શાસ્ત્રોમાં કયાં દસ પાપ ગણાવ્યા છે ? * જે કર્મો અધર્મ યુકત હોય અથવા શાસ્ત્રોએ જે કર્મો કરવાની મનાઈ કરી હોય તે કરવા. * અન્યનું દ્રવ્ય કેવી રીતે લઈ લેવું તેનું ચિંતન. * દેહને જ સર્વસ્વમાની લઈ વર્તન કરવું. * કઠોર વાણી ઉચ્ચારવી. * અસત્ય વચન બોલવું. * અન્યની નિંદા કરવી. * બદલામાં કાંઈ આપ્યા વિના કોઈની વસ્તુ છીનવી લેવી. * કારણ વિના નકામુ બોલબોલ કરવું. * મન,વાણી કે કર્મથી કોઈને દુઃખ કે કષ્ટ આપવું. * પુરુષે પર સ્ત્રી સાથે મૈથુનસંબંધ રાખવો કે સ્ત્રીએ પરપુરુષ સાથે એવો સંબંધ રાખવો.
મહેનત કરવા છતા બધું અવળુ ઉતરતું હોય તો શું કરવુ? * યોગ્ય દિશામાં મહેનત થઈ અહી છે કે નહિ તે સાવધાની રાખી તપાસવું. * પરિણામ હાથવેતમાં છે એમ સમજી પુરૂષાર્થ ચાલું રાખવો.હિંમત ન હારવી. * એક યોજના નિષ્ફળ જવાથી જીવન ખતમ થઈ જતું નથી એવી સમજ હાજર રાખવી. * નિરાશ કે નિરૂત્સાહી થયા વિના કયાં ભુલ રહિ જાય છે તે શોધવાનું ચાલું રાખવું.
ધર્મ કોના જીવનમાં સ્થિરતા ધારણ કરે છે ? * જેના જીવનમાં સર્વ પ્રકારની સમતુલા છે. -જે વ્યક્તિ મન અને બુધ્ધિની સમતુલા જાળાવી રાખે છે જેના મન અને બુધ્ધિ સંપીને એક જ લક્ષ્ય ભણી ગતિ કરે છે તે ધર્મને ધારણ કરે છે. -ધર્મમાં માત્ર તત્વ કે સત્યને સમજીને સંતોષ માની લેવાનો નથી ધર્મમાં સમજીને સ્વીકારવાની,ગ્રહણ કરવાની બાબત પણ આવી જાય છે બુધ્ધિ સમજી લે અને મન તત્વને સ્વીકારી લે પછી ધર્મ દઢ બની શકે છે
ચિંતામાંથી મુકત થવાનો ઉત્તમ ઉપાય કયો? * કર્મ કરતા રહેવું પણ કર્તાભાવ ન રાખવો, નારાયણ કર્તા છે આપણે માત્ર નિમિત છીએ એવી સ્પષ્ટ સમજણ કેળવવી. * ભગવાનને જ કર્તા અને ભોકતા તરીકે પુર્ણ પણે સ્વીકારી લેવા. * આપણો એકડો કાઢી નાખવો અને પરમાત્માને રહેવા દેવા તેનું કારણ સરળ છે જે સમગ્ર વિરાટનું સંચાલન કરે છે તે આપણું ધ્યાન રાખશે જ એટલે સારથિસ્થાને તેમને રાખવા ઇષ્ટ છે.
આ શરીરમાં આત્મા કેવી રીતે રહેલો છે ? * લાકડામાં અગ્નિ અને તલમાં રહેલા તેલની જેમ. * દુધમાં ગુપ્ત રીતે ધી રહેલું છે તેમ.દુધમાથી દહિ.દહીમાથી માખણ અન્ર માખણમાથી તપનક્રિયા બાદ જેમ ધીનો અનુભવ થાય છે.તેવું જ શરીરમાં રહેલ તત્વોનું મંથન કરવાથી,તેમને વિવિધ પ્રકારની સાધના કે તપશ્ચર્યઆમાથી પસાર કરવથી અખંડ,નિર્મળ અને શાંત તેમજ અવર્ણનીય આત્મતત્વનો અનુભવ થાય છે.
શરીરમાં કાર્યરત મહત્વની શક્તિઓ કઈ ? * વીર્યશક્તિ. -તેનું પ્રતિક સરસ્વતી છે;સત્વગુણ સાથે આ શક્તિ સંકળાઅયેલી છે * લોહીશક્તિ. -તેનું પ્રતિક અંબાજી છે આ શક્તિ રજોગુણ સાથે સંકળાયેલી છે * મળશક્તિ. તેનું પ્રતિક મહાકાલી છે અને આ શક્તિ તમોગુણ સાથે સંકળાયેલી છે જીવનના પોષકતત્વોને બચાવી લઈ તે નકામાં તત્વોનું વિસર્જન કરે છે.