આકાશ,વાયુ,તેજ જલ અને પુથ્વીના ગુણૉ કયા?

આકાશ,વાયુ,તેજ જલ અને પુથ્વીના ગુણૉ કયા? * આ પંચ મહાભુતો પરસ્પર સંકળાયેલા છે. * આકાશનો ગુણ શબ્દ. -એમાં સ્પર્શ,રુપ,રસ અને ગંધ પ્રધાનપણે નથી. * વાયુના ગુણ શબ્દ અને સ્પર્શ. -એમાં રુપ,રસ અને ગંધ પ્રધાનપણે નથી. * તેજના ગુણ શબ્દ,સ્પર્શ અને રુપ. -એમાં રસ અને ગંધ પ્રધાનપણે નથી. * જલના ગુણ શબ્દ,સ્પર્શ,રુપ અને રસ. -એમાં ગંધ પ્રધાનપણે નથી. * પુથ્વીના ગુણ શબ્દ,સ્પર્શ,રુપ રસ અને ગંધ.શબ્દ આકાશની તન્માત્રા હોવા છતાં તેમાં સ્પર્શ,રુપ,રસ અને ગંધ એ બધા ઓછા-વતા પ્રણામમાં આવેલ છે.શબ્દમાં સ્પર્શના વિભાગથી તેની અસર થાય છે.શબ્દને આકૃતિ છે તે રુપ, શબ્દમાં કડવાશ,મીઠાશ […]

આપણામાં શ્રધ્ધાનો જન્મ નથી થયો તેની કેવી રીતે ખબર પડે ?

આપણામાં શ્રધ્ધાનો જન્મ નથી થયો તેની કેવી રીતે ખબર પડે ? * વર્તમાન અને ભવિષ્યની ચિતા રહ્યા કરે તે.

ઉત્તમ-શોધ કઈ ?

ઉત્તમ-શોધ કઈ ? * સ્વ-ભાવની.

કઈ વ્યક્તિ જીવનમાં ધન્યતાનો ભાવ અનુભવ કરે છે ?

કઈ વ્યક્તિ જીવનમાં ધન્યતાનો ભાવ અનુભવ કરે છે ? * નિષ્કામપણે અન્યનું હિત કરનારી. * જેની સકળ દ્રિધાઓનો અને સંશયોનો અંત આવી ગયો હોય તે. * જેણે ઈચ્છાઓ નિયંત્રિત કરી છે તે. * જેની અન્ય પ્રત્યેની અપેક્ષાઓ છુટી ગઈ છે તે. * જેને પરમાત્માં પર સંપુર્ણ વિસ્વાસ છે તે.

આ જગતમાં કઈ રીતે રહેવું?

આ જગતમાં કઈ રીતે રહેવું? * બાહ્યભાવથી જગત સાથે સંબંધ રાખવો. * અંતરભાવથી ભગવાન સાથે અનુસંધાન રાખવું. * બહારથી સક્રિય, અંદરથી નિષ્ક્રિય. * ડાબે હાથે જગતના કામ કરવાં,જમણો હાથ હરિને સોંપવો. * જળકમળવ્રત. * જળમાં નૌકા રહે છે તે રીતે.જલ ઉપર નાવડી હોય છે.નાવમાં જળ હોતું નથી.તેવી જ રીટે સાધક સંસારમાં રહે તેથી નુકશાન નથી,પણ સાધકના હ્રદયમાં સંસાર રહેવા માંડે ત્યારે જીવનનૌકા હાલમડોલમ થવા માંડે. * જળકમળવ્રત,અલિપ્તનાસક્ત ભાવથી. * લોકગીતામાં કહ્યુ છે તેમ- સંસારથી સરસો કહે,મન મારી પાસ, સંસારથી લોપાય નહી,જાણે મારો દાસ. * આપણે દેણદાર છીએ અને જગત લેણદાર […]

શરીરને નવ દ્રારની નગરી કહી છે

શરીરને નવ દ્રારની નગરી કહી છે દ્રાર                   તમના નામ -બે નેત્ર          ખધોત અને આવિર્મુખ – બે નાક.        નલિની અને નાલિની. – બે કાન.        દેવહુ અને પિતહુ. – મુખ.          મુખ્યા. -લિંગ.           આસુરી. – ગુદા.         નિવૃતિ.

અશુધ્ધ લક્ષ્મી શું કરે?

અશુધ્ધ લક્ષ્મી શું કરે? * સાચી શાંતિ અને આનંદથી દુર રાખે. * ઉપાધી વધારે. * કલેશ અને કંકાસ સર્જે. * અશુભ વિચાર અને આચાર કરવા પ્રેરે. * જીવનને વિલાસી બનાવે. * અવળે માર્ગે લઈ જાય. * પાપ કર્મમાં દુબાડી દે.

સામાન્ય રીતે બુરાઈના મૂળમાં શું હોય છે?

સામાન્ય રીતે બુરાઈના મૂળમાં શું હોય છે? * ધનની લાલસા. * સત્તાનું આકર્ષક. * રુપની ભુખ. * નગ્ન સ્વાર્થ. * વાસનાનો આવેગ.

પ્રાણાયામનો ઉદેશ્ય શો છે ?

પ્રાણાયામનો ઉદેશ્ય શો છે ? * વૃતિનો નિશ્ચય કરવાનો. * બાહ્ય અને આંતર શ્વાસોશ્વાસની ક્રિયાને નિયંત્રિત કરવાનો. * નાડીઓ શુધ્ધ કરવાનો.

ઉત્તમ સ્નાન કયું?

ઉત્તમ સ્નાન કયું? * જે સ્નાન કર્યા પછી ફરી પવિત્ર થવા માટે સ્નાન કરવું ન પડે તે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors