અજ્ઞાનશક્તિનું કાર્ય શું ? * વિસ્મરણ કે વિસ્મૃતિ. * ખોટી ઉપાધિમાં વધારો ન થાય તેમાં મદદ કરે છે. * શાંતિ જાળવી રાખવામાં સહાયરૂપ થાય.
ભગવાનનો પ્રસાદ લેવો એટલે શું ? * મનને પ્રસન્ન કરવું. * બુદ્ધિને નિર્મળ કરવી. * બધું ભગવાનનું જ છે એમ સમજી જરુર પૂરતું જ લેવું.
પરમાત્માંની હાજરી કયાં છે ? * અંતરચક્ષુ ઊધડે તો અત્ર, તત્ર, સર્વત્ર. * જયાં ભોગની રુચિ નથી. * જયાં સંગ્રહ પ્રત્યે આસક્તિ નથી ઇશ્વર કોના પર અનુગ્રહ કરે છે ? * સ્વાર્થરહિત વ્યકિત પ્રત્યે. * જેના મનના વેગ અથવા વિષયો શાંત થઈ ગયા છે ? * જેણે શુભ કર્મો જ કરવાનો સંકલ્પ કર્યો છે. * જે એકાગ્રતાથી તેની સાથે સંબંધ જોડે છે. * જે સરળ છે, નમ્ર છે,શ્રદ્દાવાન છે અને અહંભાવથી રહિત છે. ભગવાન સજજનોને પણ શા માટે ટપલાં મારે છે ? * સાચી વસ્તુની સ્મુતિ રહે તે માટે. […]
ઈશ્વર કયાં વસે છે ? * નિશ્ચયમાં. * સંતોના હ્રદયમાં. * વાત્સલ્યમાં. * સત્યમાં.
જીવ મહાન કયારે બને ? * જીવ અન્તર્મુર્ખ બની બીજા ર્થે પોતાનું જીવન જીવે છે ત્યારે મહાન બને છે. જીવ વિભાગમાં કોણ આવે ? * ઇચ્છાને આધીન બને તે. જીવાત્માં શેનાથી બદ્ધ છે ? * આસકિતથી. * કર્મેથી. -કર્મ શોક અને મોહમાં ડુબાડે છે. * કાળથી. * વાસનાથી.
પરમાત્માં શું છે ? * સર્વને ચેતના આપતી સત્તા. * પ્રક્રૂતિનુ અપ્રગટ અસ્તિત્વ. *પ્રક્રૂતિનું નિઃશેષણપણે શાંત થઈ જવું. * વિશ્વવ્યાપિ સત્તાનું કેન્દ્ર.
જીવના પ્રકાર કયા છે? કયા કયા ? ચાર * પામર. અનીતીથી કમાઈ અને અનીતિથી ભોગવટો કરે. * વિષયી.કમાય નીતિથી પણ સુખનો ભોગવટો કર્યા કરે. * મુમુક્ષુ.સંસારમાં રહીને તેમાથીં છુટવાની સતત ઇચ્છા રાખનાર. * મુકત.પરમાત્માની સંપુર્ણ શરણાગતિ સ્વીકારનાર. પરમાત્માને શરણે સર્વસ્વ સમર્પિત કરનાર.
જીવાત્મા કોને કહેવાય ? * જે દેહને પોતાનું સ્વરુપ માને છે તે જીવાત્મા છે * જે કારણ અને કાર્યથી,કર્મે અને તેના ફળથી સંકળયેલો છે * પ્રક્રુતિના નિયમોથી બધ્ધ છે * શરીરની સર્વે ક્રિયાઓન પ્રેરક અને સંચાલક છે
ઓમ શું છે ? * સર્વ વેદોનો સાર. * સર્વ મંત્રોનુ બીજ. * સકળ પ્રાર્થનાઓનું સત્વ. * ભૂત,વર્તમાન અને ભવિષ્યથી પરની સ્થિતી. * જગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પરની સ્થિતી. * અદ્યાત્મકની શરુઆત અને અંત જેમા સમાવિષ્ટ થઈ જાય છે તેવું રહસ્યમય તત્વ..
આપણે શેની શોધ કરવાની છે ? * આપણી અને પરમાત્માની. * આત્માના મુળ વતનની. શૈશવ અવસ્થામાં જે વતનનું સ્મરણ ભુંસાયું નહોતું તેની શોધ અતિ દુષ્કર તો નહીં જ હોય એમ સમજી સતત આત્મખોજની યાત્રા ચાલું રાખવાની. આપણા વિશુદ્ર સ્વરુપને પામવાની શું જરૂરી ? * આપણે આપણા સ્વરુપને પામવું કે મેળવવું નથી; ફકત દઢનિસ્ચય જ કરવાનો રહે છે. * અખુટ મૈત્રી. * અપાર કરુણા. * સમગ્ર વિસ્વને આવરી લેતો પ્રેમ.