મનને કોણ બગાડે છે? * દશ્ય વુભાગ. * ષડરિપુઓ. -કામ,ક્રોધ,લોભ,મદ,મોહ અને મત્સર.
ભગવાન કોનો યોગક્ષેમ સંભાળે છે? * જે સર્વ કાર્યમાં ભગવાનને આગળા રાખે છે અને પોતે પાછળ રહે છે,ીટલે કે ભગવાનને મુખ્ય રખી પોતાનું કર્તાપણુ અથવા કર્તાભાવ છોડી દે છે. * ભગવાનની આજ્ઞાથી મારૂ અહી આગમન થયુ છે અને એમની ઈચ્છાનુસાર જ મેીરે ચાલવાનું છે.હુ પણાનો કે મારાપણાનો ભાવ કયારેય લાવવાનો નથી એવી સમજણ સાથે જે જીવે છે તેની સારસંભાળ ભગવાન લે છે માતાપિતાની આજ્ઞાનું પાલન કરનારની જવાબદારી માતાપિતા લે છે તેમ. * જે હ્રદયની સચ્ચાઈથી ભગવાનને પોતાનાં માતાપિતા માને છે તેની કાળજી ભગવાન લે છે. * જેની શરીર અને અદાર્થો […]
ભગવાનના માર્ગને વળગી રહેવા શું કરવું? *અંતઃકરણને ઈન્દ્રિયો સાથે ભળવા દેવું નહિ. *ભગવત સ્મરણ ાને નામ સ્મરણમાં દુબેલા રહેવું. *સંતોનો અને અનુભવી પુરૂષોનો નિરંતર સમાગમ કરવો. *ચિત્તને ભટકવા ના દેવું
ભગવાનની બેઠક કયાં છે? * ભકતના હ્રદયમાં
જીવનમાંશું ઢંકાયેલું રહે તે ઇષ્ટ? * ગુણ. * શુભ કર્મ અને વિશિષ્ટ શક્તિઓ.
આંતરજીવન શેનું બનેલું છે? * આંતરજીવન એટલે સુક્ષ્મ શરીર;તે પુએવગત સંસ્કારોનું બનેલું છે * અગમ્ય(શુભ)શક્તિઓનું. * અગમ્ય(અમંગલ)શક્તિઓનું. * વિચારોનું,કામનાઓનું,આસક્તિઓનું.
ભગવાનના અનેક નામ શા માટૅ? * એમની ગુણ સમૃધ્ધિ પ્રગટ કરવા.
જીવનમાં શેનાથી દુર રહેવું જોઈએ ? * કુસંગથી. * પાખંડથી. * અધર્મ,અનીતી અને અસત્યથી.
અનાશક્ત મનુષ્ય કોને કહેવો? * જેનું શરીર કાર્યરત હોય પણ મન શાંત અને નિશ્ચલ હોય. * જે જીવનને જેવું છે તેવું સ્વિકારે. * જે પરિગ્રહોથી મુકત હોય. * જે સહજ ભાવે મળેલાથી સંતુષ્ટ હોય. * સુખ-દુખ આદિ દ્રન્દ્રોથી મુકત હોય,રાગ-દ્રેષ રહિત હોય અને સફળતા-નિષ્ફળતા પરત્વે તટસ્થ હોય.
ભગવાન સજજનોને પણ શા માટે ટપલાં મારે છે ? * સાચી વસ્તુની સ્મુતિ રહે તે માટે. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.