શરીરમાં કાર્યરત મહત્વની શક્તિઓ કઈ ? * વીર્યશક્તિ. -તેનું પ્રતિક સરસ્વતી છે;સત્વગુણ સાથે આ શક્તિ સંકળાઅયેલી છે * લોહીશક્તિ. -તેનું પ્રતિક અંબાજી છે આ શક્તિ રજોગુણ સાથે સંકળાયેલી છે * મળશક્તિ. તેનું પ્રતિક મહાકાલી છે અને આ શક્તિ તમોગુણ સાથે સંકળાયેલી છે જીવનના પોષકતત્વોને બચાવી લઈ તે નકામાં તત્વોનું વિસર્જન કરે છે.
આકાશ,વાયુ,તેજ જલ અને પુથ્વીના ગુણૉ કયા? * આ પંચ મહાભુતો પરસ્પર સંકળાયેલા છે. * આકાશનો ગુણ શબ્દ. -એમાં સ્પર્શ,રુપ,રસ અને ગંધ પ્રધાનપણે નથી. * વાયુના ગુણ શબ્દ અને સ્પર્શ. -એમાં રુપ,રસ અને ગંધ પ્રધાનપણે નથી. * તેજના ગુણ શબ્દ,સ્પર્શ અને રુપ. -એમાં રસ અને ગંધ પ્રધાનપણે નથી. * જલના ગુણ શબ્દ,સ્પર્શ,રુપ અને રસ. -એમાં ગંધ પ્રધાનપણે નથી. * પુથ્વીના ગુણ શબ્દ,સ્પર્શ,રુપ રસ અને ગંધ.શબ્દ આકાશની તન્માત્રા હોવા છતાં તેમાં સ્પર્શ,રુપ,રસ અને ગંધ એ બધા ઓછા-વતા પ્રણામમાં આવેલ છે.શબ્દમાં સ્પર્શના વિભાગથી તેની અસર થાય છે.શબ્દને આકૃતિ છે તે રુપ, શબ્દમાં કડવાશ,મીઠાશ […]