ઉપાધી રહિત થવાની યુક્તીઓ કઈ? * જે કાંઇ થઈ રહ્યું છે તે પરમાત્માની ઇચ્છાથી થઈ રહ્યુ છે એની સ્પષ્ટ સમજણ કેળવવી ! * પરમાત્માને આગળ રાખવા,મુખ્ય કરવા,પોતે પાછળ રહેવું. * કર્મના નિયમો અટળછે,તેમા આપણું કશું ચાલતું નથી એનો સ્વીકાર કરી લેવો. * વળગણો ઓછી કરવી. * ફેલાઈએ એટલા ફસાઈએ એ બાબત સતત દયાનમાં રાખવી. * વ્યવહાર ઓછો કરતો જવો. * કોઈના ભાગ્ય સાથે ભળ્વું નહી. * ભગવાનનું સમજી બધું કરી છુટવું. * ભગવાન સાથે સંબંધ જોડયા પછી પણ ઉપાધી રહેતી હોય તો જોડાણ કાચું છે પણ પાકું નથી તેમ સમજવું. […]
મનુષ્ય મરે છે પણ સંસ્કારો મરતા નથી એટલે શુ? * સંસ્કારો સુક્મ શરીર સાથે સંકળાયેલા છેએટલે શરીર મરવા છતાં વાસનાઓનો,વિચારોનો,કર્મોનો અને અનુભવોનો અંતઃકરણમાં જે સંગ્રણ કર્યો છે તે સુક્મ શરીર સાથે જોડાયેલા રહે છે.
આત્મનિષ્ટ કોણ છે ? * જેને પોતાના સ્વરુપની અખંડ જાગૃતિ છે. * જેને પોતાનું અને પરમાત્માનુ સ્વરુપ યથાર્થપણે જાણ્યુ છે. * જેનું જીવન સત્સંગમય છે,ભક્તિમય છે. * જેનાંવિચાર,વાણી અમે વર્તન ઉજ્જવળા છે.
આત્મસતાનો અનુભવ કયારે થાય ?
ભગવાનની સત્તા આપણામાં કઈ રીતે પ્રગટે છે? * નિશ્ચયરુપે. પરમાત્માની સતા આત્મામાં કયારે આવે ? * જળબિન્દુ સાગરથી છુટુ પડે છે પઈ તેનામાં સાગરની સતા રહેતી નહ્તી,પણ એ જયારે સાગરમાં ભળી જઆય એ ત્યારે સાગરની સતા એની બની જાય એ તેવી જ રીટે આત્મા પોતાને પરમાત્મામાં લીન કરી દે તો તે પરમાત્મામય બની જાય છે અને તેનામાં પરમાત્માની સત્તા આવે છે.
મુળભુત સત્તા કોને કહેવાય? * નિરપેક્ષ નિશ્ચય. – કોઇપણ પ્રકારના આધાર વિના પોતાના વિશે નિશ્ચય હોય.
આત્મસમર્પણમાં શું બાધા રુપ બને છે? * દેહભિમાન * મનુષ્યનો અહંકાર * તેની અગમ્ય આકાંક્ષાઓ.
કઈ વ્યક્તિ ઉપાસ્ય છે? * અનુભવી વ્યક્તિ.
ભગવત્શક્તિ આપણને શેમાથી ઉગારે છે ? * વાસનાના વમળમાથી.
અસીમ આનંદનું દ્રાર કોણ ખોલી આપે? * સાધુ-સંતોની અને અનુભવી પુરુઓની સંગતિ.. સાકાર કોને કહેવાય ? * આકૃતિ સહિત દર્શન તે સાકાર,જે નેત્રો વડે થાય. * નિરાકારનો જે ભાગ ઇન્દ્રિયોની પકટમાં આવે તે સાકાર. * જેને માપી શકાય તે. * જે ઇન્દ્રિયમય છે તે. નિરાકાર કોને કહેવાય ? * આકૃતિ રહિત દર્શન તે નિરાકાર અને તે વિચારથી થાય છે. * જે ઇન્દ્રિયગમ્ય નથી અથવા ઇન્દ્રિયોની પકડની બહાર છે જે માપ બહાર છે.