ઝંખના!! તને મળવાની એક ઝંખના, મળતી નથી તું, મને થાય છે વેદના. સમયે તું ન આવતાં,નિરાશ થાઉં છું, શું થયું હશે?થાય છે તારી ખેવના. રમૂજી સ્વભાવ તારો હજી બદલ્યો નથી, દૂરથી આવતી જોઈ તને,જાગે સંવેદના કયારેય હતાશ કરતી નહિમને \’સાગર\’, પ્રેમ અખંડિત રહે,એવી ભાવના. કવિતા: જયસુખલાલ મહેતા
માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું. કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને […]
એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગુંથે અને બંધાય ગઝલ; કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. ‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો, દુનિયાની જે દિવસથી શરૂઆત […]
રણમાં ભુલી પડી.ગયેલ હું રાહદાર છું. પ્યારની એક બુંદ. માટે તરસી રહેલ પ્યાસ છું હું. હવાની લહેરખીના મળે એ પાનખર છું પામ્યા પછી મૂલ્ય ન મળે તે મૃગજળ છું ખરી જાય વસંતના પાન જયાં,એ પળ છું. ના તપાસો મારી આ નિરજ જીદગી ને ભરચોમાસે અટવાયેલ અનાવૃષ્ટિ છું. ન આવશો કોઈ મારી આ ખાલી દુનિયાની ભીતરમાં, દિલાસાનો આધઆર લઈ જીવવાનો આત્મા છું. મને શોધવા આમતેમ ફાફા ન મારશો, તમારા જ દિલમાં જડી રહેલ યાદ છુ. મીના પરમાર
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2) આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો, તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની…. તારી આંખનો અફીણી…. પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની… તારી આંખનો અફીણી…. ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની… તારી આંખનો અફીણી…. તું કામણગારી રાધા ને […]
ભૂલાતી પ્રેમમસ્તીની કહાની લઇને આવ્યો છું “કલાપી”, “બાલ”ની અંતિમ નિશાની લઇને આવ્યો છું. તમોને ભેટ ધરવા ભરજવાની લઇને આવ્યો છું, મજાના દી અને રાતો મજાની લઇને આવ્યો છું. સિતારા સાંભળે છે શાંતચિત્તે રાતભર, ‘ઘાયલ’ ઉદાસ આંખો મહીં એવી કહાની લઇને આવ્યો છું – અમૃત ‘ઘાયલ’
ક – કહે છે કલેશ ન કરો. ખ – કહે છે ખરાબ ન કરો. ગ – કહે છે ગર્વ ન કરો. ઘ – કહે છે ઘમંડ ન કરો… ચ – કહે છે ચિંતા ન કરો. છ – કહે છે છળથી દૂર રહો. જ – કહે છે જવાબદારી નિભાવો ઝ – કહે છે ઝઘડો ન કરો. ટ – કહે છે ટીકા ન કરો. ઠ – કહે છે ઠગાઇ ન કરો. ડ – કહે છે કયારેય ડરપોક ન બનો. ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો. ત – કહે છે બીજાને […]
એક આશાવાદી વિચારે છે કે ગ્લાસ અધુરો ભરેલો છે નિરાશાવાદી વિચારે છે કે ગ્લાસ અડધો ખાલી છે અને યર્થાથવાદી વિચારે છે કે તે થોડી વાર વધારે ઉભો રહેશે તો અંતે ગ્લાસ તેને જ ધોવો પડશે.
– આરતી ઓઝા \”કોઈનાં ભીનાં પગલાં થાશે, એવો જ એક વરતારો છે, સ્મિત અને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે ?\” આ કાવ્યપંક્તિ ડિસેમ્બર અને જાન્યુઆરીનાં વર્તમાનપત્રો તેમ જ સામયિકો વાંચીને યાદ આવી. ભારત જેવા અતિ પ્રાચીન રાષ્ટ્રના નવયુવકો-યુવતીઓ \’ગુડ બાય ૨૦૦૯, વેલકમ ૨૦૧૦\’ માટે પાગલ બની ઊઠે તે માનવામાં આવતું નથી અને છતાં પશ્ચિમના ભૌતિકવાદી વાવાઝોડાં સામે અડીખમ ન ઊભા રહી શકનાર ભારતીય યુવાધન સાથે ૨૦૧૦ના પ્રારંભમાં કેટલીક મન મૂકી વાત કરવાની ઇચ્છા થાય છે. વ્યક્તિ-વ્યક્તિત્વ-સમાજ ઇન્ટરનેટનો દિન-પ્રતિદિન ઉપયોગ યુવા પેઢીમાં વધતો જાય છે ત્યારે ૨૦૦૫-૦૬-૦૭-૦૮-૦૯નો તુલનાત્મક અભ્યાસ કરવાની […]