તવ્તજ્ઞ કોને કહેવો ? * જે આત્મનિષ્ઠ હોય. * પરમ શાંતી હોય. * સદૈવ આનંદિત હોય. * સંસાર પ્રત્યે નિત્ય તૃપ્ત હોય. * મન અને ઇન્દ્રિયોને વશ કર્યા હોય. * અયોગ્ય અને કામ્ય કર્મોથી મુકત હોય. * વિષયસુખથી અળગો થઈ ગયો હોય. ખરો તવ્તજ્ઞાની કોને કહેવો ? * જે પંચમહાભુત,પાંચ તન્માત્રા,પાચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો તેમ જ મન,બુધ્ધિ,ચિત્ત અને અહંકારનો સજાગપણે અને વિવેકપુર્વક ઉપયોગ કરી શકે તેને તત્વજ્ઞાની કહેવો જોઈએ. * જે પોતાપણુ ખોઈ શકે તે. તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે? * જેણે જીવનો યથાતથ સાક્ષાત્કાર કર્યો હોય. * જેનો […]
આપણને પરમ શક્તિનો અનુભવ કેમ થતો નથી ? * આપણે દેહરૂપે વર્તીએ છીએ માટે. * એ માટે શરીર ,મન અને હ્રદયને જે તપમાંથી પસાર કરવા જોઈએ તે કર્યા નથી એટલે. આ ત્રણેયની શુધ્ધિ વિના અંદરનો અરીસો કેવી રીતે ઉજજવલ બને? એટલે એ ત્રણેયને તપાવીને એમાં જે અશુધ્ધિકરણ છે તેને ગાળી નાખવું જરૂરી છે. * રાગ-દ્રેષની પ્રબળતા. * અમર્યાદિત ઇચ્છાઓ અને વાસનાઓ. * સંસારની બાબતોને અગ્રતાક્રમ.
પરમ પદની પ્રાપ્તિ કયારે થાય ? * દશ્ય વિભાગની કોડી જેટલી કિંમત થઈ જાય. * અહંકાર નામશેષ થઈ જાય. * લોભનું વિસર્જન થઈ જાય. * મોહનો ક્ષય થઈ જાય. * માયા-મમતા છૂટી જાય. પરમ શક્તિની પ્રતીતિ વધુ કયારે થાય ? * સર્જનની ક્ષણૉમાં – પરમ શક્તિની હાજરીમાં મહાન ઊર્જાશક્તિની ઉપસ્થિતિમાં સર્જન શક્ય બને છેઃ સર્જનથી ધબકતી ક્ષણૉમાં સ્વયંનું વિસર્જન કરી દેવું એજ અસામાન્ય અનુભવ છે. * સમાન સ્થિતિએ પહોચીએ ત્યારે. -આપણે સીમિત છીએ.એટલે આપણી પહોચ હોય તેટલો જ અનુભવ થાયઃચેતનાનો અનુભવ કરવો.હોય તો એની સમસ્થિતિએ પહોચીને જ શકય બનેઃવ્યાપક જ […]
પરમ શક્તિનો અનુભવ કરવો હોય તો શું કરવું જોઈએ? * વ્યાપક રૂપે વર્તવાનો પ્રયાસ કરવો. * જીવનનો યથાતથ અનુભવ કરવો.ચૈતન્ય જીવન રૂપે જ પ્રગટ થાય છેઃ જીવનની હાજરી એટલે જ ચૈતન્ય્ની હાજરી: જીવનના અભાવ પરમ શક્તિનો અનુભવ શક્ય નથી. * હ્રદયમાં પરમાત્મા સિવાયનું જે કાંઈ ભર્યુ હોય તેને ખાલી કરી નાખવું. * પરમાત્માની હાજરી છે એમ સમજીને સર્વ કર્મ કરવાં અને કર્મનું ફળ તેમને સમર્પિત કરવું. * પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ. * રાગ-દ્રેષથી અળગા રહેવું. * રજોગુણ અને તમોગુણનો સંગ ન કરતાં સત્વગુણમાં સ્થિર થવું. * અન્તર્મુખ થઈ અંદરના જગત પર […]
આપણામાં ભગવતજયુતિનો આવિર્ભાવ કયારે થાય ? * ભગવત જયોતિ આપણાથી જુદી નથી એવું સમજાય ત્યારે * ઇન્દ્રિયો,મન,બુધ્ધિ અને અહંકાર ભગવાનના ચરણે અર્પણ કરીએ ત્યારે. * જે સાધના પથ ગ્રહણ કર્યો હોય તેમાં પુરેપુરી સંનિષ્ટા અને સમજણ પૂર્વકનું સાતત્ય જળવાય ત્યારે. ચૈતન્યની અનિભુતિ કયારે થાય ? * હ્રદયગંથનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમામ લીન થાય […]
તત્વ સાથે અનુસંધાન રહે તે માટે કઈ બાબતની જાગૃતિ રાખવા જેવી? * સંસારનું કોઈ પણા આકર્ષણ સામે આવે ત્યારે \’મારે જે જોઈએ છીએ તે આ નથી\’એવી સાવધાની રહે તો મન કયાંય ચોટવાનો પ્રશ્ન ન રહે.
આધ્યાત્મિકતા માર્ગે જવા શું શું જરૂરી ? * નિશ્ચય. * સંપૂર્ણ નિષ્ટા. * અવિરત પુરૂષાર્થ. * અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન. * સૂઝ અને જાગૃતિ. * વાસના અને ભ્રમણામાંથી મુક્તિ. * શ્રધ્ધા.
આધ્યાત્મિકતાનો મૂળ પાયો કયો ? * નિર્ભયતા અને નિશ્ચયબળ અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ? * સત્સંગ; અનુભવી વ્યક્તિઓનો સંગ. * આપણા વિચારમાંથી દેહ નીકળી જવો જોઈએ. * નામરૂપનો મોહ છુટી જવો. * બર્હિમ્રુખતાને બદલે અન્તર્મુખતા. * સાદુ જીવન,સંયમી જીવનસંતોષી વૃતિ * નિશ્ચયબળઃ આ માર્ગે જવાનો નિશ્ચય થઈ જવો જોઈએ. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.
પરમ ગતિને કોણ પામે છે ? * ગીતાકારના શબ્દોમાં કહીએ તો -જે સંગરહિત છે. -કરવા યોગ્ય કર્મો કરે છે. -જે સ્વ ધર્મને વળગી રેહે છે. -વર્તમાનની જવાબદારી સારી રીતે પાર પાડે છે. -અનાસકતભાવે જાગ્રત રહી કર્મ કરે છે.
પરમ તત્વની પ્રતીતિ થઈ છે કે કેમ ખબર પડે ? * હ્રદયમાં પરિપુર્ણતા છેવાઈ જાય. * તમામ ઈચ્છાઓ શમી જાય. અમૂતત્વનો કયારે અનુભવ થાય છે ? * દેહધ્યાસ છૂટે ત્યારે. * હ્રદયની બધી ગ્રંથિઓ ભેદાઈ જાય છે ત્યારે. વિશ્વચેતનાનો અનુભવ કયારે થાય ? * ચેતના એ શું છે તે સમજાય પછી. * ભગવતગીતાએ બે માર્ગ બતાવ્યા છેઃ (૧) જયારે સર્વ ભુત માત્રનું પૃથકત્વ એટલે નાનાત્વ એકત્વરૂપે (જાંણવા માંડશે) અને આ એકતવ્તથી સર્વ વિસ્તાર (થયેલો છે)એમ દેખાવા માડશે,ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થશે (૨) જેની બુધ્ધિ નિર્મલ થયેલી છે એવો યોગી દઢતાપ્રુર્વક પોઅતાની […]