ઉત્તમ પ્રકારનું ધૈર્ય કોને કહેવાય ? * પરિણામની ચિંતા કર્યા વિના કાર્યથી કંટાળવું નહી તે. * અણગમતિ કે ઉશ્કેરાહટયુકત પરિસ્થિતિમાં પણ ઉગ્ર કે કઠોર વાણીને બદલે કોમળ વાણી બોલવાની જાગૃતિ રાખવી;વાણીને કયારેક ઉગ્ર કે કઠોર ન થવા દેવી. * ક્રોધ કરવાનો પ્રસંગ ઊભો થાય તો પ શાંતિ રાખવી. * કોઈને શિક્ષા કરવાનું મન થાય તો પ્રથમ પોતાની નબળાઈઓનો વિચાર કરવો અને મનને કઠોર ન થવા દેવું.
ત્યાગનો ભાવ કેળવવો અધરો ખરો ? * ના.શરીરનું નિરીક્ષણ કરવાથી તેનો ખ્યાલ આવશે.દા.ત.હાથ મિષ્ટાન ગ્રહણ કરે છે પણ લીધા પછી પોતાની પાસે રાખી મુકવાને બદલે મોને આપી દે છે; મો કોળિયાને સંધરી રાખતું નથી પણ આંતરડાને પહોચાડે છે અને આંતરડા એને હ્રદય સુધી અને હ્રદય તેનું લોહીમાં રુપાંતર કરી અન્ય અવયવ મારફતે સમગ્ર શરીરમાં પહોચાંડે છે. -શરીરનું કોઈપણ અંગ મિષ્ટાનને પોતાની પાસે રાખવાને બદલે સકળ અંગોને પોષણ મળે તેમે વર્તે છે. -અન્યના શાંતિ-આનંદમાં આપંવાથી શાંતિ-આનંદ ટકી રહે છે એવી સમજણ ધરાવનાર ત્યાગ કરી શકે છે.
યમ કોને કહેવાય ? * વૃતિઓને રોકવામાં લેવામાં આવતા વ્રત. – અહિંસા,સત્ય,ચોરી ન કરવી,બ્રહ્મચર્ય અને અપરિગ્રંણ એ પાંચ સર્વ સ્વીકાર્ય યમ છે.