અંદરનો અંધકાર દુર કરવાનું સાધન કયું. * સત્સંગ, * આંતરસુઝ. * નામસ્મરણ. * સત્યને પામવાની તાલાવેલી. અંદરથી ઊજળો કોણ બની શકે ? * જે તત્વમાં લીન રહે તે. * જે ધસાઈ છે અથવા ધસારો ખમી શકે છે તે. -ખેડુતની કોઅ પડી રહે તો સમય જતા કાળી પડી જાય છે જે અન્યને ઉપયોગી થાય છે તે સુવાળૂ અને ઉજળૂ થતુ જાય છે.જે કોઢુ ધસાઈ છે તે કાયમ ચળકતુ રહે છે પડયુ રહેશે તો કટાઈ જશે અને નકામુ થઈ જશે માટૅ અન્યને ખપમાં આવતુ રહેવું. સત્,ચિત,આનંદ કોને કહેવો.? * ત્રણેય કાળામાં જે […]
ખરી ઉપાસના કઈ ? * ભગવાનના સાનિધ્યમાં બેસવા અધિકાર મેળવવા માટૅના પુરુષાર્થને સાચી ઉપાસના કહેવી જોઈએ. * પરમાત્માની કૃપા ઝીલવા માટ સમગ્ર ચેતનતંત્રને ખુલ્લુ મુકવું. * પ્રત્યેક વિચાર,વાણી અને કાર્યમાં પરમાત્માને આગળા રાખવા. * કર્તાભાવ આવવા ન દેવો. * સર્વના કલ્યાણનો ભાવ સેવ્યા કરવો. * હ્રદય ભીનું રહે તે રીતે પુજા-પ્રાર્થના કરવી. ઉપાશનાના પગથિયા કયાં ? * આવાહન. * પ્રસ્થાપન. * સમર્પણ.
ભગવત્પ્રાપ્તિ માટેના સુલભ સાધનો કયાં છે? * ભક્તિ. * શીલ. * સદાચાર. * સત્કર્મમાં નિષ્ઠા. આપણુ લક્ષ્યાક શું છે? * અસત્યમાથી મુકત થઈ સત્ય ભણી પ્રયાસ કરાવું. * અંધકાર છોડી પ્રકાશ ભણી ગતિ કરવી. * ક્ષણિક,ક્ષણભંગુર અને નાશવંતનો સથવારો છોડી નિત્ય-શાસ્વત-સનાતન ભણી ડગ ભરવા.
અંદરનો બગાડ દુર કરવાનું સાધન કયું ? * કર્તાપણાનો અને ભેકતાપણાનો ભાવ જાગે ત્યારે. આપણી અંદર રહેલા મેલને દુર કરવા શું કરવું જોઇએ? * યાંત્રીક જીવન જીવવાને બદલે નિત્ય જાગ્રત પણે જીવવું, જેથી આપણી નબળાઇઓનો ખ્યાલ આવે. * નબળાઈઓને વળગી રહેવાને બદલે વીણીવીણીને બહાર કાઢવી. * આપણી અંદરની શુભ શકિતઓ બળવાન બને તે માટે નિત્ય નામ સ્મારણ,શુભ વાંચન અને સત્સંગનું સેવન કરવું. * સદગુણોનો સરવળૉ કરતા જવું. * ભાગવાનને આગળ રાખી બધાં કર્મ કરવાં.
જાતને ઓળખવી એટલે શું ? * પોતે કોણ છે તે નક્કી કરી લેવું તે. * પોતાને જે સ્વભાવ પ્રાપ્ત થયો છે તેના બંધનમાંથી છુટવું, તેની પકડમાંથી મુક્ત થવું. * મનની પ્રક્રિયાઓને થંભાવી દેવી.
ભગવાન સાથે પાકુ જોડાણ થયુ છે એમ કયારે કહેવાય ? * ચંચલ મનને ભગવાનના ચરણૉમાં સમર્પિત કર્યુ હોય તો. * અહં સંપૂર્ણપણે ઓગળી ગયું હોય તો. * નિષ્કામભાવે ભક્તિ થતી હોય તો. * દેહના પાચ વિષયોને (શબ્દ,સ્પર્શ,રૂપ,રસાને ગંધ)ભગવાનના ચરણોમાં સોપ્યા હોય તો. આપણૅ પ્રભુમય કયારે થઈ શકીએ ? * આપણા શ્વાસ-ઊચ્છવાસમાં,હ્રદયના પ્રત્યેક ધબકારમા,ઊધતાં-જાગતાં,સ્વપ્નમાં-સુષુપ્તિમાં,ખાતાં-પીતાં,બોલતાં ચાલતાં,કહો કે પ્રત્યેક ક્રિયા અને કર્મમાં અથવા નિષ્કામ કર્મમાં,આપણી અંદર રહેલા અવકાશ-નિરાવકાશમાં ભગવાનની હાજરી રહે ત્યારે અથવા આપણૂં અણુએ અણૂ એમનામાં જ ઓતપ્રોત થઈ જાય ત્યારે ભગવાનથી સભર થઈ જઈશું. * જગત પ્રત્યેનું આકર્ષણ ન રહે અથવા […]
અજ્ઞાનશક્તિનો ઉપયોગ શું ? * ભૂતકાળાનું વિસ્મણ અને ભવિષ્યકાળનો વિચાર ન કરવો-ભવિષ્યકાળની ઉપાધી અત્યારથી શા માટે વહોરી લેવી? * અન્યની બાબતમાં માથું ન મારવું તે. – આપણે જાણીએ છીએ એમ માનીને બીજામાં માથું મારીએ છીએ. અજ્ઞાનનો ધર્મ કયો * અંધકાર
ભગવત્શક્તિ આપણને શેમાથી ઉગારે છે ? * વાસનાના વમળમાથી. * અહંકારની ભ્રમણામાથી. * મિથ્થાભિમાનની છલનામાંથી. કર્તાભાવ ટાળવઆ કેવી સમજણની જરૂર ? * મારાથી જે કાંઈ થયુ છે તે સર્વશક્તિમાન પરમાત્માની ઇચ્છાને કારણે થયુ છે.ીમની ઇચ્છા વિના હુ કાંઈ કરી શકત નહિ.એમની હાજરી ને લીધે જ બધુ બને છે એવી સંભાવના રાખવી. જ્ઞાનના અધિકારી થવામાં શુ આડુ આવે? * બુધ્ધિની મંદતા. * મિથ્થાજ્ઞાનનો દુરાગ્રહ. * કુતર્ક અને * વિષયાશક્તિ. – વિજ્ઞાનીઓ પણ અદશ્ય જણાતાં જંતુઓને કે પદાર્થોમાની ગતિને પામવા વિવિધ સાધનો વિકસાવી રહ્યા છે. (૩) અદષ્ટ ; જે […]
મનુષ્યે કયે માર્ગે ન જવું ? * જે માર્ગ જવામાં મહાપુરુષોની સંમતિ ન હોય. * જે માર્ગે લક્ષ્ય ભણી જવાને બદલે આડો-અવળો જાય. * અહંકાર વધે. * સ્વાર્થને પોષણ મળે. * અન્તઃકરણમાં વહેતા પ્રેમ, કરુણા અને મૈત્રીના ભાવ સુકાઈ જાય. * સંકુચિતતાને અવકાશ મળે. * કામ,ક્રોધ,લોભ અને મોહને ઉત્તેજન મળે. * બહિમ્રુખતા પ્રબળ બને. * આપણી અને અન્યની શાંતી હણાય અને આનંદ લુટાઈ જાય. * ટ્રન્ટ્રસુષ્ટિમાં રચ્યાપચ્યા રહેવાય.