ત્યાગ કોને કહેવાય ? * મારાપણાની ભાવનાને દેહ અને દશ્ય વિભાગમાંથી ટાળવી * ઇચ્છાજનિત અને ઇચ્છારહિત બધા કર્મોનાં ફળ પરમાત્માને અર્પણ કરવા<. * દુઃખી અને નિરાધાર લોકોના કલ્યાણ અને સેવા માટે પોતાનાં સુખ-સગવડોની ચિંતા ન કરવી. * કશુંક છોડતી વેળા અભિમાન કે અંગત લાભની ગંધ સરખી ન હોય ભાગેટુ વૃતિ ન હોય પ્રેમની નિરંતર હાજરી હોય એને ત્યાગ કહેવાય.
ભયમાંથી મુકત થવા શું કરવું ? * આત્મવિશ્વાસ કેળવવો. * જે બાબત ભય નિર્માણ કરતી હોય તેનું પૃથ્થકરણ કરવું વધારેમાં વધારે કેટલું ખરાબ કે હાનિકારક બની શકે એ બરાબર સ્પષ્ટ થઈ જશે પછી એ કેટલું ભયજનક નહી લાગે. * જેનાથી મન વિશેષ પરિચિત થઈ ગયું હોય એ વિશેષ ભયપ્રેરક ન રહી શકે. * જેનાથી ભય લાગતો હોય તેનાથી ભાગવાને બદલે વારંવાર એ બાબત કરવી તેનાથી નિર્ભય થઈ જવાય ત્યાં સુધી કર્યા કરવી. * સતત કાર્યશીલ રહેવું,નવરુ મન ભય નિર્માણ કરે છે. * ભયનું ઉદભવસ્થાન મન છે; એટલે મનને મજબુત કરવાથી […]