કર્તાપણાનું અભિમાન શા માટે ન રાખવું?

* પાંચ કારણૉ ભેગાં થાય તો જ કર્મ સંપુર્ણપણ્ર પાર પડે છે એવું ગીતાકારનું દર્શન છે. * પાંચ અંગો આ પ્રમાણે છે ૧, અધિષ્ઠાન. – જેનો આશ્રય લઈને કર્મ કરવાનું છે તે સ્થાનને અધિષ્ઠાન કહેવાય. જીવ દેહનો આશ્રય કઈ કર્મ કરે છે માટે દેહ એ અધિષ્ઠાન છે. દેહ વિના કર્મ ના થઈ શકે. લુહારને માટે લોઢું અધિષ્ઠાન છે, ખેડુતને માટે જમીન અધિષ્ઠાન છે. ૨, કર્તાની હાજરી અને તેનો કર્મ કરવા માટેનો સહકાર. – દેહ હોય પણ જીવ કર્મ કરવા તૈયાર ન થાય તો કર્મ કેવી રીતે થવાનું? એની સહાય કે […]

વિષ્ણુસહસ્રનામ,ભગવતગીતા,ગજેન્દ્રમોક્ષ ઇત્યાદિનો પાઠ કરવાનો હેતુ શો?

વિષ્ણુસહસ્રનામ,ભગવતગીતા,ગજેન્દ્રમોક્ષ ઇત્યાદિનો પાઠ કરવાનો હેતુ શો? * જે ભગવન્તનામને,સ્તુતિને,સ્તોત્રને અથવા પાઠને હ્રદયના પ્રત્યેક અણુમાં ઉતરવા ઇચ્છતા હોઈએ લોહીના બિન્દુએ બિન્દુમાં ભળી જાયઈવું ઉચ્છતા હોઇએ તો એનું વારંવાર પઠન આવશ્યક છે એમ કરતાં કદાચ સમજ વધે કે ન વધે,પણ તેનો આસ્વાદ વધુ ને વધુ માણી શકાય ખરો, * આપણુ વિસ્મરણ થઈ જાય અને ભગવન્નામમાં લીન થઈ જવાય. અહંકારે આપણી અને આત્મા-પરમાત્મા વચ્ચે નિર્માણ કરેલુ અંતર નષ્ટ થાય,છેવટૅ આપણું અહં ઓગળી જાય એ પાઠ કરવાનો હેતુ છે, * વૃતિઓને શાંત કરવાનો. * મન,બુધ્ધિ,ચિત્ત વગેરેને નિર્મળ કરવાનો. * ગહન શાંતિ અને આનંદ અનુભવવનો.

જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો કયાં ? * વ્યવહારીક જ્ઞાન માટે -નિરિક્ષણ, પરિક્ષણ અને પ્રયોગ. * આદ્યાત્મિક જ્ઞાન માટે -સ્રવન,મનન,નિદિધ્યાસન,વિવેક,વૈરાગ્ય,ષટ્સંપતિ,મુમુક્ષુતા. -અનુભવિનો સંગ. -સાચી જિજ્ઞાસા. -સાચો સંત્સગ. -પ્રણિપાત. -સેવા. -નમ્રતા -નિષ્કામ કર્મ, નિષ્કામ ઉપાસના.

* પરમાત્મા પોતે જ જ્ઞાનનું સ્વરૂપ ધારણ કરી જ્ઞાનીમાં પ્રવેશે છે અને એવા જ્ઞાનીના સંગથી અને સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. * જ્ઞાની જ્ઞાનનો વાહક છે,જન્મદાતા નહી. * ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યની માતા છે.

સમ્યક જ્ઞાન કયું ?

સમ્યક જ્ઞાન કયું ? * અન્તઃકરણની અને તેમાથી ઉડતી વૃતિઓનો યથાતથ ઓળખાણ. * પ્રત્યકમાં પ્રત્યેકનું આધારરુપ ઇશ્વરનું દર્શન કરવું.

ટેકીલો માનવી કોને કહેવાય? * પ્રાણાન્તે પણ ટૅકને વળાગી રહે તેને. * જે આડું-અવળું જોયા વિના લક્ષ્ય ભણી સતત ગતિ કરતો રહે તેને.

મનુષ્યનું માપ શેના પરથી કઢાય? * સ્વભાવ પરથી. * સમય આવ્યે અથવા આપતિ વખતે. * એના વિચાર, વાણી અને વર્તન પરથી. અમુક સમયના સહવાસથી.

મનુષ્યનું અંતિમ સાધ્ય શું છે?

મનુષ્યનું અંતિમ સાધ્ય શું છે? * મોક્ષ. * આત્મસ્વરુપનિ અનુભવ.

શેનો સદઉપયોગ મનુષ્યને હિતકારક?

શેનો સદઉપયોગ મનુષ્યને હિતકારક? * શક્તિનો,સમયનો,સંપતિનો અને વર્તમાન સંયોગોનો.

મૂળભૂત જ્ઞાન કોને કહેવું ?

મૂળભૂત જ્ઞાન કોને કહેવું ? * આપણે કોણ છીએ તેની યથાતથ સમજણ. * પદાર્થ અને વ્યક્તિ જેમ છે તેમ સમજી લેવા.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors