કઈ ભાવનાઓને જીવનમાં સાચવવાં જેવી છે ? * મૈત્રી ભાવના. – સર્વ પ્રાણીઓ માટે મનમાં આત્યંતિક અને નિઃસીમ પ્રેમ. * કરુણાની ભાવના. – દુઃખી વ્યક્તિના દુઃખથી અનુકંપા અનુભવવી. * મુદિતાની ભાવના – સર્વનું ભલુ જોઈ હર્ષિત થવું તે. * ઉપેક્ષાની ભાવના – આસક્તિરહિત થઈને મધ્યસ્થ થવું અથવા જગતને નિઃસ્પુહભાવે જોઈ આત્મરહિતમાં રહેવું.
જીવનરૂપી રથ પ્રગતિ સાધે તે માટે શું કરવું? * એને ચાર અશ્વો જોડવાઆ અશ્વો જુદી જાતના છે (૧)પરોપકાર (૨)ઇન્દ્રિયો પરનો સંયમ. (૩ સામર્થ્ય (૪)બુધ્ધિમતા -ચાર અશ્વોથી હંકારતા જીવનરથમાં સામર્થ્ય અને બુધ્ધિમતાના અશ્વોને આગળ ન રાખી શકાય, કારણ કે સામર્થ્ય અને બુધ્ધિનો થઈ દુરપયોગ થઈ શકે છે. એટલે જીવનરથને આગળ ધપાવવા ઇન્દ્રિય નિયમન અને પરોપકારના અશ્વ આગળ રહે અને પરોપકારની પાછળ સામર્થ્યનો અને ઇન્દ્રિયનિયમનની પાછળ બુધ્ધિનો અશ્વ રહે. – એટલે કે સામર્થ્યનો ઉપયોગ પરોપકાર માટે અને બુધ્ધિનો ઉપયોગ ઇન્દ્રિયોને નિયમનમાં રાખવા માટે થાય.
ક્રોધ,લોભ, મોહ,મદ અને મત્સરને શા માટે શત્રુઓ ગણવામાં આવે છે ? * આ બધી વૃતિઓ બહિમ્રુખ છે અને જીવનશક્તિને હણે છે. -આ વૃતિઓ આપણને સ્થિર રહેવા દેતી નથી.જેમ તલવાર એ કોઈપણ પરિસ્થિતિમાં તલવાર જ છે; એનો પ્રધાન ધર્મ કોઈને મારવાનો છે તેમ કામ-ક્રોધ આદિ વૃતિઓ ધીમા ઝેર જેવી તો છે જ;પણ સાત્વિક ગુણ ધરાવતી વ્યક્તિ તામસી પ્રવૃતિ ધરાવતી વ્યક્તિ જેમ તલવારનો ઉપયોગ નહી કરે,તેમ સંયમી પુરુષની ઇન્દ્રિયો આવી વૃતિઓને દાદ નહી આપે અને કયારેક સહેજ ચુક થશે તો તેમાંથી પાછા ફરી જવાનું શકય છે જયારે અસાવધાને આ વૃતિઓ મારવાનું કામ […]