કયું ઝેર દૂર કરવાની મનુષ્યે કાળજી રાખવી? * ઇર્ષારૂપી ઝેરને. * દષ્ટિમાં,વાણીમાં અને વિચારોમાં રહેલ ઝેર મનુષ્યને પોતાને તો નુકશાન પહોચાડે છે પણ અન્યને ય હાનિકારક છે, એટલે આ પ્રકારના ઝેરને સમજણથી દૂર કરવું,અમી દષ્ટિ કેળવવી,વિચાર,વાણી અને વર્તન નિર્મળ રાખવા.

મન કયારે નિર્મળ થાય? * વાસના રૂપી મળ નાશ પામે ત્યાર્.

મનુષ્યનું આત્મબળ કયારે વધે?  

મનુષ્યને તૃષ્ણા દોરી રહી છે કે પરમશક્તિ તેની શી રીતે જાણ થાય? * તૃષ્ણા દોરી રહી હોય ત્યારે સ્વાર્થ જન્ય વાસનાઓ પ્રદીપ્ત થાય આશક્તિની માત્રા વધે;આસુરી ગુણો વર્ધમાન થાય ઇન્દ્રિયો સક્રિય બને. * પરમશક્તિ દોરતી હોય ત્યારે વાસનાઓનો ક્ષય થાય,ાનાશક્તિ સ્થિર રહે;દૈવી ગુણોનો ઉદય થાય; આનંદ માટે ઇન્દ્રિયોનો આશ્રય ન લેવો પડે.

ખરો વીર પુરુષ અથવ વીરાંગના કોને કહેવાય? * વ્યભિચારથી બચી જાય તે. * જેની વીરતાના મુળમાં અભિમાન કે આવેશ ન હોય પણ વિવેક હોય. * જે મૃત્યુના ભયનો સામનો કરી શકે? * શરીર અને પ્રાણ માટેની જેની આસ્જક્તિ ચાલી ગઈ  હોય. * જે અન્યાય અને અત્યાચારની સામે નિર્ભય બની સંધર્ષ કરે.  

મનુષ્યત્વ કયારે ખીલી ઊઠે છે? * માનવતાથી. * સ્વાર્થ રહિતસેવાથી.

મનુષ્યે પ્રથમ કઈ સાધના કરવી જોઈએ? * પોતાની માનસિક દુર્બળતા દુર કરવાની.

ખરો ધર્મ પ્રમી મનુષ્ય કોને કહેવાય? * સ્વધર્મ પ્રત્યે અપાર પ્રેમ રાખે. * અન્યના ધએમનો આદર કરે. * અધર્મ પ્રત્યે ઉપેક્ષા સેવે,

મનુષ્યનો પરમ મિત્ર કોણ? * જીતેલી ઇન્દ્રિયો. * અનુભવી સંત. * આત્મને અનુસરનારુ મન. * સ્વાધીન અને નિર્મળ મન.

મનુષ્યમાં કઈ પ્રબળ શક્તિઓ રહેલી છે? * ઇચ્છાશક્તિ. * ક્રિયાશક્તિ. * જ્ઞાનશક્તિ અને અજ્ઞાનશક્તિ.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors