મનને પકડવાનો ઉપાય શું? * અભ્યાસ અને વૈરાગ્ય દઢ કરતા જવા.
આંતરજગતનો ઊધાડ કેમ થતો નથી? * દઢ નિશ્ચયના અભાવને લીધે. * આધ્યાત્મિકમાર્ગે પદારોપણ કરવાની નિશ્ચયની ખામીને લીધે. * ઉત્કટ વ્યાકુળતા નથી જન્મતી એટલે. * છીછરી ભુમિકાએ જ રમવાની મનને-ચિત્તને આદત પડી ગઈ છે એટલે. * અસ્થિર મનથી વસ્તુના હાર્દ સુધી પહોચી શકતું નથી એટલે. * અસ્વસ્થ મનથી મનુષ્ય ઊંડી અનુભુતિ કરી શકતો નથી એ કારણે. * મનુષ્ય નિરુત્સાહી અને શુષ્ક હોય અને બહારથી ઉત્સાહ મેળવવા ફાંફાં મારતો હોય તો કયાંથી ઉધાડ થાય?
સ્થુલ જીવનનું મહત્વ ખરું? * હા,પ્રગતિનો અવકાશ સ્થુલ જીવનમાં જ સંભવિત છે. * સાક્ષાત્કાર માટેની ક્ષણ પણ જીવન દરમ્યાન જ શક્ય છે.
ષડરિપુઓને કોની સાથે સંબંધ છે? * ભોગવટાની વૃતિ સાથે. – ભોગ મુળભુત રીતે અતૃપ્ત છે એટલે ભોગવટાના પ્રદેશમાં પગ મુકનાર મનુષ્ય સામાન્ય સંયોગોમાં એમાંથી પાછો ફરી શકતો નથી કે પુર્ણતા અનુભવી શકતો નથી કે તૃપ્તિ અનુભવી શકતો નથી.
મનના કેટલા પ્રકાર છે? * સૂક્ષ્મના વિભાગ પાડવા મુશ્કેલ છે,છતાં અનુભવી પુરુષોએ બે પ્રકાર ગણાવ્યા છેઃશુધ્ધ અને અશુધ્ધ. -જે મન કામનાઓ વિહોણું છે તે શુધ્ધ છે. -કામનાઓની ઇચ્છા કરે છે તે અશુધ્ધ મન છે.કામનાઓવાળું મન વિષયોમાં ફસાઈ છે અને બંધનમુકત બને છે;વિષયવાસનાથી મુકત થયેલું મન મુક્તિ ભળી વળે છે વિષયભોગમાં ડુબેલું મન જન્મ-મરણના ચક્રમાં ભટકાયા કરે છે. * મનના અન્ય પ્રકારો પણ છે -બહિર મન. -બહારના વિષયોમાં રચ્ચુપચ્ચુ રહેતુ અને સંકલ્પો-વિકલ્પોમાં રચતું મન. -પ્રરણાને ગ્રહણ કરનારૂઅંતર મન અને ઉન્ન્મત.ૌન્મત એ મનની પરની સ્થિતિ એ. * મનના ત્રણ સ્તર ગણાવાયા છે; […]
મનુષ્ય શેના દ્રારા સાધના કરે છે ? * શરીર દ્રારા. * સાધનો દ્રારા. * ઇન્દ્રિયો દ્રારા. * મન દ્રારા.
આંતરિક સત્તાની વ્યાખ્યા શું છે? * અન્તઃકરણના કોઈ પણ વિભાગ(મન,બુધ્ધિ,ચિત અને અહંકાર) સાથે જોડાવું નહિ તેનું નામ આંતરિક સત્તા.
જીવનમાં અનર્થ કોણ પેદા કરે છે ? * આસુરી લક્ષ્મી. * સંયમહીન યુવાની. * સમજણ વિનાનો અધિકાર. * અવિવેક.
જીવન પામર કયારે બને? * જીવ બર્હિમુખ બની ભોગવટાની ઇચ્છા કરે ત્યારે.
મનનું નિયમન કરવાનો ઉપાય શું? * જે પરિચિત છે તેમાંથી મુકતિ મળે તો જ મન નિયમનમાં આવે. * મનને આત્માનાં અંકુશ હેટળ લાવવુંજોઈએ.તો જ મનની સકળ પ્રવૃતિ થંભી જાય. * મનને ભેદોના પ્રદેશમાં પ્રવેશવા ન દેવું. એમ થશે તો તે વિક્ષેપથી મુકત બનશે અને આત્માના અંકુશમાં આવી જશે. * અભ્યાસ અને વૈરાગ્યથી મનને નિયમનમાં લાવી શકાય.આ બંને એકસાથે સક્રિય જોઈએ. * મનને કયાંય વળાગવા ન દેવું.ઇન્દ્રિૌઓને કોઈ પણ પદાર્થોમાં કે વ્યક્તિમાં ન ફસાવા દેવી. * મનના વ્યાપારોને સાક્ષીભાવે જોવા.