જીવનમાં હળવાશ કયારે અનુભવાય? * જીવનમાંક કઈ બની રહ્યુ છે અને બનશે તે આપણા હિતમાં જ હશે,આવો દઢ નિશ્ચય. * સરળતા અને શુધ્ધિનો નિત્ય સથવારો. * ઈચ્છાઓનો મહેલ ન રચવાની આદત. * જરૂરિયાતવાળી વસ્તુ ખપપુરતી રાખવાની આદત. * નિયમિતતા અને સુધડતાવાળુ દેનિક જીવન. * ચોખ્ખો વ્યવહાર.
જીવનમાં મોટામાં મોટી સિધ્ધિ કઈ? * પોતાને પોતાની ઓળખાણ થઈ જવી. * સ્થુલમાંથી સુક્ષ્મમાં પ્રવેશ અને અનણ્તનો અનુભવ. * આત્મસાક્ષાત્કાર. * નિઃસીમ પ્રેમને અખંડ વહેતો રાખવો.
જીવનને સંપુર્ણ બનાવવા શું આવશ્યક? * જ્ઞાન,ભક્તિ અને કર્મનો સમન્વય.
જીવનમાં શું ખુલ્લુ પડી જાય તો સારૂ? * કરેલા દોષો.
સરળ જીવન કોને કહેવું ? * જે હૈયે હોય તે હોઠે આવે અથવા જેનું ચિત નિર્મળ હોય અને હલનચલન નિષ્પાપ હોય. * વિચાર અને વર્તન વચ્ચે ઓછામાંઓછુ અંતર હોય. * વ્યવહાર આંટીધુંટી વિનાનો હોય અને હ્રદયમાં સચ્ચાઈ હોય.
જીવનની કપરી લડાઈઓ કઈ? * નિરંકુશ વૃતિઓને અંકુશમાં લાવવાની. * આંતરિક શત્રુઓની તાકત ક્ષીણ કરવાની. * સંકુચિતતામાંથી વ્યાપકમાં જવાની અથવા અલ્પમાથી ભુમામા પહોચવાની.
ઈશ્વરને ઓળખવાની સુગમ રીત કઈ? *પોતાના સ્વરુપને (આંતરિક ગતિવિધિ)બરાબર ઓળખી લેવું.
જીવનમાં ખાલી કરવા જેવું શું? * અજ્ઞાન વડે ઊભી થયેલી આસક્તિઓ.ઇચ્છાઓ-તૃષ્ણાઓ (અપ્રાપ્ત વસ્તુઓની અભિલાષાઓ).
અનુભવી પુરુષોએ જીવનનો નિચોડ શું તારવ્યો છે? * યાદી બહુ લાબી થાય તેવી છે કેટલીક મહત્વની બાબત જોઈએ. * પોતે પોતાને તેમજ પરમાત્માને ઓળખી લેવા. * \”સત હરિ ભજનુ, જગત સબ અપના\”એટલે કે હરિનું ભજન એજ સાચી વસ્તુ છે આ જગતતો નર્યુ સ્વપ્ન છે,એ નિશ્ચય દઢ થવો. * હરિભજન વિના કલેશ અને કષ્ટ મટતા નથી. * નબળાનો સંગ કરવાથી નબળા બનાય છે,હરિનો સંગ કરવાથી હરિ બનાય છે, * આ વિશ્વ કર્મ પ્રધાન છે ,સૌને પોતાના કર્મનું ફળ વહેલું મોડુ મળી રહે છે. * સંસાર પ્રત્યેનો વેરાગ્ય તીવ્ર બને નહી,ત્યાં સુધી […]
પરમેશ્વરને પામવાનો સરળ માર્ગ કયો? *દરેકમાં ભગવાન સત્તારુપે રહ્યા છે તે વિચાર વારંવાર લાવવો. *પોતાના ગુણોની નિરંતર વુધ્ધિ કર્યા કરવી એ પરમાત્માને પામવાનો ઈષ્ટ માર્ગ લાગ્યો છે;ીને સરળ માર્ગ કહેવો કે નહિ તે માર્ગ પર ચાલનારો નક્કી કરે,પણ જે વવ્યક્તિ પોતાના ગુણોને સતત વિકસાવવા અન્યના ગુણોનો સહારો લે છે અને અન્યના ગુણોની કદર કરે છે તે આધ્યાત્મકતાને માર્ગે વધે છે. *નામસ્મરણનો માર્ગ,ગુણની વુધ્ધિ કરવામાં તે ખુબ ઉપયોગી છે. *કર્તાભાવ ન લાવવો,આ વિશ્વ પરમાત્માનુંજ છે એમ સમજી બધો જ વ્યવહાર કરવો.