મનુષ્ય માટે શું ભુશવું મુશ્કેલ છે? ચીટકેલું કલંક.

બે માનવીના સાચા મિલનમાં બાધારુપ બનનારાં પરિબળો કયા છે ? *  અહંકાર ભુજાઓ ફેલાવીને વચ્ચે ઉભો છે. *  સ્વાર્થ દિવાલની ગરજ સારે છે. *  ક્રોધ અને લોભ આડખીલી રુપ છે. *  અવિવેક સામી વ્યક્તિને ખીલવા દેતો નથી. *  નમ્રતાનો અભાવ બંધ બારણાનું કામ કરે છે. *  વિશ્વાસનો અભાવ.

મનુષ્ય પોતાના કાર્યમાં કયારે નિરાશ ન થાય ? * આશા દેખાતી હોય ત્યારે. * વિવેકયુક્ત બુધ્ધિ હોય ત્યારે. * સમજણ સહિતની શ્રધ્ધા હોય તો. * અનુભવજન્ય આત્મવિશ્વાસ હોય તો.  

મનુષ્યમાં વિશ્વાસનો અભાવ છે એ શી રીતે નક્કી કરી શકાય? * વર્તમાન અને ભવિષ્યકાળની ચિંતા રહેતી હોય તેના પરથી.

વ્યક્તિએ કઈ બાબતોમાં પ્રમાણભાન ચુકવા જેવું નહી ? * અન્ય સાથે વ્યવહાર કરવામાં. * અન્ય સાથેની વાતચીતમાં. * કામ કરવામાં. * ખાવાપીવામાં. * હરવા-ફરવામાં. * પહેરવા-એઢવામાં. * નહાવા- ધોવામાં -ટુકમાં દેહથી થતી તમામ ક્રિયાઓમાં.

મનુષ્યનું ઉત્તમ આભુષણ કયું? * ઉત્તમ ગુણોથી શોભતું શુધ્ધ ચારિત્ર.

મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે શિધ્ધ કરી શકે? * \’લધુતાસે પ્રભુતા મિલે\’ એ સુત્રનો ઉપયોગ કરવાથી. * અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે. * સત્-ચિત-આનંદમાં રમમાણ રહે. * કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય. * ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે. * બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.  

આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો? * જેની ઇચ્છાઓનો લય થઈ ગયો હોય. * જે બાહ્ય વસ્તુઓ પર ખપ પુરતું જ અવલંબન રાખે અથવા જે વધુને વધુ આત્મનિર્ભય સ્થિત ભણી અવિરત ગતિ કરી રહ્યો હોય. * જે કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ કે સંધર્ષોથી પર હોય,પ્રત્યાધાતોથી મુકત હોય. * જે સુખમાં ગૌરવ કરે નહી અને દુઃખમાં વિહવળ થાય નહી;બંને સ્થિતિમાં સમતા ધારણ કરે. * જેનો રાગ-દ્રેષ શમી ગયા હોય. * જે સહજ અને અવાભિવિક જીવન જીવે.

મનુષ્યને સૌથી વધુ પ્રિય શું છે? * પોતાનો દેહ અથવા પોતાનો પ્રાણ.

ખરો મુમુક્ષ કોને કહેવો? * આ જીવનમાં જ જેને મુકતપણાનો અનુભવ કરવો છે તેને. * જે જ્ઞાનને માત્ર વિચારની ભુમિકા ન રાખતાં સતત આચારમાં મુકે તેને.  

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors