.

દશ્ય, અદશ્ય અને અદષ્ટ વચ્ચે તફાવત શું?

દશ્ય, અદશ્ય અને અદષ્ટ વચ્ચે તફાવત શું? * (૧)દશ્યઃ જે ઇન્દ્રિયગોચર છે તે દશ્ય છેઃ – સામાન્ય બુધ્ધિ કે સમજણથી જોઈ શકાય એ. (૨) અદશ્ય ; જે અદશ્ય છે તે અતીન્દ્રિય વિભાગને લગતું છે ગુપ્તવિધાઓ અદશ્ય સાથે સંબંધિત છે. -ચેતન્યનો વિસ્તાર થતાં અદશ્ય વિભાગનો પરિચય થવા માંડે છે – વિજ્ઞાનીઓ પણ અદશ્ય જણાતાં જંતુઓને કે પદાર્થોમાની ગતિને પામવા વિવિધ સાધનો વિકસાવી રહ્યા છે. (૩) અદષ્ટ ; જે અદષ્ટ છે તે સ્થુલ ઇન્દ્રિયોનો વિષય જ નથી પણ હ્રદય અને મનનો વિષય છે મન અને હ્રદય જયારે ખરેખરાં સંવેદનશીલ બને છે ત્યારે […]

આંતરખોજ શેની કરવાની છે?

આંતરખોજ શેની કરવાની છે? * આપણી અંદર રહેલા એવા તત્વની -જે કદી નિદ્રધીન થતુ નથી. -જે કદી અભાન બનતુ નથી. -જે નિત્ય સાવધાન છે,જાગ્રત છે.

આવાગમનનું ચક્ર કયાં સુધી ગતિમાન રહે છે?

આવાગમનનું ચક્ર કયાં સુધી ગતિમાન રહે છે? * ઋણાનુબંધન પુરા ન થાય ત્યા સુધી. * રાગ, દ્રેષ,લોભ મોહ વગેરે મનુષ્યના મનના સ્વામી થઈને બેઠા હોય ત્યાં સુધી.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors