મનને તાજગી કયારે મળે? * શાંતી,આનંદ,સંતોષ.પરહિત,ભક્તિ અને નિર્દોષ પ્રેમે જીવનને સતત ધન્ય કરતાં હોય. * નિર્મળ વિચાર-આચાર હોય. * રાગ-દ્રેષ,કામ-દક્રોધ,લોભ-મોહ જેવી વૃતિઓ શાંત પડી ગઈ હોય. * જીવનની પ્રત્યેક ક્ષણ સભર હોય.
મનની સ્થિરતા કયારે આવે? * સારું-નરસુ,શુભ અશુભ,પ્રિય- અપ્રિય એમ અનેક પ્રકારનાં દ્રન્દ્રોમાં સમતુલા સર્જાય ત્યારે.
મનની વિચિત્ર આદત કઈ છે? * વર્તમાનકાળને ચુકી જવાની. -વિચારને ભુતકાળ અને ભવિયકાળ સાથે સંબંધ છે તેટલો વર્તમાનકાળ સાથે નથી.કાર્યને વર્તમાન સાથે વિશેષ સંબંધ છે.ભુતકાળ અને ભવિયને અનુસંધિત જે કર્મ થાય છે તે ખરેખર ક્રિયા નથી ;પણ પ્રતિક્રિયા છે.સાચી ક્રિયા વર્તમાનમાં જ થાય છે કારણ કે ત્યારે વિચાર શાંત થઈ જતો હોત છે.
મનનો નિગ્રહ કોણ કરી શકે? * દરેક ક્રિયા કરતી વખતે પરિણામી દષ્ટિનો ઉપયોગ કરી શકે તે. * માંડકય ઉપનિષદની કારિકાઓના રચયિતા ગૌડપાદાચાર્યે આ પ્રશ્નનોઅદભુત ઉત્તર આપ્યો છે-દર્ભની ટોચ પર અકેક બિન્દુ ચઢાવીને સાગર ઉલેચવામાં જેવો ઉત્સાહ જોઈએઈવા ઉત્સાહથી કોઈપણ જાતનો કંટાળો લાવ્યા વિના રયત્ન કરનાર મનુષ્ય મનને નિગ્ કરે છે. * સમજણના આઠે ય અંગનો ઉપયોગ કરનાર. -વિવેક,વિચાર,નિશ્ચય,પરિણામી દષ્ટિ.મૌન,યુક્તિ,ધીરજ અને તટસ્થતા એ સમજણાના આઠ અંગ છે.
મનનો રોગ શી રીતે મટૅ? * પરિણામી દષ્ટિ કેળવવાથી. * એને દશ્યવિભાગથી અગળુ રાખવાથી. -મન પ્રકૃતિએ અસ્થિર છે. મનને ક્ષીણ કરવાથી કે પરમાત્મા સાથે અનુસંધાન કરવાથી જ શાંત થઈ શકે છે.
બે હાથ જોડીને પ્રણામ કરવાનું કારણ શુ હોઈ શકે ? * બે હાથ દ્રેત સુચવે છે ભેગા થાય ત્યારે અદ્રેતનો સંકેત સુચવે છે.અને સર્વેમાં તે અદ્રેત તત્વ જ રહેલું છે તેનું સ્મરણ કરાવે છે. * બે હાથ જોડાય ત્યારે અદ્રેત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે તેનું સ્મરણ થાય છે.અથવા બે હાથ ભેગા થઈ અદ્રેતના મહિમાનો સ્વીકાર કરે છે. * દ્રેતમાં અહંની હાજરી છે બે હાથ ભેગા થઈ વ્યક્તિને કે મુર્તિને પ્રણામ કરે છે.ત્યારે અહં ઓગળવાની શરૂઆત થાય છે અથવા નમ્રતાનો પ્રારંભ થાય છે.
મનુષ્યના મનને શું ખલેલ પહોચાડે છે? * ખોટી ધારણાઓ. * પુર્વગ્રહો અને ખોટા નિર્ણયો.
સંયમિત મન કોન કહેવું? * જે મન કશામાં બંધાયેલું ન હોય,જેને કોઈ પ્રકારનું વળાગણ ન હોય,જે કશાથી ભાગતું કે નાસતું ફરતું ન હોય. * જે મન ફસાયા વિના ઇન્દ્રિયગ્રામમાં મુકતપણે અને નિર્ભયપણે વિહાર કરી શકે. * જે મન કોઈ વ્યક્તિ કે પદાર્થોમાં રોકાયા વિના મુકતપણે ફરી શકે.
ભગવતકૃપા થઈ છે એનો ખ્યાલ કેવી રીતે આવે? * ભગવાન સિવાય બીજા બધાની મહતા વિચારોમાંથી છુટી જાય. *સકળ ઇચ્છાઓ શાંત થઈ જાય. *હ્રદયમાંથી આપોઆપ ભગવતનામનું ગુંજન થયા કર. *જગત જેવું છે તેવું સ્પષ્ટ થવા માંડે. *અંદરથી આનંદનું ઝેરણું સતત વહ્યા કરે. *ઊપાધી માત્ર ટળી જાય. *વૈરાગ્યભાવ ટકી રહે. *સંસારના પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ક્ષીણ થતું જાય. * સમવૃતિનો અનુભવ થાય.
મન ચંચલ કેમ છે? બર્હિમુખ છે માટે. * પ્રકૃતિનાં તમામ તત્વો પરિવર્તનશીલ હોવાથી. * તે સતત અતૂપ્તિ અથવા અભાવ અનુભવનું હોય છે એટલે.