જીવની શક્તિઓ કઇ ? * વૃતિ.એ પ્રવાહિત થઈ શકે,કેન્દ્રિત થઈ શકે અને તાદાત્મ્ય સાધી શકે. * સત્વગુણ, રજોગુણ ને તમોગુણ અથવા પ્રકૃતિ એ જીવની શક્તિ. જીવને જાણ છે કે ત્રિગુણાત્મકશક્તિ એની છે. -જીવ (ઇચ્છાશક્તિ) ક્રિયાશક્તિને આધીન બની ગયો છે.ખરેખર તો ક્રિયાની જન્મદાત્રી ઇચ્છા છે ઇચ્છાશક્તિ જીવંત છે.પણ કરુણતા એ છે કે અજ્ઞાનને કારણે જીવ ત્રણ ગુણને લીધે આધીન બની ગયો છે ક્રિયાશક્તિ સાધન છે તે પોતે દુષિત નથી.એનો ઉપયોગ કરનાર જીવ ક્રિયાને દુષિત કરે છે.
કઈ ભાવનાઓને જીવનમાં સાચવવાં જેવી છે ? * મૈત્રી ભાવના. – સર્વ પ્રાણીઓ માટે મનમાં આત્યંતિક અને નિઃસીમ પ્રેમ. * કરુણાની ભાવના. – દુઃખી વ્યક્તિના દુઃખથી અનુકંપા અનુભવવી. * મુદિતાની ભાવના – સર્વનું ભલુ જોઈ હર્ષિત થવું તે. * ઉપેક્ષાની ભાવના – આસક્તિરહિત થઈને મધ્યસ્થ થવું અથવા જગતને નિઃસ્પુહભાવે જોઈ આત્મરહિતમાં રહેવું.