જીવ કોને કહેવો ? * વિષયો સહિતનું ચૈતન્ય તે જીવ. -જે પોતાને કર્તા- ભોકતા માને છે અને પોતાનામાં મર્યાદિત શક્તિ છે, અજ્ઞાન રહેલું છે,પોતે અસમર્થ છે,પરાધિન અને પરિછિન્ન છે એમ માનીને અનિત્ય પદાર્થોમાં અહંતા – મમતા આરોપી પોતાને નિષ્કારણ સુખી – દુખી માને છે તે જીવ છે, દશ્યો સાથે સંકળાઈ જાય, દશ્ય પદાર્થના રંગે રંગાઈ જાય,’મારુ – તારુ’ની મોહજાળમાં લપટાઈ જાય તે જીવ છે.
જીવાત્મા પરના પડદાને દૂર કરવાનાં સાધનો કયાં ? * શ્રધ્ધા. – અધ્યાત્મમાં ચિત્તની પ્રસન્નતાને શ્રધ્ધા કહેવામાં આવે છે;તેને લીધે સાધનામાં અભિરુચિ જાગે છે અને વિશ્વાસમાં દઢતા આવે છે. * વીર્ય. – શ્રધ્ધામાંથી ઉત્પન્ન થતાં ઉત્સાહ અને તત્પરતા. * સ્મૃતિ. – જેનાથી કર્તવ્યકર્મની નિત્ય જાગૃતિ રહે. * સમાધિ. -શુધ્ધ ચિતની એકાગ્ર અને સ્થિર અવસ્થા. પ્રજ્ઞા. – સમાધિમાં રહેલા એકાગ્ર ચિત્તને જે વિવેકજ્ઞાન પ્રાપ્ત થાય તે.